સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સમર્થનમાં આવ્યો પટેલ સમાજ અને ખેડૂતો, તંત્ર પાસે કરી આ માંગ
સુરેન્દ્રનગરના જરવલા ગામે ખેડૂતો અને પટેલ સમાજના આગેવાનો દ્વારા એક બેઠક યોજવામાં આવી અને રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ ન કરવાની માંગ કરવામાં આવી. RAJENDRA PATEL SUSPENDED

Published : January 5, 2026 at 8:02 AM IST
|Updated : January 5, 2026 at 8:51 AM IST
સુરેન્દ્રનગર: તાજેતરમાં સુરેન્દ્રનગરમાં પૂર્વ કલેક્ટર અને 2015ની બેચના IAS અધિકારી રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાને ઇડી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમની સામે કાર્યવાહી દરમિયાન તેમની ધરપકડ પણ કરવામાં આવી છે, અને તેમના રિમાન્ડ પણ માંગવામાં આવી રહ્યા છે, અને તેમની પૂછપરછ પણ ઇડી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.
આ ઘટનાને લઈને તેમજ જમીન કૌભાંડ કર્યા હોવા મુદ્દે અને જમીનનો હેતુફેર કરવા મુદ્દે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી બાદ હવે રિમાન્ડ દરમિયાન પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની પૂછપરછ પણ શરૂ કરવામાં આવશે.
એક તરફ રાજેન્દ્ર પટેલની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ તેમના સમર્થનમાં ખેડૂતો અને પટેલ સમાજ ઉતરી આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જરવલા ખાતે ખેડૂતો અને પટેલ સમાજના આગેવાનો દ્વારા આ અંગે એક બેઠક યોજવામાં આવી અને રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ ન કરવાની માંગ કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં ગણોત્તરના પ્રશ્નનો નિરાકરણ રાજેન્દ્ર પટેલ દ્વારા લાવવામાં આવ્યા હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે અને આ મુદ્દે પટેલ સમાજના આગેવાનોએ પણ સમર્થન આપ્યું છે, અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત માંડલ ખાતે પણ પટેલ સમાજના આગેવાનો અને ખેડૂતો એકત્રિત થવા જઈ રહ્યાં છે અને સરકાર સુધી રજૂઆત કરવાની તૈયારી પણ દેખાડવામાં આવી છે, એક તરફ ઇડી વિભાગ દ્વારા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમને રિમાન્ડ ઉપર રાખવામાં આવ્યા છે, તેમના દ્વારા 1500 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શંકા ઈડી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, અને આ આધારે પૂછપરછ ચાલી રહી છે.
બીજી તરફ પટેલ સમાજ અને ખેડૂતો પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં ઉતરી આવ્યા છે, અને તેમને સસ્પેન્ડ કરવામાં ન આવે તેવી માંગ સાથે સોમવારે માંડલ ખાતે સંમેલન યોજવાની તૈયારી દેખાડવામાં આવી છે.

