ETV Bharat / state

ભાવનગરમાં જન્માષ્ટમીને લઈને લોકમેળાનું આયોજન, બે દિવસ આ કલાકારો મુલાકાતીઓને ડોલાવશે, બાળકોને માટે મફત રાઇડ્સ

ભાવનગર શહેરમાં વર્ષ 2026 ના જન્માષ્ટમી લોકમેળાનું આયોજન જવાહર મેદાન ખાતે કરવામાં આવ્યું છે.

ભાવનગરમાં જન્માષ્ટમીને લઈને લોકમેળાનું આયોજન
ભાવનગરમાં જન્માષ્ટમીને લઈને લોકમેળાનું આયોજન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 31, 2026 at 7:07 PM IST

1 Min Read
Choose ETV Bharat

ભાવનગર: ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી જેવા તહેવારને પગલે બે દિવસના લોકમેળાનું આયોજન કર્યું છે. મહાનગરપાલિકા દ્વારા જવાહર મેદાન ખાતે લોકમેળાનું આયોજન શહેરવાસીઓ માટે બે દિવસને લઈને કરવામાં આવ્યું છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ શાળાના વિદ્યાર્થીઓ માટે મફત રાઈડ્સની વ્યવસ્થા વગેરેનું આયોજન કરાયું છે. ચાલો જાણીએ

ભાવનગરમાં જન્માષ્ટમીને લઈને લોકમેળાનું આયોજન (ETV Bharat Gujarat)

રાઇડ્સ બાળકો માટે મફત
ભાવનગર શહેરમાં વર્ષ 2026 ના જન્માષ્ટમી લોકમેળાનું આયોજન જવાહર મેદાન ખાતે કરવામાં આવ્યું છે. ત્યારે ડેપ્યુટી કમિશનર એમ.એમ હિરપરાએ જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્ય પૂર્વ અને પશ્ચિમના સહયોગથી જન્માષ્ટમી લોકમેળા 2026નું આયોજન કરાયું છે. આયોજન તારીખ 2 થી 4 તારીખ સુધીનું રહેવાનું છે. જેનો સમય સાંજે 6 થી 12 કલાકનો રહેશે. આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકગાયકો આવવાના હોય સાથે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના જે બાળકો હોય તેને મફત રાઈડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ભાવનગરમાં જન્માષ્ટમીને લઈને લોકમેળાનું આયોજન
ભાવનગરમાં જન્માષ્ટમીને લઈને લોકમેળાનું આયોજન (ETV Bharat Gujarat)

આ કલાકારો ડોલવશે શહેરવાસીઓને
ડેપ્યુટી કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેમાં કલાકારોમાં જોઈએ તો ઉર્વશીબેન રાદડિયા, અપેક્ષાબેન પંડ્યા, વિવેકભાઈ સાંચડા જેવા કલાકારો પણ આવવાના છે. જન્માષ્ટમી મેળામાં 24 જેટલા સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે સખીમંડળની બહેનો હોય છે તેને ચીજ વસ્તુઓ માટે વ્યવસ્થા કરાઈ છે. સાથે ફૂડ કોર્ટ અને મહાનગરપાલિકાના વિકાસના કામોની ઝાંખીનું પ્રદર્શન પણ મૂકવામાં આવનાર છે.

ભાવનગરમાં જન્માષ્ટમીને લઈને લોકમેળાનું આયોજન
ભાવનગરમાં જન્માષ્ટમીને લઈને લોકમેળાનું આયોજન (ETV Bharat Gujarat)

હાલમાં તૈયારી અને આટલા લોકો માટે વ્યવસ્થા
મહાનગરપાલિકા દ્વારા બે દિવસ યોજવામાં આવનાર કાર્યક્રમને લઈને ડેપ્યુટી કમિશનર એમ.એમ હિરપરાએ વધુમાં જણાવ્યું હતું કે, સ્ટેજ ઉપર બહારથી આવતા કલાકારોની સાથે સ્થાનિક કલાકારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે ચારથી પાંચ હજાર જેટલા લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તારીખે શરૂ થનારા મેળાને લઈને હાલ જવાહર મેદાનમાં જોરશોરથી કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્ય સ્ટેજ મંડપ સ્ટોલ વગેરે જેવી તૈયારીઓ અને આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે.

ભાવનગરમાં જન્માષ્ટમીને લઈને લોકમેળાનું આયોજન
ભાવનગરમાં જન્માષ્ટમીને લઈને લોકમેળાનું આયોજન (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. જન્માષ્ટમી પર દ્વારકા જવાનું વિચારો છો? તો દર્શનનો નવો સમય જાણી લો
  2. યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીની થશે ભવ્ય ઉજવણી, ભગવાન શામળીયાના દર્શન માટે વિશેષ સમયપત્રક જાહેર