ETV Bharat / state

Saptak 2026: સપ્તકના પ્રથમ દિવસે શુભા મુદગલ અને મોહન બ્રધર્સ છવાયા, દર્શકો બોલ્યા 'વાહ ઉસ્તાદ'

પ્રથમ દિવસની પ્રથમ બેઠકમાં સુર અને ગાન થકી નૃત્યાંગના કુમુદીની લખિયા, નીરજ પરીખ ઈશ્વરલાલ મિશ્રાને શ્રધાંજલિ અર્પણ થઈ હતી.

Saptak 2026: સપ્તકના પ્રથમ દિવસે શુભા મુદગલ અને મોહન બ્રધર્સ છવાયા, દર્શકો બોલ્યા 'વાહ ઉસ્તાદ'
Saptak 2026: સપ્તકના પ્રથમ દિવસે શુભા મુદગલ અને મોહન બ્રધર્સ છવાયા, દર્શકો બોલ્યા 'વાહ ઉસ્તાદ' (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 2, 2026 at 9:04 AM IST

|

Updated : January 2, 2026 at 10:58 AM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદ ખાતે આયોજિત 46માં સપ્તક સંગીત સમારોહના આરંભે વોકલ આર્ટિસ્ટ શુભા મુદગલના ગાન અને લક્ષ્ય-આયુષની સિતાર સરોદની જુગલ બાંધીએ દર્શકોમાં હરી લીધા.

46માં સપ્તક સંગીત સમારોહનો પ્રથમ દિવસ ગાન, સૂર અને તાલના નામે રહ્યો:

અમદાવાદના એલ.ડી આર્ટસના આંગણમાં આયોજિત સપ્તક સંગીત સમારોહની રાત વિવિધ રાગ રાગિણીઓથી તરબતર રહ્યો. પ્રથમ દિવસે સપ્તકનો આરંભ તેના સ્થાપક તબલા વાદક નંદન મહેતા અને વિદુષી સિતાર વાદક મંજુ મહેતાને તેમના શિષ્યોએ બેલડીએ સૂરંજલી અર્પી. પ્રથમ દિવસે પ્રથમ બેઠક મહેતા બેલડીને સુર અને વાદનથી યાદ કરી અદભૂત સંગીત સંગમ રચી અનોખું રસમય વાતાવરણ રચ્યું. વિદુષી મંજુ મહેતાને પ્રથમ બેઠકમાં માલકૌંસ થકી સૂરંજલી તેમના શિષ્યો દ્વારા આપવામાં આવી હતી. પ્રથમ દિવસની પ્રથમ બેઠકમાં સુર અને ગાન થકી નૃત્યાંગના કુમુદીની લખિયા, નીરજ પરીખ ઈશ્વરલાલ મિશ્રાને શ્રધાંજલિ અર્પણ થઈ હતી.

શુભા મુદગલ સાથે ETV BHARAT ની ખાસ વાતચીત (ETV Bharat Gujarat)

શુભા મુદગલના મારું બિહારે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા:

દેશના જાણીતા વોકલ કલાકાર શુભા મુદગલ દ્વારા આજે સપ્તકમાં રાગ માલકૌંસ રસમય રહ્યો. શુભા મુદગલે સપ્તકના પ્રથમ દિવસના અંતિમ સેશનમાં રાગ મારુ બિહારમાં ‘બીન બીજાયે માઈ રે’ની બંદિશ છેડી ઉપસ્થિત સંગીત રસિકોને મનમોહિત કર્યા. શુભા મુદગલ સાથે તબલા વાદક તેમના પતિ અનીશ પ્રધાન અને હાર્મોનિયમ પર સુધીર નાયકે સંગત કરી હતી. પદ્મશ્રી શુભા મુદગલ મૂળે બનારસ ઘરાનાના કલાકાર છે. તેઓ શાસ્ત્રીય સંગીતમાં ખયાલ, ઠુમરી અને દાદરા સહિત પોપ સંગીતના અદના કલાકાર છે. આરંભમાં સબ કે સાવન થી દેશભરના સંગીત પ્રેમીઓમાં લોકપ્રિય થયેલ શુભા મુદગલ બિન બજાએ મારી એ ગાયે મારુ બિહાર રાગમાં અને ત્યાર બાદ દ્રુત લયમાં મંદિરલા મોરા બાજા ન સાથે અંતિમ નિરખત આજ શ્યામ નંદલાલ મોરલી કર પ્રસ્તુત કર્યું હતું. શુભા મુદગલે તેમના પ્રસ્તુતિ બાદ ETV BHARAT સાથે એક્સકલુસિવ સંવાદ કરી સંગીત અને તેમનાં જીવન યાત્રા બાબતે વાત કરી હતી.

મોહન બ્રધર્સ સાથે ETV BHARAT ની ખાસ વાતચીત (ETV Bharat Gujarat)

લક્ષ્ય આયુષની બેલડી એ સિતાર સરોદ પર સુર રેલાવ્યો:

મૂળે દિલ્હીના મોહન બ્રધર્સ તરીકે જાણીતા યુવા ભાઈઓ લક્ષ્ય અને આયુષે સપ્તકમાં પ્રથમ દિવસે જ દર્શકોના મન જીતી લીધા. બન્ને ભાઈની સુરીલી જુગલ બંધી પહેલા તેમના ગુરુ પંડિત રવિ શંકરને યાદ કરી સુરાવલી રજુ કરી. તેઓ એ રાગ જોગમાં માત્રા ની બંદિશ રજૂ કરી. તેમની સાથે તબલા પર શુભ મહારાજ અને પખવાજ પર અખિલેશ ગુંદેચા એ સાથ નિભાવ્યો હતો. મોહન બ્રધર્સએ ETV BHARAT સાથે એક્સકલુસિવ સંવાદમાં તેમના સંગીત અને વિવિધ પાસા અંગે રસપ્રદ વિગતો રજૂ કરી હતી.

આ પણ વાંચો:

Last Updated : January 2, 2026 at 10:58 AM IST