ETV Bharat / state

ગાંધીનગરમાં CID ક્રાઇમના PI અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

બંને અધિકારીઓએ ફરિયાદી અને તેના મિત્ર વિરુદ્ધ નોંધાયેલા કોલ સેન્ટર સંબંધિત ગુનામાં કોઈ કાર્યવાહી ન કરવા સામે આ લાંચની માંગણી કરી હતી.

ગાંધીનગરમાં CID ક્રાઇમના PI અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા
ગાંધીનગરમાં CID ક્રાઇમના PI અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 15, 2025 at 8:05 PM IST

1 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ આજે એક મોટી કાર્યવાહી કરીને CID ક્રાઇમ ગાંધીનગરના પોલીસ ઇન્સ્પેક્ટર પેથાભાઇ કરમશીભાઇ પટેલ અને આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઇ બાબુભાઇ દેસાઇને 30 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ બંને અધિકારીઓએ ફરિયાદી અને તેના મિત્ર વિરુદ્ધ નોંધાયેલા કોલ સેન્ટર સંબંધિત ગુનામાં કોઈ કાર્યવાહી ન કરવા સામે આ લાંચની માંગણી કરી હતી.

ACBના જણાવ્યા અનુસાર, CID ક્રાઇમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં 2024માં નોંધાયેલા ગુ.ર.નં. 22/2024 હેઠળના ગુનામાં ફરિયાદી અને તેના મિત્રને કોઈ તકલીફ ન પડે તે માટે પી.કે. પટેલ અને વિપુલ દેસાઇએ 30 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ લાંચ આપવાની ના પાડતા ACBનો સંપર્ક કર્યો હતો.

આજે સવારે ACBએ છટકું ગોઠવીને ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં સ્વાગત સિટી મોલથી આગળ જાહેર રોડ પર આવેલી 'ધી ઓફિસીસ હરી ગ્રુપ' નામની નવી બનતી સાઇટ આગળ ટ્રેપ ગોઠવ્યું હતું. છટકા દરમિયાન આરોપી કોન્સ્ટેબલ વિપુલ દેસાઇએ ફરિયાદી પાસેથી 30 લાખ રૂપિયા સ્વીકાર્યા, જ્યારે પી.આઇ. પેથાભાઇ પટેલે દૂરથી સંમતિ આપી હતી. બંનેએ એકબીજાને મદદ કરીને આ ગુનો આચર્યો હતો.

ACBએ લાંચની પૂરી 30 લાખ રૂપિયાની રકમ રિકવર કરી લીધી છે અને બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે.

આ ઘટનાએ પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારના મુદ્દે ફરી એકવાર ચર્ચા જગાવી છે. ACBના અધિકારીઓએ જણાવ્યું કે, આવા કેસોમાં નાગરિકોની ફરિયાદોને કારણે જ આવી સફળ કાર્યવાહીઓ શક્ય બને છે.

આ પણ વાંચો: