ETV Bharat / state

જામનગરના વીજ લાઈન અસરગ્રસ્ત ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતને 4 લાખના બદલે 24 લાખ રૂપિયા મળશે!

સરકાર, ખેડૂત તેમજ ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડર કંપનીના વેલ્યુઅર દ્વારા રજૂ કરવામાં આવેલા વેલ્યુએશનમાંથી લોટરી સિસ્ટમ દ્વારા દર નક્કી કરવામાં આવ્યા હતા

સરકાર, ખેડૂત તેમજ ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડર કંપનીના વેલ્યુઅર દ્વારા રજૂ કરવામાં આવેલા વેલ્યુએશનમાંથી લોટરી સિસ્ટમ દ્વારા દર નક્કી કરવામાં આવ્યા હતા
સરકાર, ખેડૂત તેમજ ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડર કંપનીના વેલ્યુઅર દ્વારા રજૂ કરવામાં આવેલા વેલ્યુએશનમાંથી લોટરી સિસ્ટમ દ્વારા દર નક્કી કરવામાં આવ્યા હતા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 27, 2026 at 8:50 PM IST

2 Min Read
Choose ETV Bharat

જામનગર: જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પસાર થતી પાવર ટ્રાન્સમિશન લાઈનોના કારણે અસરગ્રસ્ત બનેલા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી ખેડૂતોને જૂની જંત્રી આધારિત વળતર ચૂકવવામાં આવતું હોવાથી તેમને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતો હતો અને ખેડૂતો દ્વારા આ અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા તાજેતરમાં 4 જુલાઈ 2026 ના રોજ બજાર કિંમત આધારિત નવી વળતર નીતિ અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ નવી વળતર નીતિ મુજબ, પાવર ટ્રાન્સમિશન લાઈનના ટાવર ઉભા કરવા માટે રોકાયેલી જમીન ઉપરાંત વધારાની 1 મીટર જમીનને ગણતરીમાં લઈને કુલ જમીન માટે પ્રવર્તમાન બજાર ભાવના 2 ગણી રકમ ખેડૂતને વળતર પેટે ચૂકવવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે.

જામનગર જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતોને આ નવી નીતિનો તાત્કાલિક અને સીધો લાભ મળી રહે તે હેતુથી ગત તા. 24 ઓગસ્ટ 2026ના રોજ કલેક્ટર કચેરી ખાતે લાલપુર તાલુકાના કાનવીરડી ગામના વિવિધ સર્વે નંબરો માટે માર્કેટ રેટ કમિટીની મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પૂર્ણ પારદર્શક પદ્ધતિ અપનાવવામાં આવી હતી. જેમાં સરકારના અધિકૃત વેલ્યુઅર, ખેડૂતોના વેલ્યુઅર તેમજ ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડર કંપનીના વેલ્યુઅર દ્વારા રજૂ કરવામાં આવેલા વેલ્યુએશનમાંથી લોટરી સિસ્ટમ દ્વારા દર નક્કી કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા મારફતે ખેડૂત અને કંપનીના વેલ્યુઅર દ્વારા નક્કી થયેલા દરને આધારે જમીનની યોગ્ય અને આખરી બજાર કિંમત નક્કી કરવામાં આવી છે. નવી પારદર્શક નીતિના અમલીકરણથી ખેડૂતોને અગાઉની જંત્રી આધારિત સિસ્ટમ કરતાં અંદાજે 300 થી 600 ગણું વધુ વળતર મળશે.

સરકાર, ખેડૂત તેમજ ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડર કંપનીના વેલ્યુઅર દ્વારા રજૂ કરવામાં આવેલા વેલ્યુએશનમાંથી લોટરી સિસ્ટમ દ્વારા દર નક્કી કરવામાં આવ્યા હતા (ETV Bharat Gujarat)
ઉદાહરણ તરીકે, કાનવીરડી ગામ (સર્વે નંબર 109): વર્ષ 2011 ની જૂની જંત્રી મુજબ પ્રતિ ચોરસ મીટરના માત્ર રૂપિયા 43 ના ભાવે ખાતેદારને કુલ રૂપિયા 4,37,699નું વળતર મળવાપાત્ર થતું હતું. નવા માર્કેટ રેટ મુજબ માર્કેટ રેટ કમિટી દ્વારા પ્રતિ ચોરસ મીટરના રૂપિયા 885 મંજૂર કરાતાં હવે આ જ ખાતેદારને 24,33,348 નું માતબર વળતર મળશે. સરકારના આ ખેડૂતલક્ષી અભિગમ અને માર્કેટ રેટ કમિટીના પારદર્શક નિર્ણયથી જામનગર જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે આનંદ અને સંતોષની વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો: