ETV Bharat / state

સુરત: માંડવીમાં 22 વર્ષીય યુવતીની રહસ્યમય હત્યાથી ચકચાર, ઘરમાં દાગીના ચોરાયા હોવાની આશંકા

યુવતીની હત્યાની સાથે ઘરમાંથી દાગીના પણ ચોરાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

સુરતના માંડવીમાં 22 વર્ષીય યુવતીની રહસ્યમય હત્યાથી ચકચાર
સુરતના માંડવીમાં 22 વર્ષીય યુવતીની રહસ્યમય હત્યાથી ચકચાર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 24, 2026 at 9:38 AM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત: માંડવીના ગોડાવાડી ગામમાં 22 વર્ષીય યુવતીની હત્યાથી ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યાની સાથે ઘરમાંથી દાગીના પણ ચોરાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

માંડવીના ગોડાવાડીમાં યુવતીની હત્યા

સુરતના માંડવી તાલુકાના ગોડાવાડી ગામમાં ટેકરી ફળિયામાં રહેતી 22 વર્ષીય યુવતી નિધિ પટેલનો મૃતદેહ તેના જ ઘરમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સામે આવી છે. સાથે જ ઘરમાંથી દાગીના પણ ચોરાયા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ ઘટના સમયે નિધિ પટેલ ઘરે એકલી હતી, તેના માતા-પિતા બહારગામ ગયા હતા. દરમિયાન ઘરે યુવતીનો મૃતદેહ મળી આવતા પરિવારજનો અને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.

યુવતીની હત્યાની સાથે ઘરમાંથી દાગીના પણ ચોરાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
યુવતીની હત્યાની સાથે ઘરમાંથી દાગીના પણ ચોરાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. (ETV Bharat Gujarat)

ઘટનાની જાણ થતાં માંડવી પોલીસ સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ઘરમાં રહેલો સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ઘરમાંથી દાગીના ચોરાયા હોવાનું પણ સામે આવ્યું છે. જેને પગલે હત્યા પાછળ લૂંટનો ઇરાદો હતો કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માંડવી પોલીસ સાથે સુરત જિલ્લા પોલીસની અન્ય ટીમો પણ તપાસમાં જોડાઈ છે.

પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરી હત્યા પાછળનું ચોક્કસ કારણ અને આરોપી સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યુવતીની હત્યા કોણે અને કયા કારણોસર કરી, તેમજ ચોરી અને હત્યા વચ્ચે શું કનેક્શન છે તે સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

આ ઘટનાને લઇને માંડવી પોલીસ મથકના PI જયેશ વળવીએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘરમાંથી દાગીનાની ચોરી થઇ હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ પોલીસની વિવિધ ટીમો દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: