પાટણ MLA કિરીટ પટેલનો વિધાનસભામાં સવાલ, GPSCમાં સભ્યોની નિમણૂક ક્યારે?
સરકારના લેખિત જવાબ અનુસાર સપ્ટેમ્બર 2021થી ઓક્ટોબર 2025 સુધીના સમયગાળા દરમિયાન આ 6 જગ્યાઓ ખાલી રહી છે.

Published : February 24, 2026 at 6:53 PM IST
ગાંધીનગર: રાજ્યમાં સનદી અધિકારીઓની ભરતી માટે જવાબદાર ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) અંગે વિધાનસભામાં મહત્વપૂર્ણ મુદ્દો ઉઠ્યો છે. હાલ આયોગમાં 6 જગ્યાઓ ખાલી હોવાનું સરકારએ ગૃહમાં સ્વીકાર્યું છે.
સરકારના લેખિત જવાબ અનુસાર સપ્ટેમ્બર 2021થી ઓક્ટોબર 2025 સુધીના સમયગાળા દરમિયાન આ 6 જગ્યાઓ ખાલી રહી છે. સરકારે વહીવટી કારણોસર નિમણૂક ન થઈ હોવાનું કારણ દર્શાવ્યું છે.
આ મુદ્દો પાટણના કોંગ્રેસ ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે કોઈપણ રાજ્યમાં સનદી અધિકારીઓ બનાવવા માટે જાહેર સેવા આયોગ અત્યંત મહત્વપૂર્ણ સંસ્થા છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી GPSCના સભ્યોની નિમણૂક ન થવી ચિંતાજનક છે.
ડૉ. કિરીટ પટેલે કટાક્ષ કરતાં કહ્યું કે “નિમણૂક કરવી કોઈ મોટું કામ નથી, છતાં લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે.” તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે હાલ કમિટીના પૂરતા સભ્યો ન હોવાને કારણે કોરમ પૂર્ણ કરવા માટે અન્ય રાજ્યોમાંથી સભ્યો બોલાવવા પડે છે. તેમના મતે આ પરિસ્થિતિને કારણે રાજ્યના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. ભરતી પ્રક્રિયામાં વિલંબ અને નિર્ણયો લેવામાં આવતી મુશ્કેલીઓનો સીધો પ્રભાવ યુવાનોના ભવિષ્ય પર પડી રહ્યો છે.
હવે પ્રશ્ન એ છે કે રાજ્ય સરકાર GPSCમાં ખાલી જગ્યાઓ ક્યારે ભરે છે અને ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક અને સમયબદ્ધ બનાવવા માટે શું પગલાં લે છે.
આ પણ વાંચો:

