ઉમરેઠના નવા ચૂંટાયેલા ધારાસભ્ય હર્ષદ પરમારે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા
શપથવિધિ સમારોહમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, વિધાનસભા અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી પરિષદના અન્ય સભ્યો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

Published : May 26, 2026 at 4:55 PM IST
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ઉમરેઠ બેઠક માટે તાજેતરમાં થયેલી પેટાચૂંટણીમાં નવા ચૂંટાયેલા ધારાસભ્ય હર્ષદ ગોવિંદ પરમારે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સ્પીકર શંકર ચૌધરી સમક્ષ વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા.
શપથવિધિ સમારોહમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, વિધાનસભા અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી પરિષદના અન્ય સભ્યો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

ગત તારીખ 23 મી એપ્રિલના રોજ ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું, જેમાં વિધાનસભાના 306 મતદાન મથક ઉપર કુલ 59,03 ટકા મતદાન નોંધાયું હતું. આ પેટાચૂંટણીની મતગણતરી 4 મે સોમવારના રોજ સવારે 8 ક્લાકે વલ્લભ વિદ્યાનગરની બીજેવીએમ કોલેજ ખાતે કરવામાં આવી હતી. જેમાં પ્રારંભીક વલણોમાં આગળ રહેલા ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર જીત થઈ હતી. હર્ષદ પરમારનો 30,500 મતે વિજય થયો હતો.

મહત્વપૂર્ણ છે કે, ઉમરેઠ બેઠકના ધારાસભ્ય ગોવિંદ પરમારનું ગત 6 માર્ચના રોજ 83 વર્ષની વયે નિધન થયું હતું, તેમના નિધન થતા આ બેઠક ખાલી થઇ હતી. આ બેઠક પર ભાજપે ગોંવિદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે. હર્ષદ પરમાર સ્થાનિક સ્વરાજની સંસ્થા અને ગ્રામ પંચાયતના વહીવટનો અનુભવ ધરાવે છે.
આ પણ વાંચો:

