સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિજય પર PM મોદીએ કહ્યું, 'ગુજરાત અને ભાજપ સંબંધ વધુ ગાઢ અને અખંડ બન્યો'
રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓ પર ભાજપે શાનદાર પ્રદર્શન કરી જીત મેળવી છે

Published : April 28, 2026 at 7:49 PM IST
અમદાવાદ: ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપને ભવ્ય જીત મળી છે. રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓ પર ભાજપે શાનદાર પ્રદર્શન કરી જીત મેળવી છે. આ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીતેલા ઉમેદવારો, કાર્યકર્તાઓ સહિત સમગ્ર ગુજરાત ભાજપને શુભેચ્છાઓ પાઠવી તેમની કામગિરીને બિરદાવી છે.
વડાપ્રધાને X પર ટ્વીટ કરતા જણાવ્યું કે, 'હું ગુજરાત ભાજપ કાર્યકર્તાઓના વિશાળ પરિવારને તેમના પાયાના સ્તરે પ્રયાસો માટે બિરદાવવા માંગુ છું. તેમણે હંમેશા લોકો વચ્ચે કામ કર્યું છે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ કર્યું છે. આ જ કારણ છે કે અમારો પક્ષ વારંવાર ગુજરાતની પસંદગીનો પક્ષ રહ્યો છે.'
I would like to applaud the large family of Gujarat BJP Karyakartas for their efforts at the grassroots. They have always worked among the people and addressed their problems. This is why our Party has time and again been the preferred choice of Gujarat.
— Narendra Modi (@narendramodi) April 28, 2026
તેમણે વધુમાં કહ્યું કે, 'ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંબંધ હવે વધુ ગાઢ અને અખંડ બન્યો છે!
રાજ્યભરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન અને જનાદેશ બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.'
The bond between Gujarat and the BJP gets even stronger!
— Narendra Modi (@narendramodi) April 28, 2026
Gratitude to the people of Gujarat for a sweeping mandate in the Mahanagarpalika, Nagarpalika, Taluka Panchayat and Zilla Panchayat elections held across the state. The people have voted for politics of good governance,…
મુખ્યમંત્રીએ પણ પાઠવી શુભેચ્છાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ સૌ વિજેતા ઉમેદવારોને, પક્ષના દેવદુર્લભ કાર્યકર્તાઓને તથા પક્ષના શીર્ષ નેતૃત્વને હાર્દિક અભિનંદન.
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 28, 2026
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે છેલ્લા ત્રણ દાયકામાં વિકાસની… pic.twitter.com/6LIuCtH0zo
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મળેલી પ્રચંડ જીત બદલ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે, જ્યારે રાજ્યની જનતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે. તેમણે એક્સ પર એક પોસ્ટ કરી જેમાં કહ્યું, 'ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ સૌ વિજેતા ઉમેદવારોને, પક્ષના દેવદુર્લભ કાર્યકર્તાઓને તથા પક્ષના શીર્ષ નેતૃત્વને હાર્દિક અભિનંદન. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે છેલ્લા ત્રણ દાયકામાં વિકાસની હરણફાળ ભરી છે. ગરીબ, યુવાન, અન્નદાતા, નારીશક્તિ સહિત સમાજના દરેક વર્ગના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો છે. ભાજપાના કાર્યકર્તા રાષ્ટ્રસેવા અને જનસેવાના મંત્ર સાથે છેવાડાના નાગરિકોના ઉત્કર્ષ માટે સતત કર્તવ્યરત રહ્યા છે. વિકાસની આ જ રાજનીતિના કારણે જનતાનો વિશ્વાસ અવિરત ભાજપા પર રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને આ યશસ્વી વિજય અપાવવા બદલ રાજ્યના નાગરિકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આ જીત માત્ર ભાજપની નહીં, આ જીત વિકાસની છે, આ જીત ગુજરાતની છે'. જય જય ગરવી ગુજરાત.
આ પણ વાંચો:

