ETV Bharat / state

અમદાવાદની 14 વર્ષની દીકરીને NASAનું રોકેટ લોન્ચિંગ પ્રોગ્રામ માટે આમંત્રણ, 6 મહિનામાં વિવિધ સ્પેસ એજન્સીની પરીક્ષા પાસ કરી

અમદાવાદની માહી ભટ્ટે છેલ્લા 6 મહિનામાં ISRO,NASA, યુરોપિયન સ્પેસ એજન્સી સહિતની 50 સંસ્થાઓની જૂનિયર સાયન્ટિસ્ટની પરીક્ષા પાસ કરી

અમદાવાદની 14 વર્ષની દીકરી માહી ભટ્ટને NASAએ રોકેટ લોન્ચિંગ પ્રોગ્રામ માટે આમંત્રણ આપ્યું
અમદાવાદની 14 વર્ષની દીકરી માહી ભટ્ટને NASAએ રોકેટ લોન્ચિંગ પ્રોગ્રામ માટે આમંત્રણ આપ્યું (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 7, 2026 at 12:21 PM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદની 14 વર્ષની દીકરી માહી ભટ્ટ અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતની શાન વધારી છે. માહીએ છેલ્લા 6 મહિનાની અંદર વિવિધ સ્પેસ એજન્સીની જુનિયર સાયટીસ્ટની પરીક્ષા પાસ કરી છે. જે બાદ અમેરિકન અંતરિક્ષ સંશોધન સંસ્થા-NASAએ માહીને રોકેટ લોન્ચિંગ પ્રોગ્રામ માટે આમંત્રણ આપ્યું છે.

અમદાવાદની માહી ભટ્ટને NASAમાં આવવા આમંત્રણ

અમદાવાદના વસ્ત્રાલની શારદાબા સ્કૂલમાં અભ્યાસ કરતી માહી ભટ્ટે ઈસરો (ISRO), નાસા (NASA) અને યુરોપિયન સ્પેસ એજન્સી સહિતની 50 નામાંકિત સંસ્થાઓની 'જૂનિયર સાયન્ટિસ્ટ' પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી છે. નાસાના 'સ્ટેમ (STEM) એટલે કે સાયન્સ, ટેક્નોલોજી, એન્જીનીયરિંગ અને મેનેજમેન્ટ પ્રોગ્રામ'માં શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે માહીને આ નિમંત્રણ મળ્યું છે.

"મેં છેલ્લા 6 મહિનામાં ઇસરો (ISRO), અમેરિકાની નાસા (NASA), યુરોપિયન સ્પેસ એજન્સી, ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીની પરીક્ષા પાસ કરી, યુએઇ સ્પેસ એજન્સીની પરીક્ષા પાસ કરી તેમજ 3 ઇન્ટરનેશનલ ઇંસ્ટીટ્યૂટ પરીક્ષા UNO,યુનિસેફ અને યુનેસ્કોની પાસ કરી છે." માહી ભટ્ટ, વિદ્યાર્થી

માહીને વર્ચ્યુઅલ પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ પણ ફાળવી દેવામાં આવ્યા છે, ત્યારે ભારતની આ દીકરી ટૂંક સમયમાં અમેરિકામાં નાસાના હેડક્વાર્ટર ખાતે રોકેટ લોન્ચિંગની સાક્ષી બની ઇતિહાસ રચશે.

"નાસાનો જે ભવિષ્યનો પ્લાન લોન્ચિંગનો છે, તેના માટે વર્ચ્યુઅલ પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ મળી ગયા છે અને થોડા સમયમાં તારીખ નક્કી થશે ત્યારે તેને બોલાવશે. આ ભારત માટે પ્રાઉડ મોમેન્ટ બનવાની છે." હેમાંગ ભટ્ટ, માહીના પિતા

નાસા તેમનો ભવિષ્યનો પ્લાન છે લોન્ચિંગનો તેનો વર્ચ્યુઅલ પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ મળી ગયો છે અને થોડા સમયમાં તારીખ નક્કી થશે ત્યારે તેને બોલાવશે.આ ભારત માટે પ્રાઉડ મોમેન્ટ બનવાની છે.

આ પણ વાંચો: