ETV Bharat / state

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને ચાર દાયકા બાદ ગુજરાતી ભાષા ભવન મળ્યું, વિદ્યાર્થીઓની સંખ્યાને લઇને પ્રશ્ન!

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને યુનિવર્સિટીની સ્થાપનાના ચાર દાયકા બાદ ગુજરાતી ભાષા ભવન મળ્યું છે.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને ચાર દાયકા બાદ ગુજરાતી ભાષા ભવન મળ્યું
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને ચાર દાયકા બાદ ગુજરાતી ભાષા ભવન મળ્યું (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 24, 2026 at 5:10 PM IST

1 Min Read
Choose ETV Bharat

પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને યુનિવર્સિટીની સ્થાપનાના ચાર દાયકા બાદ ગુજરાતી ભાષા ભવન મળ્યું છે. વિશ્વ ગુજરાતી ભાષા દિવસના દિવસે જ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને ચાર દાયકા બાદ ગુજરાતી ભાષા ભવન મળતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને મળ્યું ગુજરાતી ભાષા ભવન

24 ઓગસ્ટ ગુજરાતીઓ માટે ગૌરવ રૂપ દિવસ છે. આજના દિવસે કવિ નર્મદનો જન્મ દિવસ છે અને તેમના માનમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઉત્તર ગુજરાત પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાના ચાર દાયકા એટલે કે 40 વર્ષ બાદ યુનિવર્સિટીને પોતાનું ગુજરાતી ભાષા ભવન મળ્યું છે.અનેક રજૂઆતો છતા પણ ગુજરાતી ભાષા ભવન બનાવવામાં અગાઉના સત્તાધીશોને જાણે કોઇ રસ જ નહતો.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને ચાર દાયકા બાદ ગુજરાતી ભાષા ભવન મળ્યું (ETV Bharat Gujarat)

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને 40 વર્ષ બાદ ગુજરાતી ભાષા ભવન તો મળ્યું પરંતુ હવે વિદ્યાર્થીઓની સંખ્યાનો પ્રશ્ન આવીને ઉભો છે. હાલ યુનિવર્સિટીના જીકાસમાં ત્રીજા પ્રયત્ને માંડ આંગળીના વેઢે ગણાય એવા પાંચ વિદ્યાર્થીઓથી ગુજરાતી ભાષા ભવની શરૂઆત થઇ છે, તેમજ ચાર પ્રોફેસરોને વિઝિંટિંગ ફેકલ્ટી તરીકે મુકવામાં આવ્યા છે.

HNGUના અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાતી ભાષાનું સંવર્ધન અને સંરક્ષણ કરીએ. યુવા પેઢીને ગુજરાતી ભાષાથી પરિચિત કરાવીયે. ગુજરાતી સાહિત્યથી પરિચિત કરાવીએ. ગુજરાતના સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવીએ.

અનેક રજૂઆતો બાદ અંતે ગુજરાતી ભાષા ભવન મળ્યું

માતૃભાષાના ભવન માટે અગાઉ અનેક રજૂઆતો થઇ છે. તાજેતરમાં જ સરકારમાં દરખાસ્તો અને મંજૂરીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થી સંગઠનો અને સાહિત્ય પરિદ દ્વારા ગુજરાતી ભાષા ભવન શરૂ કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: