ETV Bharat / state

રાજકોટ: જેતપુરની બ્લડ બેંકમાં દારૂની મહેફિલ અને નશામાં ધૂત કર્મચારીએ મહિલા સાથે ગેરવર્તન કરતા પોલીસે દબોચ્યો

ઉદ્યોગ નગરી જેતપુરમાં માનવતાના મંદિર સમાન બ્લડ બેંકમાં દારૂની મહેફિલ જામતી હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

રાજકોટ: જેતપુરની બ્લડ બેંકમાં દારૂની મહેફિલ અને નશામાં ધૂત કર્મચારીએ મહિલા સાથે ગેરવર્તન કરતા પોલીસે દબોચ્યો
રાજકોટ: જેતપુરની બ્લડ બેંકમાં દારૂની મહેફિલ અને નશામાં ધૂત કર્મચારીએ મહિલા સાથે ગેરવર્તન કરતા પોલીસે દબોચ્યો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 19, 2026 at 3:57 PM IST

1 Min Read
Choose ETV Bharat

રાજકોટ: જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલી દેવ બ્લડ બેંકમાં દારૂ પીધેલી હાલતમાં કર્મચારીએ મહિલા સાથે રકઝક કરતા હોબાળો મચ્યો હતો. પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બોટલો સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉદ્યોગ નગરી જેતપુરમાં માનવતાના મંદિર સમાન બ્લડ બેંકમાં દારૂની મહેફિલ જામતી હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેતપુર જૂનાગઢ રોડ પર શિવમ કોમ્પ્લેક્સમાં આવેલી 'દેવ લાઈફ સેન્ટર બ્લડ બેંક' (નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત) માં પી.આર.ઓ. તરીકે ફરજ બજાવતો રોહિત ઉર્ફે કાળુ દિલીપભાઈ રૈયાણી નશામાં ધૂત હાલતમાં ઝડપાયો છે.

રાજકોટ: જેતપુરની બ્લડ બેંકમાં દારૂની મહેફિલ અને નશામાં ધૂત કર્મચારીએ મહિલા સાથે ગેરવર્તન કરતા પોલીસે દબોચ્યો (ETV Bharat Gujarat)

ઘટનાની પૃષ્ઠભૂમિ અને વાયરલ વિડિયો:

આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે એક મહિલા પોતાના સંબંધી માટે બ્લડ લેવા આ બ્લડ બેંકમાં પહોંચી હતી. ત્યાં હાજર પી.આર.ઓ. રોહિત રૈયાણી નશાની હાલતમાં હતો અને તેણે મહિલા સાથે મનસ્વી વર્તન કરી આપેલું લોહી પરત લઈ લેવા જેવી રકઝક કરી હતી. આ મામલે મહિલાના પરિવારજનોએ પહોંચી વિડિયો વાયરલ કરતા જેતપુર સીટી પોલીસ એક્શનમાં આવી હતી.

પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ:

જેતપુર સીટી પોલીસે બ્લડ બેંકમાં દરોડો પાડતા વ્યક્તિ રોહિત રૈયાણી લથડિયા ખાતી હાલતમાં મળી આવ્યો હતો. તપાસ દરમિયાન બ્લડ બેંકની ઓફિસમાંથી વિદેશી દારૂની ભરેલી અને ખાલી બોટલો, કાચના ગ્લાસ વગેરે મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વ્યક્તિની ધરપકડ કરી છે.

દારૂના નેટવર્કનો પર્દાફાશ:

ઝડપાયેલા વ્યક્તિની પૂછપરછમાં સામે આવ્યું કે, તેણે આ દારૂ જેતપુરના સિરાજ કુરેશી અને ગોંડલના બાલી વ્યાસ પાસેથી મેળવ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સિરાજ કુરેશીના ઘરે દરોડો પાડી ત્યાંથી પણ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં પોલીસે કુલ ચાર વ્યક્તિઓ - રોહિત રૈયાણી, સિરાજ કુરેશી, ઇરફાન કટારીયા અને નરેન્દ્ર ઉર્ફે બાલી વ્યાસની ધરપકડ કરી છે.

બ્લડ બેંક જેવા સંવેદનશીલ સ્થળે દારૂનું સેવન અને કર્મચારીઓની આવી બેદરકારી સામે આવતા સ્થાનિક પંથકમાં ભારે ચર્ચા જાગી છે.

આ પણ વાંચો: