ETV Bharat / state

ઉત્તરાયણ પૂર્વે નર્મદાના રાજપીપળામાં અનોખી જનસેવા, બાઇકચાલકોને પતંગની દોરીથી બચાવવા સેફટી ગાર્ડ ફ્રી

અકસ્માતોને અટકાવવા માટે રાજપીપળાના એક પેટ્રોલ પંપ દ્વારા અનોખી અને સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે.

ઉત્તરાયણ પૂર્વે નર્મદાના રાજપીપળામાં અનોખી જનસેવા, બાઇકચાલકોને પતંગની દોરીથી બચાવવા સેફટી ગાર્ડ ફ્રી
ઉત્તરાયણ પૂર્વે નર્મદાના રાજપીપળામાં અનોખી જનસેવા, બાઇકચાલકોને પતંગની દોરીથી બચાવવા સેફટી ગાર્ડ ફ્રી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 8, 2026 at 1:14 PM IST

2 Min Read
Choose ETV Bharat

નર્મદા: આગામી 14 જાન્યુઆરીના ઉત્તરાયણ પર્વને લઈ આકાશમાં પતંગો ચગવાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ગળું કપાવાના અનેક ગંભીર બનાવો સામે આવતા હોય છે. આવા અકસ્માતોને અટકાવવા માટે રાજપીપળાના એક પેટ્રોલ પંપ દ્વારા અનોખી અને સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે.

આ પેટ્રોલ પંપ પર આવતા બાઈક અને સ્કૂટર ચાલકોને પતંગની દોરીથી બચાવવા માટે સેફટી ગાર્ડ (જાડા તારની એંગલ) કોઈપણ ચાર્જ લીધા વગર મફતમાં લગાવી આપવામાં આવી રહ્યા છે. આ સાથે RTO વિભાગ દ્વારા વાહન ચાલકોને માર્ગ સલામતી અંગે સમજણ આપવામાં આવી હતી તેમજ માર્ગ સલામતીના પેમ્પ્લેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ઉત્તરાયણ પૂર્વે નર્મદાના રાજપીપળામાં અનોખી જનસેવા, બાઇકચાલકોને પતંગની દોરીથી બચાવવા સેફટી ગાર્ડ ફ્રી (ETV Bharat Gujarat)

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ગળું કપાવાના બનાવો વધે છે. આવી સ્થિતિમાં આ સેપ્ટિગાર્ડ વાહન ચાલકો માટે અસરકારક રક્ષણ પૂરું પાડે છે. સેફટી ગાર્ડ લગાવનારોએ જણાવ્યું હતું કે, તેમણે જાતે તેનો ઉપયોગ કરી તેની અસરકારકતા અનુભવેલી છે.

ઉત્તરાયણ પૂર્વે નર્મદાના રાજપીપળામાં અનોખી જનસેવા, બાઇકચાલકોને પતંગની દોરીથી બચાવવા સેફટી ગાર્ડ ફ્રી
ઉત્તરાયણ પૂર્વે નર્મદાના રાજપીપળામાં અનોખી જનસેવા, બાઇકચાલકોને પતંગની દોરીથી બચાવવા સેફટી ગાર્ડ ફ્રી (ETV Bharat Gujarat)

બજારમાં આ પ્રકારનો સેપ્ટિગાર્ડ 100 થી 150 રૂપિયામાં ફિટ થાય છે, પરંતુ ઘણા લોકો ખર્ચ ન કરવા કારણે તેને લગાવતા નથી, જે જીવ માટે જોખમરૂપ બની શકે છે. આ જ કારણથી પેટ્રોલ પંપ દ્વારા “જીવ બચાવ એ જ મુખ્ય ઉદ્દેશ” સાથે મફત સેવા શરૂ કરવામાં આવી છે.

આ સેવા દરમિયાન માત્ર એક જ દિવસમાં 400થી વધુ બાઈક અને સ્કૂટર ચાલકોએ સેફટી ગાર્ડ લગાવ્યા હતા. લાભાર્થીઓએ આ સેવાને અત્યંત ઉપયોગી ગણાવી હતી. “ઉતરાયણ દરમિયાન પતંગની દોરીથી થતા અકસ્માતો અટકાવવા માટે આવા સેપ્ટિગાર્ડ ખૂબ જરૂરી છે. આ સેફટી ગાર્ડથી પતંગની દોરીથી ગળા અને ચહેરાની સુરક્ષા મળે છે. જીવની કિંમત કોઈપણ ખર્ચ કરતા વધારે નથી ત્યારે એક જાગૃતિ આવે અને લોકો ના જીવ બચે માટે એમને પણ એક સંતોષ થાય કે મેં લોકોના સ્નેહીજન, મિત્રનો જીવ બચાવ્યો."

આ પણ વાંચો: