ETV Bharat / state

વાપીમાં 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારને નરાધમને 20 વર્ષની સખત કેદની સજા

અદાલતે આરોપીને પોક્સો એક્ટની કલમ-6 હેઠળ 20 વર્ષની સખત કેદ અને ₹10 હજાર દંડની સજા સંભળાવ્યો છે.

વાપીમાં 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારને નરાધમને 20 વર્ષની સખત કેદની સજા
વાપીમાં 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારને નરાધમને 20 વર્ષની સખત કેદની સજા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 16, 2026 at 9:35 PM IST

2 Min Read
Choose ETV Bharat

વાપી: વાપીની સ્પેશિયલ પોક્સો અદાલતે 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવવાના ગંભીર ગુનામાં આરોપી રમેશ પ્રજાપતિને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સ્પેશિયલ જજ ડૉ. એચ. એન. વકીલે કેસમાં રજૂ થયેલા પુરાવા અને DGP અનિલ ત્રિપાઠીની દલીલોને આધારે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.

પોક્સો એક્ટ હેઠળ ફટકારાઈ કડક સજા
અદાલતે આરોપીને પોક્સો એક્ટની કલમ-6 હેઠળ 20 વર્ષની સખત કેદ અને ₹10 હજાર દંડની સજા સંભળાવ્યો છે. દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની સાદી કેદ ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.

ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈ હેઠળ પણ સજા
કોર્ટ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)(એમ) અને 65(1) હેઠળ પણ આરોપીને 20 વર્ષની સખત કેદ તથા ₹10 હજાર દંડની સજા ફટકારવામાં આવી છે. જોકે, તમામ સજાઓ એકસાથે ભોગવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વાપીમાં 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારને નરાધમને 20 વર્ષની સખત કેદની સજા (ETV Bharat Gujarat)

પીડિતાને ₹4 લાખ વળતર ચૂકવવાનો હુકમ
અદાલતે પીડિત કિશોરીના હિતને ધ્યાનમાં રાખી તેને ₹4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. બાળકી પર થયેલા ગંભીર શારીરિક અને માનસિક આઘાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

તબીબી તપાસમાં ગર્ભાવસ્થા સામે આવી
કેસની વિગતો મુજબ, 12 એપ્રિલ 2025ના રોજ પીડિતાની માતાએ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની 14 વર્ષની પુત્રીનું પેટ અસામાન્ય રીતે મોટું દેખાતા તબીબી તપાસ કરાવવામાં આવી હતી. તપાસ દરમિયાન કિશોરી લગભગ છ મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું.

પડોશીએ પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ
તપાસ દરમિયાન કિશોરીએ પરિવારને જણાવ્યું હતું કે, પડોશમાં રહેતો રમેશ પ્રજાપતિ તેને વારંવાર પોતાના રૂમમાં બોલાવતો હતો. આરોપીએ પ્રેમના બહાને વિશ્વાસમાં લઈ ઓક્ટોબર 2024થી એપ્રિલ 2025 દરમિયાન અનેક વખત તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.

સતત શોષણના કારણે કિશોરી બની ગર્ભવતી
ફરિયાદ અનુસાર, આરોપી દ્વારા લાંબા સમય સુધી કરવામાં આવેલા શારીરિક શોષણના કારણે કિશોરી ગર્ભવતી બની હતી. સમાજમાં બદનામી થવાના ભયને કારણે પરિવારજનોએ મોડેથી પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું પણ સામે આવ્યું હતું.

પુરાવા અને સાક્ષીઓના આધારે દોષિત ઠેરવાયો
ડુંગરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એકત્ર કરાયેલા તબીબી પુરાવા, વૈજ્ઞાનિક અહેવાલો તેમજ સાક્ષીઓના નિવેદનોના આધારે કેસ અદાલતમાં ચલાવવામાં આવ્યો હતો. તમામ પુરાવાઓની ચકાસણી બાદ અદાલતે આરોપીને દોષિત ઠેરવી કડક સજા ફટકારી હતી.

આ પણ વાંચો:

  1. અમદાવાદનો ચોંકાવનારો પોક્સો કેસ: અપહરણ બાદ વારંવાર દુષ્કર્મ, આરોપીને આજીવન જેલ
  2. રેપિડો-ઓલા-ઉબેર સામે હાઇકોર્ટ સખ્ત: રાજ્ય સરકારને 1 સપ્તાહમાં જવાબ આપવાનો આદેશ