મુકેશ અંબાણીએ પુત્ર અનંત અંબાણી સાથે કષ્ટભંજન હનુમાનજીના કર્યા દર્શન, 5 કરોડનું આપ્યું દાન
સાળંગપુર ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીએ કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કર્યા

Published : January 5, 2026 at 8:48 AM IST
સાળંગપુર: પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીએ કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા.આ દરમિયાન મુકેશ અંબાણીએ 5 કરોડનું દાન પણ આપ્યું હતું.
દાદાની પૂજા-અર્ચના અને ગૌસેવા
મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ દાદાની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. દર્શન બાદ તેઓએ મંદિર પરિસરમાં આવેલી ગૌશાળામાં ગૌ પૂજન કર્યું હતું અને હનુમાનજીના શિખર પર ધ્વજારોહણ કરી આશીર્વાદ મેળવ્યા હતા
સાળંગપુર મંદિરના કોઠારી સ્વામીએ મુકેશ અંબાણીને દાદાની આરતીનું જીયો પ્લેટફોર્મ પર સીધું પ્રસારણ કરવા વિનંતી કરી હતી. આ બાબતે મુકેશ અંબાણીએ તરત જ હકારાત્મક પ્રતિસાદ આપી પુત્ર અનંત અંબાણીને આ અંગે જરૂરી સૂચનાઓ આપી હોવાનું સ્વામીએ જણાવ્યું હતું. ટૂંક સમયમાં ભક્તો ઘરે બેઠા જીયો પર લાઈવ આરતી જોઈ શકશે.
PHOTO | Businessmen Mukesh Ambani, Anant Ambani offered prayers at the Shree Kashtabhanjan Dev Hanumanji Temple, Sarangpur.
— Press Trust of India (@PTI_News) January 4, 2026
Mukesh Ambani announced a donation of Rs 5 crore. The Ambani family began the year 2026 first by visiting Somnath, and then Kashtabanjak Hanuman.
|… pic.twitter.com/MVCiof06s1
ભક્તોનું અભિવાદન અને જયશ્રી રામના નારા
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિને પોતાની વચ્ચે જોઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુકેશ અંબાણી અને અનંત અંબાણી જ્યારે મંદિરથી રવાના થઈ રહ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત જનમેદનીએ 'જય શ્રી રામ' ના નારા સાથે તેમને વધાવ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
હાલ મુકેશ અંબાણી અને અનંત અંબાણી સૌરાષ્ટ્રના ખાસ કરી પ્રવાસે છે. થોડા દિવસ પહેલા જ મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવ દાદાના સાનિધ્યમાં શીશ ઝુકાવ્યું હતું ત્યારે ફરી બંને ઉદ્યોગપતિ પિતા પુત્ર સાળંગપુર હનુમાન દાદાના દર્શનાર્થે આવ્યા હતા.
મુકેશ અંબાણીએ આપ્યું 5 કરોડનું દાન
બિઝનેસમેન મુકેશ અંબાણીએ 2026ની શરૂઆત પહેલા સોમનાથ અને પછી કષ્ટભંજન હનુમાનની મુલાકાત લઇને કરી હતી. મુકેશ અંબાણીએ આ દરમિયાન 5 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો:

