ETV Bharat / state

અમદાવાદમાં દાખલ ઈબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, આરોગ્ય મંત્રીએ કહ્યું- લોકોને ગભરાવવાની જરૂર નથી

અમદાવાદના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયેલા શંકાસ્પદ ઇબોલા દર્દીનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 28, 2026 at 9:25 PM IST

2 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સ્પષ્ટતા કરી હતી કે અમદાવાદના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયેલા શંકાસ્પદ ઇબોલા દર્દીનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમણે લોકોને ગભરાવવાની કે અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. પ્રફુલ પાનશેરિયાએ કહ્યું કે તેમણે ફક્ત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર રીતે શેર કરવામાં આવેલી માહિતી પર જ આધાર રાખવો જોઇએ.

X પર એક પોસ્ટમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું, "કોંગોમાંથી ઉદ્દભવતા ચેપી રોગ ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. નાગરિકોને કોઇપણ પ્રકારના ભય કે ગભરાટ ના રાખવા અને અફવાઓથી દૂર રહેવા વિનંતી કરવામાં આવે છે. ફક્ત આરોગ્ય વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવેલી સત્તાવાર માહિતી પર જ આધાર રાખવો."

કેટલાક આફ્રિકન દેશોમાં ઇબોલા વાયરસ ફાટી નીકળ્યો છે. ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જનતાને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ લોકોની સુરક્ષા માટે સંપૂર્ણપણે સતર્ક, તૈયાર અને પ્રતિબદ્ધ છે.

મંત્રીએ બુધવારે જણાવ્યું હતું કે કોંગોના એક 37 વર્ષીય ઉદ્યોગપતિ અને તેમના સંપર્કમાં આવેલા ત્રણ અન્ય લોકોને અમદાવાદની અલગ અલગ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ વ્યક્તિ લગભગ પાંચથી સાત દિવસ પહેલા કોંગોથી મુંબઇ આવ્યા હતા અને બાદમાં વડોદરા ગયા હતા.

તાવ આવતાં, તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાવચેતીના ભાગરૂપે તેમને ઇબોલા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સાથે આવેલા અન્ય બે વ્યક્તિઓને અમદાવાદની SVP હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે ત્રીજા વ્યક્તિને પણ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો હતો.

ગુજરાતના આરોગ્ય વિભાગે યુગાન્ડા, કોંગો અને દક્ષિણ સુદાનથી આવતા મુસાફરોનું અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સ્ક્રીનિંગ વધાર્યું છે. તૈયારીના ભાગ રૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલ, સુરત સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર રાખવામાં આવ્યા હતા.

ગુજરાત અને બેંગલુરૂમાં શંકાસ્પદ ઇબોલાના કેસ નોંધાયા બાદ ભારતભરના આરોગ્ય અધિકારીઓએ મોનિટરિંગ વધારી દીધુ છે. જોકે, દેશમાં અત્યાર સુધી કોઇ કન્ફર્મ થયેલો કેસ સામે આવ્યો નથી.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ 17 મેના રોજ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ફાટી નીળકવાની ઘટનાને પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કંસર્ન (PHEIC) જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: