ETV Bharat / state

NEET UG 2026: વેકેશન વચ્ચે NEETની તૈયારી, ભાવનગરના વિદ્યાર્થીઓની તૈયારીઓ સાથે વેદના જાણો

છેલ્લા દસ-બાર દિવસ રિવિઝન કરતા વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરી હતી.

વેકેશન વચ્ચે NEETની તૈયારી
વેકેશન વચ્ચે NEETની તૈયારી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 31, 2026 at 7:50 PM IST

3 Min Read
Choose ETV Bharat

ભાવનગર : દેશમાં NEETનું પેપર લીક થયાની ઘટના બાદ વિદ્યાર્થીઓ દ્વારા ફરી આવનારની પરીક્ષાને લઈને તૈયારીઓનો પ્રારંભ બીજા દિવસથી જ કરી દેવામાં આવ્યો છે. ભાવનગર શહેરની શાળાઓમાં NEETને લઈને ફરી રિવિઝન શાળાઓ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. છેલ્લા દસ-બાર દિવસ રિવિઝન કરતા વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. વેકેશનના સમયમાં વિદ્યાર્થીઓ નીટની તૈયારી કરી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. ચાલો જાણીએ વિગતે...

ભાવનગર શહેરની કેપીએસ ઇંગ્લિશ મીડીયમ શાળાના ધોરણ 12ના વિદ્યાર્થીઓ હાલમાં પોતાની શાળામાં NEETની તૈયારી કરી રહ્યા છે. વિદ્યાર્થી હસન કાગદીએ જણાવ્યું હતું કે, આનંદ અને મનોરંજન માણવાનો સમય હતો. NEETની પરીક્ષા એકવાર પૂરી થઈને હવે બીજીવાર પરીક્ષા આવી છે. જે આશા માર્કને લઈને છે તેને લઈને થોડી મહેનત વધારી છે."

ભાવનગરના વિદ્યાર્થીઓએ શેર કર્યા અનુભવો (ETV Bharat Gujarat)

કેપીએસ ઇંગ્લિશ મીડીયમ શાળાના વિદ્યાર્થી જતીનવાળાએ જણાવ્યું હતું કે, "થોડોક સમય એવું લાગ્યું 12મું પૂરું થઈ ગયુ છે તો સ્ટ્રેસ જતો રહ્યો પણ હવે એમ લાગે છે કે હજી બાકી રહી ગયું છે. જે થોડું બાકી રહી ગયું છે તે પૂરું કરી લઈએ. અંદરથી પણ થોડું ફીલ થયુ છે કે થોડું રહી ગયું છે, તે પણ કવર થઈ જશે."

અન્ય એક વિદ્યાર્થી પ્રિયાંશુ ભલગામીયાએ જણાવ્યું હતું કે, "મહેનત તો અત્યારે ઘણી બધી કરી રહ્યા છીએ. અગાઉ જ્યારે નીટ આપી તે સારી ગઈ હતી. અમારે અત્યારે કોલેજમાં એડમિશન લેવાનો સમય હોય અને તે અત્યારે તૈયારીમાં જઇ રહ્યો છે. અફસોસ એ છે કે જે આનંદનો સમય હતો તે પણ અત્યારે તૈયારીમાં જઈ રહ્યો છે. "

વેકેશન વચ્ચે NEETની તૈયારી
વેકેશન વચ્ચે NEETની તૈયારી (ETV Bharat Gujarat)

વિદ્યાર્થી નીલ્સ રાઠોડે જણાવ્યું હતું કે,"જે નીટ પરીક્ષા રદ્દ થઈ પછી સ્કૂલ ત્રણ દિવસથી શરૂ થઈ ગઈ હતી. સ્કૂલ તરફથી રાઉન્ડ શરૂ થઈ ગયા છે, સ્કૂલ તરફથી શિડ્યૂલ અપાયું છે. જેમાં સ્કૂલ સિલેબસ ટેસ્ટ, ચેપ્ટર વાઇસ ટેસ્ટ. આ પ્રકારે બધા જ સિલેબસ આવી ગયા છે. રોજ ટેસ્ટ આપવી તેને ચેક કરવું અને સોલ્વ કરવાથી તૈયારીઓ કરી રહ્યા છીએ."

શાળાની વધુ એક વિદ્યાર્થીની રીયા ચૌહાણે જણાવ્યું હતું કે, "અત્યારે 10 થી 12 દિવસથી શાળાએ આવું છું. નીટનું પેપર લીક થયાનું જાણ થતાં જ દુઃખ થયું પણ ફરી એક તક મળી છે. આજે આજુબાજુના લોકો આનંદ કરતા હોય છે. ઘરમાં નાના ભાઈઓ અને બહેનો ઉધમ મચાવતા હોય તેને નજર અંદાજ કરીને અમે તૈયારીઓ કરી રહ્યા છીએ."

ભાવનગરના વિદ્યાર્થીઓએ શેર કર્યા અનુભવો
ભાવનગરના વિદ્યાર્થીઓએ શેર કર્યા અનુભવો (ETV Bharat Gujarat)

જો કે ત્યારબાદ વધુ એક વિદ્યાર્થીની તન્વી આલે જણાવ્યું હતું કે, અમે નીટના સમાચાર પછી બીજા દિવસથી તૈયારી શરૂ કરી દીધી હતી. બીજી તક મળી છે અને વધુ તૈયારીઓ કરી સારા માર્ક મેળવીએ. અમે પોઝિટિવ રીતે લઈ રહ્યા છીએ વેકેશન પાછું આવશે પણ પેપર આ પહેલા આપી દઈએ."

નોંધનીય છે કે, NEET UG 2026 પુનઃપરીક્ષા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ જાહેરાત કરી છે. મૂળ પરીક્ષા 3 May, 2026ના રોજ લેવાઈ હતી, પરંતુ પેપર રદ્દના કારણે પુનઃપરીક્ષાનું આયોજન 21 June, 2026 (રવિવાર)ના રોજ કરવામાં આવ્યું છે. પરીક્ષાનો સમય બપોરે 02:00 થી 05:15 (IST) નિર્ધારિત છે. આ પરીક્ષા ઓફલાઇન (પેન અને પેપર) મોડમાં લેવાશે. ઉમેદવારોને 14 June, 2026 સુધીમાં પ્રવેશ કાર્ડ મળી જશે. તેઓ સત્તાવાર NTA NEET પોર્ટલ પરથી સીટી ઇન્ટિમેશન સ્લિપ ચેક કરી પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

આ પણ વાંચો...

  1. NEET પેપર લીક કેસ: 'PM મોદી ખુદ આ મામલે નજર રાખી રહ્યા છે', સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ
  2. NEET UG 2026: પરીક્ષા ફી રિફંડ માટે NTA પોર્ટલ ખુલ્યું; 27 મે સુધીમાં બેંક વિગતો સબમિટ કરો