નેપાળ પૂર સંકટ: ગુજરાતના 26 લોકો ગુમ, અમદાવાદ-આણંદના સૌથી વધુ લોકો સંપર્ક વિહોણા
નેપાળમાં આવેલા પૂરને કારણે ભારે વિનાશ જોવા મળ્યો છે. મોતનો આંકડો વધીને 450ને પાર પહોંચી ગયો છે.

Published : August 28, 2026 at 11:54 AM IST
|Updated : August 28, 2026 at 12:08 PM IST
અમદાવાદ: નેપાળમાં આવેલા પૂરને કારણે ભારે વિનાશ જોવા મળ્યો છે. મોતનો આંકડો વધીને 450ને પાર પહોંચી ગયો છે. પૂરના ત્રણ દિવસ બાદ પણ લોકોના શબ બહાર કાઢવમાં આવી રહ્યા છે. રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. નેપાળ પૂર સંકટમાં ગુજરાતના પણ અનેક લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ગુજરાતના 26 લોકો નેપાળ પૂરમાં ફસાયા છે.
નેપાળ પૂરમાં 26 લોકો ગુમ
નેપાળ પૂરમાં 28 ઓગસ્ટ સવારના 7:45ના આંકડા અનુસાર 26 લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે. નેપાળ પૂરમાં અમદાવાદના સૌથી વધુ 5 લોકો (3 અમેરિકન સિટિઝન), આણંદના 5 લોકો (3 અમેરિકન સિટિઝન, 2 કેનેડાના સિટિઝન) રાજકોટના 1, વલસાડ 1, સુરતના 3 (2 અમેરિકન સિટિઝન, 1 મુંબઇના રહેવાસી), ખેડાના 3 (1 અમેરિકન સિટિઝન, 2 કેનેડાના સિટિઝન), અમરેલીના 2 (1 અમેરિકન સિટિઝન), ગાંધીનગરના 4 (3 અમેરિકન સિટિઝન, 1 ઓસ્ટ્રેલિયન સિટિઝન), વડોદરાના 2 (ન્યૂઝિલેન્ડના સિટિઝન) એમ 26 લોકો ગુમ છે.
કૈલાસ માનસરોવરની યાત્રામાં ગયેલા મુસાફરો ગુમ
કૈલાસ માનસરોવરની યાત્રામાં ગયેલા મોટાભાગના લોકો ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ લોકોનો કોઇ સંપર્ક થઇ શક્યો નથી. યાત્રિકોના પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે.
NRI લોકોનો સંપર્ક તૂટ્યો
અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રહેતા NRI લોકો પણ ગુમ થયા છે. કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા આ યાત્રિકોનો કોઇ સંપર્ક થઇ શક્યો નથી.
ગુજરાત ઇમરજન્સી સેન્ટરમાં આવતાં કોલના આધારે ગુજરાત સરકાર ભારત અને નેપાળ સરકારનો સંપર્ક કરી લાપતા લોકોની વિગતો મેળવવાની કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો:

