ETV Bharat / state

PM મોદી આજથી 3 દિવસ ગુજરાતમાં, સોમનાથ દાદાના સાનિધ્યમાં સ્વાભિમાન પર્વમાં આપશે હાજરી

PM મોદી આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, સોમનાથમાં તેઓ સ્વાભિમાન પર્વમાં હાજરી આપશે.

PM મોદી સોમનાથ દાદાના સાનિધ્યમાં સ્વાભિમાન પર્વમાં આપશે હાજરી
PM મોદી સોમનાથ દાદાના સાનિધ્યમાં સ્વાભિમાન પર્વમાં આપશે હાજરી (ANI)
author img

By ANI

Published : January 10, 2026 at 9:41 AM IST

|

Updated : January 10, 2026 at 11:38 AM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 10, 11 અને 12 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આજે તેઓ સોમનાથની મુલાકાત લેશે અને સોમનાથ દાદાના સાનિધ્યમાં ચાલી રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. પીએમ મોદી આજે 10 જાન્યુઆરીએ રાત્રે 8 વાગ્યે, ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે, ત્યારબાદ સોમનાથ મંદિરમાં ડ્રોન શો યોજાશે.

પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, 11 જાન્યુઆરીએ સવારે 9:45 વાગ્યે, પ્રધાનમંત્રી શૌર્ય યાત્રામાં ભાગ લેશે, જે સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનારા અસંખ્ય યોદ્ધાઓના સન્માનમાં આયોજિત એક ઔપચારિક શોભાયાત્રા છે. શૌર્ય યાત્રામાં 108 ઘોડાઓની પ્રતીકાત્મક શોભાયાત્રા હશે, જે બહાદુરી અને બલિદાનનું પ્રતીક છે.

સવારે 10:15 વાગ્યે, પ્રધાનમંત્રી સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને પ્રાર્થના કરશે. સવારે 11 વાગ્યે, પ્રધાનમંત્રી સોમનાથ ખાતે એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને સંબોધન કરશે.

8 થી 11 જાન્યુઆરી, 2026 દરમિયાન સોમનાથમાં યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન ભારતના અસંખ્ય નાગરિકોના બલિદાનને યાદ કરવા માટે કરવામાં આવી રહ્યું છે, જેમણે મંદિરના રક્ષણ માટે પોતાના પ્રાણની આહૂતિ આપી જે ભવિષ્યની પેઢીઓને સાંસ્કૃતિક ચેતના અને પ્રેરણા આપતા રહેશે.

આ કાર્યક્રમ 1026 મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર થયેલા હુમલાની 1000મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહ્યો છે. સદીઓથી તેને નષ્ટ કરવાના વારંવાર પ્રયાસો છતાં, સોમનાથ મંદિર આજે સ્થિતિ સ્થાપકતા, શ્રદ્ધા અને રાષ્ટ્રીય ગૌરવના શક્તિશાળી પ્રતીક તરીકે ઉભું છે, જે સામૂહિક સંકલ્પ અને તેને તેના પ્રાચીન ગૌરવમાં પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોને આભારી છે.

આધિકારીક યાદીમાં જણાવાયું છે કે, સ્વતંત્રતા પછી, સરદાર પટેલે મંદિરને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસનું નેતૃત્વ કર્યું હતું. પુનઃસ્થાપનની આ યાત્રામાં સૌથી મહત્વપૂર્ણ સીમાચિહ્નો પૈકી એક 1951માં પ્રાપ્ત થયું હતું, જ્યારે પુનઃસ્થાપિત સોમનાથ મંદિરને તત્કાલીન ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં ભક્તો માટે ઔપચારિક રીતે ખોલવામાં આવ્યું હતું. 2026માં આ ઐતિહાસિક પુનઃસ્થાપનની 75મી વર્ષગાંઠ સોમનાથ સ્વાભિમાન પર્વને વિશેષ મહત્વ આપે છે.

દેશભરમાંથી સેંકડો સંતો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યાં છે, સાથે મંદિર સંકુલમાં 72 કલાક સુધી સતત 'ઓમ'નો જાપ કરશે. સોમનાથ સ્વાભિમાન પર્વમાં પ્રધાનમંત્રીની ભાગીદારી ભારતની સભ્યતાની સ્થાયી ભાવનાને પ્રતિબિંબિત કરે છે અને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જાળવવા અને ઉજવવા માટેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.

મહત્વપૂર્ણ છે કે, પોતાના ત્રણ દિવસ ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી સોમનાથ ઉપરાંત રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું ઉદ્ધાટન કરાવશે, ત્યાર બાદ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલનો શુભારંભ કરાવશે.

  1. PM મોદીનો ગુજરાત પ્રવાસ, 12 જાન્યુઆરીએ અમદાવાદમાં પતંગ મહોત્સવનો કરાવશે પ્રારંભ
  2. સોમનાથમાં સાધુ-સંતોની ભવ્ય પદયાત્રા, ડમરૂના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી ધામ ભક્તિમય
Last Updated : January 10, 2026 at 11:38 AM IST