ETV Bharat / state

તાલાલામાં કેસર કેરીની ખેતીમાં નવી ક્રાંતિ, 'બેગિંગ ટેકનિક'થી તૈયાર થઈ રહી છે ડાઘ વગરની ગોલ્ડન કેરી

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં પ્રસિદ્ધ કેસર કેરીની ખેતીમાં હવે બેગિંગ પદ્ધતિનો ઉપયોગ વધતો જોવા મળી રહ્યો છે.

તાલાલામાં કેસર કેરીની ખેતીમાં નવી ક્રાંતિ
તાલાલામાં કેસર કેરીની ખેતીમાં નવી ક્રાંતિ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2026 at 3:10 PM IST

|

Updated : May 8, 2026 at 4:08 PM IST

2 Min Read
Choose ETV Bharat

ગીર સોમનાથ: તાલાલામાં વિશ્વપ્રસિદ્ધ કેસર કેરીની ખેતીમાં હવે આધુનિક પદ્ધતિઓનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ખેડૂતો હવે “બેગિંગ ટેક્નિક” તરફ આગળ વધી રહ્યા છે, જેમાં કેરીના ફળ પર ખાસ મેંગો પ્રોટેક્શન બેગ ચડાવવામાં આવે છે. આ પદ્ધતિથી કેરીને જીવાત, તાપ અને ધૂળથી સુરક્ષા મળે છે અને ડાધ વગરની ચમકદાર કેરી તૈયાર થાય છે. જેના કારણે બજારમાં સારી માંગ સાથે ખેડૂતોને ઊંચા ભાવ પણ મળી રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં પ્રસિદ્ધ કેસર કેરીની ખેતીમાં હવે બેગિંગ પદ્ધતિનો ઉપયોગ વધતો જોવા મળી રહ્યો છે. આ પદ્ધતિ હેઠળ કેરીના ફળ પર ખાસ પ્રકારની પ્રોટેક્શન બેગ ચડાવવામાં આવે છે, જેના કારણે ફળને જીવાત, વધારે તાપમાન અને ધૂળથી રક્ષણ મળે છે. પરિણામે કેરી પર ડાઘ પડતા નથી અને ફળ વધુ ચમકદાર તથા આકર્ષક બને છે.

તાલાલામાં કેસર કેરીની ખેતીમાં નવી ક્રાંતિ (ETV Bharat Gujarat)

ખેડૂતોના જણાવ્યા મુજબ, બેગિંગ ટેક્નિકથી તૈયાર થતી કેરીને બજારમાં વધુ સારો ભાવ મળી રહ્યો છે અને તેની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને નિકાસ માટે પ્રીમિયમ ગુણવત્તાની કેરી તૈયાર કરવામાં આ પદ્ધતિ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે.

આ ઉપરાંત બેગિંગ પદ્ધતિથી રસાયણોના ઉપયોગમાં ઘટાડો થાય છે અને ઓછા ખર્ચે વધુ ગુણવત્તાવાળી કેરીનું ઉત્પાદન શક્ય બને છે. જેના કારણે તાલાલા વિસ્તારના અનેક ખેડૂતો હવે આ નવી ટેક્નિક અપનાવી રહ્યા છે.

તાલાલા તાલુકાના સુરવા ગામના ખેડૂત હિતેશભાઈ મારકણાએ કેસર કેરીની ખેતીમાં નવીન “બેગિંગ પદ્ધતિ” અપનાવી સફળતા મેળવી છે. છેલ્લા ચાર વર્ષથી તેઓ નાસિકમાંથી ખાસ મેંગો પ્રોટેક્શન બેગ મંગાવી મજૂરો મારફતે કેરી પર બેગ ચડાવે છે.

આ પદ્ધતિથી કેસર કેરીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે અને માર્કેટમાં ઊંચા ભાવ પણ મળી રહ્યા છે. સામાન્ય કેરીના બોક્સને જ્યાં અંદાજે ₹1000 જેટલો ભાવ મળે છે, ત્યાં બેગિંગ પદ્ધતિથી તૈયાર થયેલી કેરીને ₹1500 સુધીના ભાવ મળી રહ્યા છે.

ખેડૂતના જણાવ્યા મુજબ આ ટેક્નિકથી જીવાત અને રોગનો ખતરો ઘટે છે, જેના કારણે કેરી ડાઘ વગરની બને છે. આવી કેરીને બજારમાં “ગોલ્ડન કેરી” તરીકે ઓળખવામાં આવે છે અને તેની ભારે માંગ જોવા મળી રહી છે.

આ પણ વાંચો:

  1. નવસારીમાં તાઈવાનના તરબૂચનો કમાલ, ખેડૂતનો ઇનોવેટિવ પ્રયોગ બન્યો કમાણીનો સ્ત્રોત
  2. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકનો નવો રેકોર્ડ: 14 દિવસમાં જ 1 લાખથી વધુ બોક્સનું આગમન, રોજ 10 હજાર બોક્સનું આગમન
  3. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે કે નબળું? સૌરાષ્ટ્રના હવામાન નિષ્ણાતોએ દેશી પદ્ધતિથી કાઢ્યો વરસાદનો વરતારો
Last Updated : May 8, 2026 at 4:08 PM IST