ETV Bharat / state

ઉનાળામાં થાક ઓગાળવાની સાથે હૃદયને સ્વસ્થ રાખે છે નારંગી, જાણો ભાવનગરના ડૉક્ટર પાસેથી તેના ફાયદા વિશે

ઈટીવી ભારતને ભાવનગરની તાપીબાઈ આયુર્વેદ કોલેજના અધ્યાપક મનોજ ટીમ્બડીયા જણાવે છે નારંગીથી થતા ફાયદા વિશે

ઈટીવી ભારતને ભાવનગરની તાપીબાઈ આયુર્વેદ કોલેજના અધ્યાપક મનોજ ટીમ્બડીયા જણાવે છે નારંગીથી થતા ફાયદા વિશે
ઈટીવી ભારતને ભાવનગરની તાપીબાઈ આયુર્વેદ કોલેજના અધ્યાપક મનોજ ટીમ્બડીયા જણાવે છે નારંગીથી થતા ફાયદા વિશે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 26, 2026 at 5:16 PM IST

|

Updated : February 26, 2026 at 5:39 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર: ઉનાળાની ધગધગતી ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે નારંગી ગરમીમાં થાક સામે બુસ્ટર ડોઝ સમાન છે. બજારમાં કેસરી કલરની નારંગી લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. નારંગી ખાવાના ઘણા ફાયદા છે જ સાથે સાથે કયા લોકોએ નારંગી ન આરોગવી જોઈએ તે લઈને પણ જાણકારે જણાવ્યું છે. ચાલો જાણીએ.

ઠંડીની વિદાય બાદ હવે ગરમી ધીરે ધીરે આગમન કરી રહી છે. ઉનાળામાં આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે. ગરમીમાં ફળો દ્વારા એનર્જી માટેનો એક ખૂબ સારો સ્ત્રોત છે. તે શરીરને સ્વસ્થ રાખવાની સાથે હાઈડ્રેડ પણ રાખે છે. ગરમીમાં કેવા પ્રકારના ફળો આરોગવાથી ફાયદો થઈ શકે એ મુદ્દે લઈને ઇટીવી ભારતે લોકોનું આકર્ષણ રૂપ બનતી કેસરી કલરની નારંગીને લઈને આયુર્વેદ જાણકાર પાસેથી તેના વિશે માહિતી મેળવી છે. જો કે આ નારંગી આરોગવાથી કેવા પ્રકારના ફાયદા થાય છે અને કયા લોકોએ નારંગી ન આરોગવી જોઈએ એ બધી જ જાણકારી અમે પ્રાપ્ત કરી છે. ચાલો જાણીએ

ઈટીવી ભારતને ભાવનગરની તાપીબાઈ આયુર્વેદ કોલેજના અધ્યાપક મનોજ ટીમ્બડીયા જણાવે છે નારંગીથી થતા ફાયદા વિશે (ETV Bharat Gujarat)

બજારમાં નારંગીનું આગમન

ભાવનગર શહેરની બજારોમાં અને જાહેર રસ્તા ઉપર કેસરી કલરની નારંગી વેચનારાઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. હાલમાં ઉનાળાનો પ્રારંભ થતાં જ નારંગીનું આગમન બજારમાં થઈ ચૂક્યું છે. હાલમાં નારંગી બજારમાં 80 રૂપિયાથી 100 રૂપિયે કિલો વેચાઈ રહી છે. નારંગીની અંદર કેવા પ્રકારના તત્વો હોય છે અને કયા રોગમાં કે શરીરના કયા ભાગને તે ફાયદો પહોંચાડે છે તેમજ કયા લોકોએ આ નારંગીનું સેવન ન કરવું જોઈએ તે બધી જ બાબતોનું જાણકારી મેળવવા માટે તાપીબાઈ આયુર્વેદ કોલેજના જાણકાર તબિબ સાથે વાતચીત કરી હતી. ચાલો નીચે વિગતેજાણીએ.

લીંબુની પ્રજાતિનું ફળ છે નારંગી/સંતરા

હૃદય સ્વસ્થ રાખે અને થાક ઓગાળે છે નારંગી
હૃદય સ્વસ્થ રાખે અને થાક ઓગાળે છે નારંગી (ETV Bharat Gujarat)

ભાવનગર શહેરની તાપીબાઈ આયુર્વેદ કોલેજના અધ્યાપક મનોજ ટીમ્બડીયાએ જણાવ્યું હતું કે, નારંગીના ઘણા પ્રકાર હોય છે. આપણે મોટાભાગે જે ફળ ખાઈએ છીએ તેને દેશી સંતરા પણ કહેતા હોઈએ છીએ. નારંગી એ સાઇટ્રેટ ટાઈપનું ફ્રુટ છે. લીંબુની જાતનું આ ફળ કહેવાય છે. નારંગી એસિડિક ફ્રુટ પણ છે આથી નારંગીને ઉનાળાના સમયમાં આરોગવાથી ઘણો એવો ફાયદો થતો હોય છે. ડૉક્ટરના જણાવ્યા અનુસાર, નારંગી એ એસિડિક હોવાથી તેમાં વિટામીન C ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ તેમાં સુગર અને પાણીનું લેવલ પણ સારું હોય છે. વોટર રીકોસન હોવાથી તે શરીરને હાઈડ્રેટ રાખે છે. તેમાં રહેલું વિટામિન C સ્કીન અને હેર માટે પણ સારું છે. તે પોટેશિયમનો પણ રિચ સોર્સ છે. વિટામિન C પોતે સાઇટ્રેટ ફ્રુટ હોવાથી બીજા તત્વો પણ છે જેમાં આયર્ન ઓબ્ઝર્વેશન વધારે છે જે એનેમિક ફલૂ થતો હોય તેના માટે ખૂબ સારું છે.

સંસ્કૃતમાં કેહવાય નારંગ

બજારમાં નારંગીનું આગમન
બજારમાં નારંગીનું આગમન (ETV Bharat Gujarat)

ડોક્ટર ટીંબડીયાએ વધુમાં જણાવ્યું કે, નારંગીને આયુર્વેદમાં સંસ્કૃતમાં 'નારંગ' કહેવામાં આવે છે. નારંગને રતી એટલે હૃદય માટે લાભપ્રદ માનવામાં આવે છે. આ સાથે જેમને થાક લાગતો હોય તેના માટે તે ખૂબ સારું છે. જો કે ખાસ કરીને જેને હાઈપર એસિડિટી રહેતી હોય અને જેને ડાયાબિટીસ હોય તે લોકોને ડોક્ટરની સલાહ લીધા બાદ જ આ નારંગી કે સંતરાનું સેવન કરવું જોઈએ.

આ પણ વાંચો:

ગાજરે વધાર્યું જુનાગઢનું ગૌરવ, ભારત સરકારે ખામધ્રોળના મધુવન ગાજરને આપી પેટર્ન, જાણો વિશેષતા

ભાવનગરના ખેડૂતની કમાલ: સિડલેસ લીંબુની ખેતીથી બારેમાસ થઇ રહી છે કમાણી

Last Updated : February 26, 2026 at 5:39 PM IST