સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર શોની તૈયારીઓ શરૂ, ‘ભારત એક ગાથા’ સહિતની થીમ પર થશે આયોજન
‘ભારત એક ગાથા’ની થીમ વર્ષ-2026માં ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવશે.

Published : December 15, 2025 at 5:28 PM IST
અમદાવાદ: અમદાવાદ શહેરમાં વર્ષ-2026 માટે ‘ફ્લાવર શો’ની તૈયારીઓ ચાલી રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી સેન્ટર પર ભવ્ય ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવશે, જેના માટે જુદાજુદા શિલ્પ અને દેશ-વિદેશના ફૂલો માટે ઝોન બનાવવામાં આવી રહ્યો છે. ‘ભારત એક ગાથા’ની થીમ વર્ષ-2026માં ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવશે.
અમદાવાદ વિકાસનું પ્રતિનિધિત્વ કરવા માટે ફૂલોના શિલ્પ તૈયાર કરવામાં આવશે. આ શિલ્પ બનાવવાની કામગીરી હાલમાં સાબરમતી રિવરફ્રન્ટ પર કરવામાં આવેલી છે. ઉપરાંત ગુજરાતી સંસ્કૃતિ દર્શાવતા સ્ટોલ અને પ્રદર્શન પણ હશે જેમાં ગુજરાતની સંસ્કૃતિ ગુજરાતનો ઇતિહાસ નિદર્શાવવામાં આવશે. 2.50 કરોડના ખર્ચે આ ફ્લાવર શો બનાવવામાં આવશે. અત્યારે ફ્લાવર શો બનાવવા માટે ફ્લાવર પાર્ક સામાન્ય જનતા માટે બંધ કરવામાં આવ્યું છે. અમદાવાદના વિકાસ સાથે જોડાયેલા મહત્વના પ્રોજેક્ટના મોડલ તેમજ ‘ઓપરેશન સિંદૂર’, ‘કોમનવેલ્થ ગેમ્સ’ જેવી વિશેષ થીમ પણ ફ્લાવર શો માં જોવા મળશે.
આ અંગે રી-ક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરે છે. આ વર્ષે પણ ‘ભારત એક ગાથા’ની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. આ ફ્લાવર શોમાં અલગ-અલગ ઝોન રહેશે અને આ અલગ-અલગ ઝોનની અંદર ભારતના ઉત્સવ, ભારતના નાટ્ય સંસ્કૃતિ, સરદાર પટેલની 150મી જન્મ જયંતી, વિવિધ ભાષાઓના ઉત્સવ, કોમનવેલ્થ ગેમ્સ અને દેશને લગતા સારા પ્રયાસોને આ ફ્લાવર શોમાં ઉજાગર પ્રતીતિરૂપે દર્શાવવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ફુલાવર શોની તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. જાન્યુઆરી 2026ના પહેલા અઠવાડિયામાં આ ફ્લાવર શો જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવશે.

આ ફ્લાવર શો માટે વિવિધ રાજ્યો તેમજ વિદેશમાંથી લાવવામાં આવતા ફ્લાવર જોવા માટે દેશ દુનિયાથી લોકો આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ યુરોપિયન દેશો ચીન, થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર, જર્મની અને આફ્રિકાથી વિવિધ ફૂલો મંગાવવામાં આવશે. ફ્લાવર શો જોવા માટે આવતા નાગરિકોની સગવડની સાથે ફૂડ કોર્ટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

વર્ષ-2025માં 15 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી અને આ વખતે પહેલીવાર લોકોને જુદાજુદા શિલ્પો દ્વારા ભારતના ગૌરવશાળી ઇતિહાસને જોવાનો મોકો મળશે, જેમાં ‘ઓપરેશન સિંદૂર’ સહિતની મહત્વપૂર્ણ ઘટનાઓ અને દેશ અને ગુજરાતના મુખ્ય પ્રોજેક્ટ પણ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:
- 'વિપુલ' મનોબળ, દિવ્યાંગ હોવા છતાં આ વ્યક્તિ છેલ્લાં 11 વર્ષથી સર કરે છે ગિરનાર
- આજથી ધનુર્માસનો પ્રારંભ, ડાકોરમાં રાજાધિરાજ માટે ભોગમાં શું હશે?
- કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરની વધી મુશ્કેલી, કુલ 25 લોકો સામે FIR દાખલ, જાણો શું છે સમગ્ર મામલો ?
- જુનાગઢ પોલીસે 13 કરોડથી વધારે સાયબર ફ્રોડનો કર્યો ખુલાસો, 8ની અટકાયત

