ETV Bharat / state

અમદાવાદના ફ્લાવર શોની સુંદરતાથી મોહિત થયા PM મોદી, તસવીરો પોસ્ટ કરીને જુઓ શું કહ્યું?

અમદાવાદમાં ફ્લાવર શોને સતત ત્રીજા વર્ષે ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું, વડાપ્રધાન મોદીએ શેર કરી તસવીરો

PM મોદીએ અમદાવાદ ફ્લાવર શોની તસવીરો કરી શેર
PM મોદીએ અમદાવાદ ફ્લાવર શોની તસવીરો કરી શેર (x.com/narendramodi)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 2, 2026 at 4:41 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદમાં 1 જાન્યુઆરીથી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોમાં સતત ત્રીજા વર્ષે ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટ X પર ફ્લાવર શોની કેટલીક તસવીરો શેર કરી હતી.

અમદાવાદ ફ્લાવર શોની PM મોદીએ શેર કરી તસવીરો

વડાપ્રધાન મોદીએ અમદાવાદ ફ્લાવર શોની તસવીરો શેર કરતા X પર લખ્યુ, "અમદાવાદનો ફ્લાવર શો ચોક્કસ બધાને મોહિત કરશે! તે સર્જનાત્મકતા અને જનભાગીદારીનું એક અદ્ભુત ઉદાહરણ છે. તે શહેરની જીવંત ભાવના અને પ્રકૃતિ સાથેના તેના જોડાણને સુંદર રીતે દર્શાવે છે. આ ફ્લાવર શોની ભવ્યતા અને કલ્પના દર વર્ષે કેવી રીતે વધતી રહે છે તે જોવું પણ પ્રેરણાદાયક છે. અહીં ફ્લાવર શોની કેટલીક મનમોહક તસવીરો છે...

આ સાથે જ વડાપ્રધાન મોદીએ લખ્યુ, "અમદાવાદ ફ્લાવર શો સર્જનાત્મકતા, ટકાઉપણું અને સમુદાય ભાગીદારીને એકસાથે લાવે છે, જ્યારે શહેરની જીવંત ભાવના અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને સુંદર રીતે પ્રદર્શિત કરે છે. વર્ષોથી આ ફ્લાવર શોમાં કદ અને કલ્પનાશક્તિ કેવી રીતે વધી છે તે પણ પ્રશંસનીય છે."

PM મોદીએ અમદાવાદ રિવરફ્રન્ટ પર આયોજિત ફ્લાવર શોની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં બુલેટ ટ્રેન, નટરાજ, ઉતરાયણ, વેલકમ કોમનવેલ્થ ગેમ્સ 2030, ઇસરો, શિવજીનું એક સ્કલ્પચર મુખ્ય હતું.

ફ્લાવર શોને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા મુખ્યમંત્રીએ પ્રશંસા કરી

અમદાવાદના ફ્લાવર શોને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીએ લખ્યુ, "આપણઆ બધા માટે ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14મા ફ્લાવર શોમાં આ વર્ષે બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યા. વિશ્વના સૌથી મોટા ફૂલ મંડલા અને સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ફૂલોના ચિત્ર સાથે - અમદાવાદ ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે વિશ્વ રેકોર્ડની હેટ્રિક હાંસલ કરી છે. અમદાવાદ ફ્લાવર શોએ અગાઉ 2024 માં વિશ્વની સૌથી ઊંચી ફૂલ રચના અને 2025માં વિશ્વની સૌથી મોટી ફૂલોની ગુલદસ્તો બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ કર્યો હતો. 2026 માં બે નવા વર્લ્ડ રેકોર્ડ સાથે, આ ઇવેન્ટ સર્જનાત્મકતા અને ઉત્તમ આયોજન કૌશલ્યનું એક અનોખું ઉદાહરણ બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આયોજિત, આ ફ્લાવર શો અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટીને વૈશ્વિક મંચ પર એક અનોખી ઓળખ આપી રહ્યો છે. આ ફ્લાવર શો ફક્ત ફૂલોનું પ્રદર્શન નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક વારસા, રાષ્ટ્રીય એકતા અને આધુનિક ભારતની સર્જનાત્મક શક્તિનો ભવ્ય ઉજવણી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદના તમામ નાગરિકોને આ ભવ્ય સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન.

આ પણ વાંચો: