ETV Bharat / state

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમ પર પોલીસનું ફાયરીંગ, બંને પગમાં વાગી ગોળી

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને સાથે રાખીને પોલીસ તપાસ કરી રહી તે દરમિયાન તેણે પોલીસ પર હુમલો કર્યો અને ભાગવાનો પ્રયસ કર્યો હતો.

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમ પર પોલીસનું ફાયરીંગ
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમ પર પોલીસનું ફાયરીંગ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 11, 2025 at 7:45 AM IST

|

Updated : December 11, 2025 at 1:50 PM IST

3 Min Read
Choose ETV Bharat

રાજકોટ: આટકોટ નજીક કાનપર ગામની સીમમાં ખેતમજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ ત્રણ સંતાનના પિતા એવા નરાધમે પીંખી નાખી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં નરાધમને ઝડપી પાડ્યો હતો.

આરોપીને જ્યારે કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન તેને પોલીસ પર હુમલો કરીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાને પગલે પોલીસે પોતાના સ્વ બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કરીને આરોપીને રોક્યો, જેમાં તેના બંને પગમાં ગોળી વાગી હતી.

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમ પર પોલીસનું ફાયરીંગ (Etv Bharat Gujarat)

આરોપી 15 ડિસેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર

ઉલ્લેખનીય છે કે, આરોપી રામસિંગ તેરસિંગ ડડવેજર વાળાને ગઈકાલે 10 ડિસેમ્બરના રોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 15 ડિસેમ્બર 2025ના સાંજના 5 વાગ્યા સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો
પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો (Etv Bharat Gujarat)

હવે પોલીસ બની ફરિયાદી

એલ.સી.બી. શાખાના પો.સબ.ઈન્સ. એચ.સી. ગોહિલની ફરિયાદ મુજબ, આટકોટ પો.સ્ટે.ના પોક્સો એક્ટ હેઠળના ગુનાના આરોપી રેમસિંગ ઉર્ફે રામસિંગ તેરસિંગ હુડવા (ઉ.વ. આશરે ૩૧)ને પુરાવા એકત્રિત કરવા માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લેવાયો હતો. બુધવારે રાત્રે આશરે 9 વાગ્યાની આસપાસ, એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની સંયુક્ત ટીમ આરોપીને તેના જણાવ્યા મુજબના સ્થળ, જૂના પીપળીયાની સીમમાં લઈ ગઈ હતી. મુદ્દામાલ (લોખંડનો સળિયો) કબ્જે કર્યા બાદ આરોપીને પરત વાહનમાં બેસાડવાની કાર્યવાહી ચાલતી હતી ત્યારે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે સ્વબચાવમાં કર્યુ ફાયરિંગ
પોલીસે સ્વબચાવમાં કર્યુ ફાયરિંગ (Etv Bharat Gujarat)

પોલીસ પર હુમલો કરી ભાગવાનો કર્યો પ્રયાસ

પોલીસ કસ્ટડીમાંથી નાસી જવાની તક ઝડપી લઈને આરોપી રામસિંગે અચાનક નજીકમાં પડેલું લોખંડના હાથાવાળું ધારીયું ઉઠાવી લીધું અને "ચલા જાવ માર દુગા" (ચાલ્યા જાવ મારી નાખીશ)ની બૂમો પાડી પોલીસ પાર્ટી પર જનુનથી હુમલો કર્યો. આરોપીએ પો.હેડ.કોન્સ. ધર્મેશભાઈ ભનુભાઈ બાવળીયાને જાનથી મારી નાખવાના ઈરાદે માથાના ભાગે ઘા મારવાનો પ્રયાસ કર્યો. ધર્મેશભાઈએ માથું નમાવી લેતા તેમને ડાબા હાથના બાવડા ઉપર ગંભીર ઈજા થઈ અને ત્યારબાદ આરોપીએ બીજો ઘા છાતીના ભાગે માર્યો.

આરોપી અને ઈજાગ્રસ્ત પોલીસકર્મીને હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા
આરોપી અને ઈજાગ્રસ્ત પોલીસકર્મીને હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા (Etv Bharat Gujarat)

પોલીસે સ્વબચાવમાં કર્યુ ફાયરિંગ

પોલીસ અધિકારીઓ પર જીવલેણ હુમલો થતાં અને વધુ જાનહાનિ થવાનો ભય જણાતાં, ફરિયાદી પો.સબ.ઈન્સ. એચ.સી. ગોહિલ અને એસ.ઓ.જી. શાખાના પો.સબ.ઈન્સ. કે. એમ. ચાવડાએ તાત્કાલિક સમય સૂચકતા વાપરી સ્વબચાવમાં અને અન્ય પોલીસકર્મીઓના જીવ બચાવવા માટે, તેમજ આરોપી અંધારાનો લાભ લઈને નાસી ન જાય તે માટે, પોતપોતાના સર્વિસ વેપનમાંથી એક-એક રાઉન્ડ ફાયરિંગ કર્યું.

પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા આરોપીના બંને પગમાં વાગી ગોળી
પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા આરોપીના બંને પગમાં વાગી ગોળી (Etv Bharat Gujarat)

આરોપીને બંને પગમાં વાગી ગોળી

આ બંને રાઉન્ડ આરોપી રેમસિંગના બંને પગમાં ઘૂંટણની નીચેના ભાગે વાગતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. ત્યારબાદ એ.એસ.આઈ. ઈન્દ્ર સિંહ જાડેજા અને પો.હેડ.કોન્સ. ભગીરથસિંહ જાડેજાએ સાવચેતીપૂર્વક આરોપીના હાથમાંથી ધારીયું આંચકી લીધું હતું. આ બનાવ બાદ તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સને બોલાવી ઘાયલ પો.હેડ.કોન્સ. ધર્મેશભાઈ બાવળીયાને અને ઈજાગ્રસ્ત આરોપી રેમસિંગને સારવાર અર્થે આટકોટ કે.ડી.પી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વિવિધ કલમો હેઠળ કાર્યવાહી

આ સમગ્ર ગંભીર બનાવ અંગે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 109(1), 121(1), 132, 262 (સામાન્ય રીતે પોલીસ પર હુમલો કરવો, કાયદેસરની ધરપકડમાંથી નાસી જવાનો પ્રયાસ, વગેરે સંબંધિત) તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને આ મામલાની તપાસ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિભાગના ગોંડલ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલા ચલાવી રહ્યા હોવાની માહિતી બહાર આવી રહી છે.

નરાધમ રામસિંગ ત્રણ સંતાનનો પિતા
નરાધમ રામસિંગ ત્રણ સંતાનનો પિતા (Etv Bharat Gujarat)

નરાધમે 6 વર્ષની માસુમને પીંખી નાખી

નોંધનીય છે કે, રાજકોટ જિલ્લાના આટકોટમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપી રામસિંગ તેરસિંગ ડડવેજર વાળા પર પોલીસે સ્વ-બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું. આરોપીએ તપાસ દરમિયાન પોલીસ પાર્ટી પર લોખંડના તીક્ષ્ણ હથિયારથી (ધારિયા) હુમલો કર્યો હતો, જેમાં LCBના કર્મચારીને ઇજા પહોંચી હતી.

પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા આરોપીના બંને પગમાં વાગી ગોળી
પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા આરોપીના બંને પગમાં વાગી ગોળી (Etv Bharat Gujarat)

હેવાનીયતની હદ વટાવી

રાજકોટ જિલ્લાના જસદણના આટકોટના કાનપરની સીમમાં વાડીમાં કામ કરતા દાહોદના દંપતીની 6 વર્ષની પુત્રી રમી રહી હતી. બાજુના ખેતરમાં કામ કરતા રામસિંગની નજર તેના પર પડી. તેણે બાળકીને પાણીની ટાંકી પાછળ લઈ જઈ પાશવી દુષ્કર્મ આચર્યું અને તેના ગુપ્તભાગમાં સળિયો ઘૂસાડી દીધો અને બાળકીને ગંભીર હાલતમાં છોડી નાસી ગયો. પરિવારએ શોધ કરતાં બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી. અને તેને તાત્કાલિક જનાના હોસ્પિટલ લઈ જતાં બનાવની ખબર પડી હતી.

Last Updated : December 11, 2025 at 1:50 PM IST