ETV Bharat / state

ભાવનગર: શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી 1 કરોડથી વધુની છેતરપિંડી, મુખ્ય આરોપી ઝડપાયો

શેરબજારમાં રોકાણના નામે ટૂંકા સમયમાં બમણી કમાણી કરવાની લાલચ આપી નિર્દોષ લોકોને ફસાવતી વધુ એક ટોળકીનો પર્દાફાશ થયો છે.

શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી 1 કરોડથી વધુની છેતરપિંડી
શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી 1 કરોડથી વધુની છેતરપિંડી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 8, 2026 at 2:06 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર: શેરબજારમાં રોકાણના નામે ટૂંકા સમયમાં બમણી કમાણી કરવાની લાલચ આપી નિર્દોષ લોકોને ફસાવતી વધુ એક ટોળકીનો પર્દાફાશ થયો છે. ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનમાં 1 કરોડથી વધુની રકમ ઓળવી જવા અંગે નોંધાયેલી ફરિયાદના આધારે એલસીબી (LCB) પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીને ઝડપી લીધો છે.

સારા રીટર્નની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા

ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનમાં શેર બજારમાં સારા એવા રીટર્ન આપવાની લાલચ આપીને અનેક લોકોના એક કરોડ ઉપરની રકમ ઓળવી ગયાની ફરીયાદ નોંધાઈ હતી. ફરિયાદને પગલે LCB પોલીસે તપાસ હાથ ધરી હતી.

વરતેજ પોલીસ સ્ટેશનમાં ગૌતમ ઉકાભાઇ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ગામના જ યોગેશભાઇ ધામેચા સાથે મુલાકાત થઇ હતી. ત્યારબાદ તેમને શેરબજારમાં તેમનો પિતરાઇ ભાઇ સારૂ એવું રિટર્ન આપતો હોવાની વાત કરી હતી જેથી તેઓ સંજય ધામેચાને મળ્યા હતા.

સંજયભાઈને મળ્યા બાદ સ્ટેમ્પ બતાવી વિશ્વાસ આપ્યો

સંજયભાઈ ધામેચાએ 20 ટકા લેખે વળતર આપવાની ખાતરી આપી હતી. આ સાથે સ્ટેમ્પ પેપર પણ લખાણથી કરી આપવાની વાત કરી સ્ટેમ્પ પેપર બતાવ્યો હતો. આ સમયે ફરિયાદીના ઘરે ઘણા લોકો પૈસા લેવા અને મૂકવા પણ આવતા હતા. વિશ્વાસમાં આવતા ફરિયાદીએ ચેક આપવાની વાત કરી હતી પરંતુ તેમને રોકડ લેવાની વાત કરી હતી. આથી મેં દસ લાખ જેટલી રોકડ રકમ આપી હતી તેમાંથી મને 75,500 પરત આપેલા બાકીના 9,24,500 ઓળવી ગયા છે.

સારા રીટર્નની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા
સારા રીટર્નની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા (ETV Bharat Gujarat)

છ લોકોના એક કરોડ રૂપિયા પચાવી પાડ્યા

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અન્ય છ લોકોના મળીને કુલ 1,11,50,000નું રોકાણ કરવામાં આવ્યું છે જેમાંથી 17 લાખ 60 હજાર પરત કરીને બાકીના 1,03,14,500 ઓળવી ગયા છે. આમ વરતેજ પોલીસ સ્ટેશનમાં સંજય યોગેશભાઈ ધામેચા અને યોગેશ વેલજીભાઈ ધામેચા સામે ફરિયાદ નોંધાઇ હતી જેથી LCB પોલીસે મુખ્ય આરોપી સંજયભાઈ ધામેચાને ઝડપી લીધો છે.

પોલીસે સ્થળ ઉપરથી લેપટોપ, ત્રણ બાઈક, બે સ્ટેમ્પ, ચાર ચોપડા મળીને 60,000નો મુદ્દામાલ કબજે લીધો છે. LCB પોલીસ દ્વારા સંજય ધામેચા પાસે અન્ય કોઈ રોકાણકારોએ રોકાણ કર્યું હોય તો સામે આવીને પોલીસને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: