ETV Bharat / state

ગીર જંગલની મધ્યમા બિરાજમાન મથુરેશ્વર મહાદેવ, નરસિંહ મહેતાની માંગ બાદ અહીં ભગવાન શ્રીકૃષ્ણએ રાસલીલા કરી હોવાની લોકવાયકા

ભીમ દ્વારા સ્થાપિત અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્વયં રાસલીલાના પુરાવા રૂપે ગીર મધ્યમાં દર્શન આપી રહ્યા છે મથુરેશ્વર મહાદેવ, જુઓ વિશેષ અહેવાલ...

મથુરેશ્વર મહાદેવ
મથુરેશ્વર મહાદેવ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 23, 2026 at 6:02 AM IST

3 Min Read
Choose ETV Bharat

જુનાગઢ: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, આ એક એવો પવિત્ર મહિનો છે,જેમાં દેવાધિદેવ મહાદેવના દર્શન પૂજાનું પણ વિશેષ મહત્વ હોય છે. મધ્ય ગીરમાં ગીચ જંગલની વચ્ચે ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા મથુરેશ્વર મહાદેવ દર્શન આપી રહ્યા છે.

લોક પરંપરા અને લોકવાયકા મુજબ મહાદેવનું સ્થાપન ભીમ દ્વારા કરાયું હતું, અને સ્વયમ ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાની માંગ બાદ મથુરેશ્વર મહાદેવ પરીસરમાં રાસલીલા રચી હતી. જેને કારણે તેનું નામ મથુરેશ્વર રાખવામાં આવ્યું. આવા ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા મથુરેશ્વર મહાદેવ વિશે અહીં જાણીશું વિસ્તારથી...

ગીર જંગલની મધ્યમા બિરાજમાન મથુરેશ્વર મહાદેવ (Etv Bharat Gujarat)

મધ્ય ગીરમાં બિરાજતા મથુરેશ્વર મહાદેવ

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, આવા અતિ પવિત્ર મહિનામાં ભગવાન મહાદેવના દર્શન, પૂજન અને અભિષેક કરવાનો વિશેષ મહત્વ હોય છે. ત્યારે ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા તેમજ મધ્ય ગીરમાં વનરાજી ની વચ્ચે સિંહોની ડણક સાથે દર્શન આપતા મથુરેશ્વર મહાદેવના દર્શન કરીને શિવભક્તો ધન્યતા પ્રાપ્ત કરે છે.

અભયારણ્યના કાયદા અનુસાર સવારે 8 વાગ્યાથી લઈને બપોરના ચાર વાગ્યા દરમિયાન કરી શકાય છે દર્શન
અભયારણ્યના કાયદા અનુસાર સવારે 8 વાગ્યાથી લઈને બપોરના ચાર વાગ્યા દરમિયાન કરી શકાય છે દર્શન (Etv Bharat Gujarat)

ગીચ જંગલની વચ્ચે ભીમ દ્વારા સ્થાપિત અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અહીં રાસલીલા કરવામાં આવી હતી અને દેવાધિદેવ મહાદેવ સ્વયમ રાસલીલામાં ગોપીનું સ્વરૂપ ધારણ કરીને સામેલ થયા હતા આવી પ્રાચીન અને ઐતિહાસિક પરંપરા અને લોકવાયકા અનુસાર શ્રાવણ મહિનામાં લોકો મથુરેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ગીર મધ્યમાં પહોંચી રહ્યા છે.

ભીમે અહીં શિવલિંગ સ્થાપિત કરી હોવાની માન્યતા
ભીમે અહીં શિવલિંગ સ્થાપિત કરી હોવાની માન્યતા (Etv Bharat Gujarat)

બાબરીયા ભુતનો થયો વધ

જે જગ્યા પર હાલ મથુરેશ્વર મહાદેવ તરીકે દર્શન આપી રહ્યાં છે, આ સ્થળ મહાભારત કાળ સાથે પણ જોડાયેલું છે. વનવાસ દરમિયાન પાંડવો વિચરણ કરી રહ્યા હતા. આવા સમયે એક સાંજના સમયે પાંચેય પાંડવો અહીં આવી પહોંચ્યા હતા. તેમની ટેક હતી કે મહાદેવના દર્શન કરીને ભોજન ગ્રહણ કરવું. આ જ સમયે અહીં બાબરીયા ભૂત પણ હતો. જેમણે પાંચેય પાંડવોને ખાઈ જવાનો પ્રયાસ કર્યો. તેવામાં ભીમે તેને પોતાના પ્રચંડ પ્રહાર દ્વારા બાબરીયા ભુતને પાતાળમાં મોકલી દીધો અને અહીં લિંગ સ્વરૂપે મહાદેવની સ્થાપના કરી. જેથી મથુરેશ્વર મહાદેવ મંદિર ભીમ દ્વારા સ્થાપિત હોવાનુ માનવામાં આવે છે.

અહીં ભગવાન શ્રીકૃષ્ણ એ રાસલીલા કરી હોવાના પુરાવા
અહીં ભગવાન શ્રીકૃષ્ણ એ રાસલીલા કરી હોવાના પુરાવા (Etv Bharat Gujarat)

ભગવાન શ્રીકૃષ્ણએ કરી હતી રાસલીલા

ભગવાન શ્રીકૃષ્ણએ મથુરેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં રાસલીલા કરી હોવાનું પ્રાચીન મહત્વ પણ જોવા મળે છે. ભગત નરસિંહ મહેતા દ્વારા અહીં ભગવાન શ્રીકૃષ્ણને પ્રગટ કર્યા હતા. ત્યારબાદ શ્રીકૃષ્ણએ નરસિંહ મહેતાને વૈકુંઠમાં લઈ જઈ અને રાસલીલા જોવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ નરસિંહ મહેતાએ વૈકુંઠમાં જવાની જગ્યા પર અહીં જ ભગવાન શ્રીકૃષ્ણ રાસલીલના દર્શન કરાવે તેવો વિચાર મુક્યો હતો, જેને ભગવાન શ્રીકૃષ્ણએ સ્વીકારી દીધો અને અહીં જ નરસિંહ મહેતાની સાથે સૌ કોઈને રાસલીલાના દર્શન કરાવ્યા હતા. પૌરાણિક માન્યતા અને ધાર્મિક ઇતિહાસ મુજબ કૃષ્ણ દ્વારા રચવામાં આવેલી રાસલીલામાં દેવાધિદેવ મહાદેવ સ્વયમ ગોપીનું સ્વરૂપ ધારણ કરીને રાસલીલામાં જોડાયા હતા.

મંદિર જતાં દરેક શ્રદ્ધાળુઓએ વનવિભાગની લેવી પડે છે મંજુરી
મંદિર જતાં દરેક શ્રદ્ધાળુઓએ વનવિભાગની લેવી પડે છે મંજુરી (Etv Bharat Gujarat)

મથુરેશ્વર મહાદેવ કેવી રીતે પહોંચી શકાય ?

મથુરેશ્વર મહાદેવ પહોંચવા માટે કોઈપણ વ્યક્તિએ જુનાગઢથી સડક માર્ગે મથુરેશ્વર મહાદેવ પહોંચવા માટે 30 કિલોમીટર સુધી કોઈ પણ વ્યક્તિએ પ્રવાસ કરવો પડે, જેમાં જુનાગઢથી ભેસાણ 20 કિલોમીટર અને ત્યાંથી 10 કિલોમીટરના અંતરે ગીચ જંગલમાં મહાદેવ બિરાજી રહ્યા છે. જેમાં છેલ્લા પાંચ કિલોમીટરનું અંતર સંપૂર્ણ પણે અભયારણ્ય હોવાથી અહીં તમામ પ્રવાસીઓને કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક પ્રદૂષણની સાથે જંગલી પ્રાણીઓને વિક્ષેપ રૂપ બને તે પ્રકારે કરવામાં આવતી તમામ ગતિવિધિઓને પ્રતિબંધિત કરવામાં આવી છે.

ગીર જંગલની મધ્યમા બિરાજમાન મથુરેશ્વર મહાદેવનું મંદિર
ગીર જંગલની મધ્યમા બિરાજમાન મથુરેશ્વર મહાદેવનું મંદિર (Etv Bharat Gujarat)

જંગલ વિસ્તાર હોવાથી જંગલી પ્રાણીઓની અવર-જવર

આ જંગલ વિસ્તારમાં સિંહ દીપડા સહિત અનેક પ્રાણીઓ અને પક્ષીઓ પણ જોવા મળે છે. જો કોઈ પણ વ્યક્તિ રાજકોટ તરફથી મથુરેશ્વર મહાદેવ જવા ઈચ્છતા હોય તો તેમણે જેતપુરથી ભેસાણ અને ત્યાંથી 20 કિલોમીટરના અંતરે મથુરેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચી શકે છે.

મંદિર જતાં દરેક શ્રદ્ધાળુઓએ વનવિભાગની લેવી પડે છે મંજુરી
મંદિર જતાં દરેક શ્રદ્ધાળુઓએ વનવિભાગની લેવી પડે છે મંજુરી (Etv Bharat Gujarat)

સવારના 8થી સાંજના 4 વાગ્યા સુધી પ્રવેશ

મથુરેશ્વર મહાદેવ મંદિર મધ્ય ગીરમાં આવેલું છે, જેથી અહીં જંગલના તમામ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. અભયારણ્યના કાયદા અનુસાર સવારે 8:00 વાગ્યાથી લઈને બપોરના ચાર વાગ્યા દરમિયાન તમામ પ્રવાસીઓને વર્ષ દરમિયાન પ્રવેશ આપવામાં આવે છે. જેમાં ચેકપોસ્ટ પર વન વિભાગના અધિકારી મથુરેશ્વર મંદિર જનાર તમામ પ્રવાસીઓની વાહન સહિતની વિગતો રજીસ્ટરમાં નોંધે છે.

મંદિરે દર્શને આવતા તમામ ભાવિકોને લેવી પડે છે વનવિભાગની મંજુરી
મંદિરે દર્શને આવતા તમામ ભાવિકોને લેવી પડે છે વનવિભાગની મંજુરી (Etv Bharat Gujarat)

પૂજારી સિવાય કોઈને પણ મંદિર પરિસરમાં રાતવાસો કરવાની મનાઈ

આ મંદિરમાં કોઈપણ વ્યક્તિને મહંત સિવાય રાતવાસો કરવા દેવામાં આવતો નથી, તેમજ સાંજના પાંચ વાગ્યા પહેલા તમામ લોકોએ ગીર અભયારણ્ય અને મથુરેશ્વર મહાદેવ મંદિરથી બહાર નીકળવાનુ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો

  1. પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ દ્રવ્યોથી થતો મહાદેવનો અભિષેક, અને તેનું ફળકથન, જુઓ વિશેષ અહેવાલ
  2. ગીર ગઢડામાં આવેલું પૌરાણિક દ્રોણેશ્વર મહાદેવનું મંદિર, ગુરુ દ્રોણાચાર્ય અને પાંડવો સાથે જોડાયેલી છે કથાઓ