ETV Bharat / state

રાજકોટ: જસદણમાં સાળી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ બનેવી જેલના સળિયા પાછળ, વળતર અપાવવાના બહાને આચર્યું કૃત્ય

પત્નીના મોતના વળતરના નામે સાળીને વિશ્વાસમાં લઈ આ શખ્સે શારીરિક શોષણ કર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

રાજકોટ: જસદણમાં સાળી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ બનેવી જેલના સળિયા પાછળ, વળતર અપાવવાના બહાને આચર્યું કૃત્ય
રાજકોટ: જસદણમાં સાળી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ બનેવી જેલના સળિયા પાછળ, વળતર અપાવવાના બહાને આચર્યું કૃત્ય (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 1, 2026 at 4:10 PM IST

2 Min Read
Choose ETV Bharat

રાજકોટ: રાજકોટના જસદણમાં વિસ્તારની અંદર ચકચાર મચી જાય તેવો એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં વળતર મેળવવા માટે દુષ્કર્મ આચરીને બનેવી દ્વારા કૃત્ય કરાયો હોવાની ઘટના બહાર આવી છે.

જસદણ પંથકમાં માનવતાને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે, જેમાં પોતાની જ સાળી પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર નરાધમ બનેવી અનિલને આટકોટ પોલીસે ઝડપી પાડ્યો છે. પત્નીના મોતના વળતરના નામે સાળીને વિશ્વાસમાં લઈ આ શખ્સે શારીરિક શોષણ કર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

રાજકોટ: જસદણમાં સાળી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ બનેવી જેલના સળિયા પાછળ, વળતર અપાવવાના બહાને આચર્યું કૃત્ય (ETV Bharat Gujarat)

આરોપી અનિલએ ભોગ બનનાર મહિલાના પિતાના ઘરે જઈને તેની મરજી વિરુદ્ધ અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હતા. આ મામલે પીડિત મહિલાએ હિંમત દાખવી એટકોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસના ડો.નવીન ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, 28 તારીખે આ મામલે ગુનો નોંધાયા બાદ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર (IO) દ્વારા તે જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી. જરૂરી પૂછપરછ અને તપાસના અંતે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

સંબંધોને શર્મસાર કરતી એક ઘટના રાજકોટના જસદણ પંથકમાંથી સામે આવી છે. પત્નીના મોતના વળતરના બહાને પોતાની જ સાળી પર વારંવાર દુષ્કર્મ આચરનાર બનેવી હવે પોલીસના શકંજામાં છે. જસદણના રહેવાસી અનિલ નામના શખ્સે પોતાની જ સાળી સાથે અત્યાચારની તમામ સીમાઓ વટાવી દીધી હતી. પત્નીના મૃત્યુ બાદ વળતર અપાવવાની લાલચ આપીને આ નરાધમે સાળીને જ પોતાની હવસનો શિકાર બનાવી હતી. ભોગ બનનાર મહિલાના પિતાના ઘરે જઈને તેની મરજી વિરુદ્ધ અનેકવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આ મામલે એટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસ એક્શનમાં આવી હતી. 28 તારીખે ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ અનિલની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ બાદને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. હાલ તો પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં વિશ્વાસ અને સંબંધો પર સવાલ ઉભા કર્યા છે.

આ પણ વાંચો: