ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, ઇતિહાસની સૌથી મોટી જપ્તી; 15 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગરમાં બે ઘટનામાં 18 કરોડથી વધુનું ગાંજાનું વાવેતર ઝડપાયું, કપાસ અને એરંડાની આડમાં કરવામાં આવતું હતું વાવેતર

સુરેન્દ્રનગરમાં ગાંજાનું ખેતર ઝડપાયું
સુરેન્દ્રનગરમાં ગાંજાનું ખેતર ઝડપાયું (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 1, 2026 at 9:37 PM IST

|

Updated : January 2, 2026 at 9:17 AM IST

1 Min Read
Choose ETV Bharat

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં ગણતરીના કલાકોમાં જ ગાંજાના વાવેતરની બે ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના ઇતિહાસમાં ગાંજાનું સૌથી મોટું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના સાયલાના કસવાળી ગામની સીમમાંથી 15 કરોડ કરતા વધુની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. પોલીસે આ ઘટનામાં બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કસવાળી નજીક સુરેન્દ્રનગર SOG દ્વારા એક ખેતરમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કપાસ અને એરંડાની આડમાં લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. કસવાળી ગામનું આ ખેતર સંજયભાઇ ભોપાભાઇ તાવિયાનું હોવાનું જાણવા મળ્યું હતું. સુરેન્દ્રનગર SOG દ્વારા 36 કલાક સુધી રેડની કામગીરી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું (ETV Bharat Gujarat)

સુરેન્દ્રનગર SOGએ સંજય ભોપાભાઇ તાવિયાના ખેતરમાંથી લીલા ગાંજાના 550 છોડ જપ્ત કર્યા હતા જેનું વજન 3 હજાર 36 કિલો અને 800 ગ્રામ જેટલું છે. આ ગાંજાના છોડની બજાર કિંમત 15 કરોડ 18 લાખ 40 હજારની આસપાસ છે. આ પહેલા આ જ વિસ્તારામાં તુવેરની આડમાં વાવેલા લીલા ગાંજાના 120 લીલા છોડ જપ્ત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના ઇતિહાસમાં ગાંજાનું આ સૌથી મોટું વાવેતર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ આ બીજ ક્યાથી લાતા હતા અને કઇ રીતે વાવેતર કરતા હતા તેમજ વાવેતર થયા બાદ તે કોને વેચવાના હતા તે અંગે વધુ તપાસ ચાલુ છે.

સુરેન્દ્રનગરના પોલીસ વડાએ કામને બિરદાવ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા આ કામગીરીને બિરદાવવામાં આવી હતી. સુરેન્દ્રનગર પોલીસે બે ઘટનામાં 18 કરોડથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. તપાસમાં સામેલ પોલીસ અધિકારીઓને પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો:

Last Updated : January 2, 2026 at 9:17 AM IST