કેવડિયાનું જંગલ સફારી લોકો માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર, એક જ વર્ષમાં 10 લાખ કરતા વધુ લોકોએ લીધી મુલાકાત
જંગલ સફારી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું, દર વર્ષે એક પછી એક નવા આકર્ષણ જોવા મળતા મુલાકાતીઓ ખુશ

Published : January 4, 2026 at 1:46 PM IST
નર્મદા: કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટિની સાથે જંગલ સફારી પાર્ક વર્ષ 2025માં મુલાકાતીઓ માટે ફેવરિટ સ્થળ બન્યું છે. વર્ષ 2025ના એક જ વર્ષમાં કેવડિયા જંગલ સફારીની 10 લાખ કરતા વધુ લોકો મુલાકાત લઇ ચુક્યા છે. જંગલ સફારી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું જંગલ સફારી પાર્ક
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ આ જંગલ સફારીનો વિસ્તાર 375 એકરમાં પથરાયેલો છે. જંગલ સફારીમાં દર વર્ષે એક પછી એક નવા આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યા છે, જેને લઈને પ્રવાસીઓમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. અનેક દેશી-વિદેશી પશુ પક્ષીઓ બચ્ચાને જન્મ આપે છે, જેને વિહારતા જોવાનો અદભુત આનંદ પ્રવાસીઓ લઇ રહ્યા છે.
કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ સૌથી મોટું આકર્ષણ પ્રવાસીઓ માટે જંગલ સફારી બન્યું છે. 31 ઓક્ટોબર 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જંગલ સફારી પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નર્મદાના જંગલ સફારીમાં દેશ અને વિદેશથી પશુ-પક્ષીઓ લાવવામાં આવ્યા છે. જંગલ સફારીમાં પશુ-પક્ષીઓને જોવા માટે દેશ-વિદેશથી અનેક લોકો આવી રહ્યા છે. પ્રાણીઓને પાંજરા વગર ખુલ્લા ફરતા જોઇ પ્રવાસીઓ ખુશ થઇ રહ્યા છે.

જંગલ સફારી પાર્કને જોવા માટે મધ્ય પ્રદેશના ભોપાલ અને જબલપુરથી પણ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા અને ભારતમાં ક્યાય પણ ના જોયું હોય તેવા ઝુંની અનુભૂતિ થઇ હતી.બીજી તરફ આટલા મુલાકાતીઓ છતા એકતા નગરની સ્વચ્છતા જોઇને પણ તેમને અચરજ થયું હતું.

જંગલ સફારી માટે વર્ષ 2025નું વર્ષ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. જંગલ સફારીમાં દર વર્ષે નવા નવા આકર્ષણ પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે અને મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.
"જંગલ સફારી માટે 2025નું વર્ષ ઘણુ સારૂ રહ્યુ છે. ભારતના વિવિધ પ્રાંતમાં 10 લાખ પ્રવાસી મુલાકાત લઇ ચુક્યા છે. સરદાર પટેલ ઝીયોલોજિકલ પાર્ક માટે 2025નું વર્ષ ઘણુ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. બ્લેક શ્વાનના બચ્ચા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પોપટને જોવા માટે પણ ભીડ ઉમટી રહી છે. કેટલીક મનમોહક વસ્તુઓ છે જેમાં ઓરાગોટા અહીંનો હીરો છે, હોરાકોને જોવા માટે પણ ભીડ ઉમટી પડે છે." બીપુલ ચક્રવર્તી, ડાયરેક્ટર, જંગલ સફારી પાર્ક
આ પણ વાંચો:

