ETV Bharat / state

બનાસકાંઠાના ડીસા તાલુકામાંથી બે દેશી બંદૂકો સાથે આધેડ ઝડપાયો, આર્મ્સ એક્ટ મુજબ કરાઈ કાર્યવાહી

બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા શખ્સને બે બંદૂકો સાથે SOGએ ઝડપી લીધો છે, અને તેની સામે ડીસા રૂરલ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠાના ડીસા તાલુકામાંથી બે દેશી બંદૂકો સાથે આધેડ ઝડપાયો
બનાસકાંઠાના ડીસા તાલુકામાંથી બે દેશી બંદૂકો સાથે આધેડ ઝડપાયો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 25, 2026 at 3:46 PM IST

1 Min Read
Choose ETV Bharat

બનાસકાંઠા: જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખનારા ઈસમો સામે હવે બનાસકાંઠા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના સમૌ મોટાવાસ ગામેથી બાતમીના આધારે ગેરકાયદેસર બંદૂકો રાખનારા એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.

જિલ્લા SOG પોલીસે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર સબંધી ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન માહિતી મળી હતી કે, સમૌ મોટા ગામે રહેતા પ્રભાતસિંહ રાયકરણજી જાદવ નામનો ઈસમ તેના ખેતરમાં બનાવેલા જુના ઘરમાં ગેર કાયદેસર રીતે બંદુક રાખે છે.

બનાસકાંઠાના ડીસા તાલુકામાંથી બે દેશી બંદૂકો સાથે આધેડ ઝડપાયો (Etv Bharat Gujarat)

SOG પોલીસે બાતમી મળતા સમૌ મોટાવાસ ગામે પંચો સાથે પહોંચી તપાસ કરતા પ્રભાતસિંહ રાયકરણજી જાદવ પાસેથી ગેરકાયદેસર અને વગર પરમીટની એક નાળી બંદુક અને બે નાળી બંદૂક જપ્ત કરીને આરોપી પ્રભાતસિંહ જાદવની અટકાયત કરી છે, અને તેમની સામે ગેરકાયદેસર અને લાયસન્સ વિના હથિયાર રાખવા બદલ ડીસા રૂરલ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી બંદૂકો સાથે ઝડપાયેલો આધેડ પ્રભાતસિંહ રાયકરણજી જાદવ
દેશી બંદૂકો સાથે ઝડપાયેલો આધેડ પ્રભાતસિંહ રાયકરણજી જાદવ (Etv Bharat Gujarat)

લાયસન્સ વિના હથિયારો રાખવા ગંભીર ગુનો છે, ક્યારેક આવા હથિયારોથી ઉશ્કેરાઈ જઈ લોકો નાના ઝગડાને મોટું સ્વરૂપ આપી દેતા હોય છે. ત્યારે આવા લોકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસે તપાસ આરંભી છે. એટલે કે બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર અને લાયસન્સ વિના હથિયારો રાખતા ઈસમો સામે હવે બનાસકાંઠાની પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

ગેરકાયદેસર અને વગર પરમીટની એક નાળી બંદુક અને બે નાળી બંદૂક જપ્ત કરાઈ
ગેરકાયદેસર અને વગર પરમીટની એક નાળી બંદુક અને બે નાળી બંદૂક જપ્ત કરાઈ (Etv Bharat Gujarat)

લાયસન્સ વિના અને કોઈપણ પરવાના વિના હથિયારો રાખી કાયદાને નેવે મુકીને રૌફ જમાવતા અને જીવનું જોખમ ઊભું કરનારા આવા લોકો સામે પોલીસે કડકાઈ શરૂ કરતાં ગેરકાયદેસર હથિયારો રાખનારા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો

  1. બનાસકાંઠા: ટ્રાફિક નિયમોનું પાલન કરનારાઓનું પોલીસ દ્વારા સન્માન
  2. બનાસકાંઠા: નકલી દવાઓના કૌભાંડમાં ગાંધીનગરથી મહિલા સહિત બેની ધરપકડ; કરોડોની દવાઓનું સપ્લાય ઝડપાયું