ETV Bharat / state

સુરત: માંડવી ધર્માતરણ કેસમાં વધુ એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી, કોર્ટે મંજૂર કર્યા પાંચ દિવસના રિમાન્ડ

માંડવીમાં ધર્માતરણ કેસમાં વધુ એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા

માંડવી ધર્માતરણ કેસમાં મુખ્ય આરોપીનો અંગત અને વિશ્વાસુ ઝડપાયો
માંડવી ધર્માતરણ કેસમાં મુખ્ય આરોપીનો અંગત અને વિશ્વાસુ ઝડપાયો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 2, 2026 at 7:26 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત: સુરતના માંડવીમાં ધર્માતરણ કેસમાં વધુ એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપી મુખ્ય આરોપીનો અંગત અને વિશ્વાસુ હોવાનું જાણવા મળ્યું છે.

શું છે સમગ્ર મામલો?

સુરતના માંડવીમાં ફરિયાદી દ્વારા તબીબ અંકિત ચૌધરીએ મહિલાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી લગ્નની લાલચ આપી હતી. તે બાદ લલચાવી-ફોસલાવી શરીર સંબંધ બાંધ્યા હતા અને ધર્માતરણ કરાવ્યું હતું. આ મામલે પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનામાં ફરિયાદીએ પુરાવા આપ્યા હતા અને આક્ષેપ કર્યા હતા કે આ કામના મુખ્ય આરોપી અને પિતા દ્વારા ધર્માતરણ કરવામાં આવેલ છે અને તેમાં અન્ય લોકો પણ સામેલ છે. આરોપીએ એક ટ્રસ્ટ બનાવ્યું હતું અને આ ઘટનામાં તમામ ટ્રસ્ટીઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ કામના ભોગ બનનારનું ધર્માતરણ કર્યું હોવાના પુરાવા મળતા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

માંડવી ધર્માતરણ કેસમાં મુખ્ય આરોપીનો અંગત વિશ્વાસુ ઝડપાયો (ETV Bharat Gujarat)

પોલીસ તપાસમાં માંડવીના લાખગામની સરકારી શાળાના શિક્ષક મુખ્ય આરોપીના પિતા રામજી ચૌધરી પણ આ ઘટનામાં સામેલ હોવાનું સામે આવતા તેમની ધરપકડ કરાઇ હતી. તે બાદ ડેડિયાપાડાના શિક્ષક અને માંડવીના શિક્ષક રાકેશ વસાવાની પણ ધરપકડ કરવામાં આવી છે. રાકેશ વસાવા ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને મુખ્ય આરોપી અંકિત ચૌધરીનો અંગત અને વિશ્વાસુ હોવાનું જાણવા મળે છે.

"ચાર આરોપીની અગાઉ ધરપકડ થઇ ચુકી છે. વધુ પુરાવા મળતા રાકેશ વસાવાની ધરપકડ કરી નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપીની પૂછપરછ ચાલુ છે. આરોપી મુખ્ય આરોપીનો અંગત અને વિશ્વાસુ છે અને વિવિધ ધાર્મિક પ્રોગ્રામમાં હાજરી આપે છે. અંગત સચિવ તરીકે કામ કરે છે અને તમામ હિસાબ, ગોપનીય માહિતી પોતાની પાસે રાખે છે અને તે અંગેનું રેકર્ડ મળી આવ્યું છે.", બી.કે.વનાર, Dysp, સુરત ગ્રામ્ય

આ ઘટનામાં રાકેશ વસાવાની ધરપકડ કરી કોર્ટમાં હાજર કરી રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં આ ઘટનામાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થઇ શકે છે.

આ પણ વાંચો: