ETV Bharat / state

અમદાવાદમાં CG રોડ પર ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ થયું, રોકડ નહીં માત્ર ડિજિટલ રીતે થશે પેમેન્ટ

રસ્તા પર થતા ગેરકાયદેસર અને અયોગ્ય પાર્કિંગને અટકાવવાના હેતુથી શરૂ કરાયેલી આ અત્યાધુનિક પાર્કિંગ વ્યવસ્થાથી નિયત પાર્કિંગ સ્લોટમાં વાહન પાર્ક કરનાર નાગરિકોને વધુ સુવિધા મળશે.

અમદાવાદમાં CG રોડ પર ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ થયું
અમદાવાદમાં CG રોડ પર ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ થયું (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 1, 2026 at 8:39 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને મજબૂત બનાવવા માટે CG રોડ પર સ્ટેડિયમ ક્રોસ રોડથી પંચવટી ક્રોસ રોડ સુધીના વિસ્તારમાં 280 ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. રસ્તા પર થતા ગેરકાયદેસર અને અયોગ્ય પાર્કિંગને અટકાવવાના હેતુથી શરૂ કરાયેલી આ અત્યાધુનિક પાર્કિંગ વ્યવસ્થાથી નિયત પાર્કિંગ સ્લોટમાં વાહન પાર્ક કરનાર નાગરિકોને વધુ સુવિધા મળશે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્ધેશ રાવલે આ અંગે જણાવ્યું હતું કે, AMCની સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમથી વાહન પાર્ક કરતા નાગરિકોને મળશે વધુ સુવિધા મળશે. CG રોડ પર સ્ટેડિયમ ક્રોસ રોડથી પંચવટી ક્રોસરોડ સુધીના વિસ્તારોમાં હવે 280 ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ શરૂ કરવામાં આવી છે. સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ QR કોડથી યુ.પી.આઇ અથવા ડિજીટલ માધ્યમથી કરેલ પેમેન્ટ બાદ જ ખુલશે બેરિયર. સ્માર્ટ પાર્કિંગની કોઇપણ પ્રકારની મુશ્કેલી માટે હેલ્પલાઇન: +91 70410 401 11 પર સંપર્ક કરો.

અમદાવાદમાં CG રોડ પર ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ થયું (ETV Bharat Gujarat)

સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમમાં નાગરિકો નિર્ધારિત પાર્કિંગ સ્લોટમાં ફોર-વ્હીલર પાર્ક કરશે ત્યારે સેન્સર આધારિત ઓટોમેટેડ ફ્લેપ બેરિયર આપમેળે ઉપર આવી વાહનને સુરક્ષિત રીતે લોક કરશે. વાહન પરત લેતી વખતે પાર્કિંગનો સમય આપમેળે ગણવામાં આવશે. ત્યારબાદ QR કોડ સ્કેન કરીને UPI અથવા અન્ય ડિજિટલ માધ્યમથી પાર્કિંગ ફી ચૂકવ્યા બાદ ફ્લેપ બેરિયર આપમેળે અનલોક થશે અને વાહન સરળતાથી બહાર લઈ જઈ શકાશે.

અમદાવાદમાં CG રોડ પર ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ થયું
અમદાવાદમાં CG રોડ પર ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ થયું (ETV Bharat Gujarat)

સ્માર્ટ પાર્કિંગમાં સાવધાન: રોકડ આપશો નહીં, ટુ-વ્હીલરને પણ ‘નો એન્ટ્રી’
સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમમાં કોઈપણ પ્રકારની રોકડ રકમ સ્વીકારવામાં આવશે નહીં. જો કોઈ અનધિકૃત વ્યક્તિ દ્વારા પાર્કિંગના નામે રોકડની માગણી કરવામાં આવે તો નાગરિકોએ કોઈપણ પ્રકારની રોકડ રકમ આપવી નહીં અને તાત્કાલિક હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો. AMC દ્વારા મંજૂર કરાયેલી એજન્સીના અધિકૃત કર્મચારીઓ પાસે ઓળખકાર્ડ રહેશે. તેમની ઓળખ માટે તેઓ AMCના લોગોવાળું પીળા રંગનું ટી-શર્ટ પહેરેલા હશે. આ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સુવિધા માત્ર ફોર-વ્હીલર વાહનો માટે ઉપલબ્ધ રહેશે. જ્યાં સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે ત્યાં ટુ-વ્હીલર વાહનો પાર્ક નહીં કરવા માટેની AMC દ્વારા નાગરિકોને સૂચના આપવામાં આવી છે. નિયત સ્માર્ટ પાર્કિંગ સ્લોટ સિવાયની જગ્યાએ અથવા નો-પાર્કિંગ વિસ્તારમાં વાહન પાર્ક કરનાર સામે વ્હીલ-લોક સહિતના નિયમો મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદમાં CG રોડ પર ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ થયું
અમદાવાદમાં CG રોડ પર ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ થયું (ETV Bharat Gujarat)

બોક્સ - AMCએ વ્યવસાયિક એકમોને વાહન પાર્કિંગમાં સહકાર આપવા કરાઇ અપીલ
શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સરળ અને વ્યવસ્થિત બને તે માટે AMC દ્વારા નાગરિકોને આ આધુનિક પાર્કિંગ સુવિધાનો મહત્તમ ઉપયોગ કરવા અને કોર્પોરેશનને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. વધુમાં, કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ અધિકારી દ્વારા રોડ પર આવેલા વ્યાવસાયિક એકમોની બિલ્ડિંગના પ્રિમાઇસિસમાં પ્રવેશ કરતા સભ્યો તેમજ તેમના આગંતુકો અને ગ્રાહકોનાં વાહનો રસ્તા પરની સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમમાં યોગ્ય રીતે પાર્ક થાય તે માટે જરૂરી જણાય તો વ્યક્તિની નિમણૂક કરવા અંગેની નોટિસ પણ આપવામાં આવી રહી છે, જેથી લોકોમાં જાગૃતિ આવે અને વાહનો યોગ્ય રીતે પાર્ક થાય. સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ અંગે કોઈ મુશ્કેલી કે સમસ્યા સર્જાય અથવા અનધિકૃત રીતે રોકડ રકમની માગણી કરવામાં આવે તો નાગરિકો AMCની હેલ્પલાઇન નંબર +91 70410 401 11 પર સંપર્ક કરી શકે છે.

અમદાવાદમાં CG રોડ પર ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ થયું
અમદાવાદમાં CG રોડ પર ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ થયું (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. અમદાવાદ રોગચાળાના અજગર ભરડામાં: રોજ તાવના 2000 કેસ નોંધાય છે, ઓગસ્ટ માસમાં સ્વાઇન ફ્લુના 600 કેસ આવ્યા
  2. અમદાવાદ એરપોર્ટ પર ટ્રોલી બેગમાંથી 6 કિલો ગાંજો ઝડપાયો, વિયેતનામથી આવેલી વિદેશી મહિલા નાગરિકની ધરપકડ