ETV Bharat / state

માત્ર અરવલ્લી જિલ્લામાં આઠ મહિનામાં ઝડપાયો રૂપિયા 28 કરોડનો દારૂ, રતનપુર-ઝાંઝરી ચેકપોસ્ટ પર પોલીસનું સતત પેટ્રોલિંગ

આ સમયગાળા દરમિયાન પ્રોહિબિશનના કુલ 4278 કેસ નોંધવામાં આવ્યા છે, જેમાં 96 મોટા કેસોનો સમાવેશ થાય છે

આ સમયગાળા દરમિયાન પ્રોહિબિશનના કુલ 4278 કેસ નોંધવામાં આવ્યા છે, જેમાં 96 મોટા કેસોનો સમાવેશ થાય છે
આ સમયગાળા દરમિયાન પ્રોહિબિશનના કુલ 4278 કેસ નોંધવામાં આવ્યા છે, જેમાં 96 મોટા કેસોનો સમાવેશ થાય છે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 23, 2026 at 3:59 PM IST

3 Min Read
Choose ETV Bharat

અરવલ્લી: ગુજરાત-રાજસ્થાન બોર્ડર વિસ્તાર ધરાવતા અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર દારૂના વેચાણ સામે પોલીસ દ્વારા વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ચાલુ વર્ષ દરમિયાન છેલ્લા આઠ મહિનામાં જિલ્લામાં પોલીસ દ્વારા પ્રોહિબિશનના કુલ 4,278 કેસ કરવામાં આવ્યા છે, જેમાં 96 મોટા કેસનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 4,457 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પોલીસની કાર્યવાહીમાં આઠ મહિનાના સમયગાળા દરમિયાન અંદાજે રૂપિયા 28 કરોડની કિંમતનો દારૂ ઝડપાયો છે. ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની ઘૂસણખોરી અટકાવવા માટે રતનપુરથી ઝાંઝરી ચેકપોસ્ટ સુધીના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ સમયગાળા દરમિયાન પ્રોહિબિશનના કુલ 4278 કેસ નોંધવામાં આવ્યા છે, જેમાં 96 મોટા કેસોનો સમાવેશ થાય છે (ETV Bharat Gujarat)

બોર્ડર અને ચેકપોસ્ટ પર રાઉન્ડ ધ ક્લૉક તપાસ

અરવલ્લી જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોવાથી દારૂની હેરાફેરી રોકવા માટે બોર્ડર વિસ્તારની ચેકપોસ્ટો પર પોલીસની ખાસ નજર રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ વાહનોનું ચેકિંગ, વાહનચાલકોની પૂછપરછ તેમજ બાતમીના આધારે દરોડા સહિતની કામગીરી સતત ચાલી રહી છે.

રતનપુર, શામળાજી સહિતના બોર્ડર વિસ્તારો અને ઝાંઝરી ચેકપોસ્ટ તરફના માર્ગો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લૉક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દારૂની હેરાફેરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ તંત્ર દ્વારા અલગ-અલગ ટીમોને પણ સક્રિય કરવામાં આવી છે.

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસ વધુ એક્શનમાં

ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં દારૂબંધીના કડક અમલને લઈને પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે. તેના પગલે અરવલ્લી જિલ્લામાં પણ પ્રોહિબિશન ડ્રાઈવને વધુ વેગ આપવામાં આવ્યો છે. બોર્ડર વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા દારૂના અડ્ડા અને હેરાફેરી અંગે મળતી બાતમીઓના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

છેલ્લા ત્રણ દિવસમાં 170 પ્રોહિબિશન કેસ

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જ 170 પ્રોહિબિશન કેસ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં કુલ 38 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 2.87 લાખ રૂપિયાની કિંમતનો દારૂ પણ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા લોકો તેમજ બુટલેગરો પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા શંકાસ્પદ વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

દારૂની હેરાફેરી સામે પોલીસની કડક કાર્યવાહી

અરવલ્લી પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ દારૂના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગુજરાતમાં દારૂની ગેરકાયદેસર સપ્લાય ચેઇનને અટકાવવાનો અને બોર્ડર પરથી થતી દારૂની હેરાફેરી પર નિયંત્રણ લાવવાનો છે. આવનારા દિવસોમાં પણ બોર્ડર વિસ્તાર, ચેકપોસ્ટ અને સંવેદનશીલ માર્ગો પર પોલીસનું ચેકિંગ અને પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવશે.

આંકડાઓ પર એક નજર:

  • આઠ મહિનામાં 4,278 પ્રોહિબિશન કેસ
  • 96 મોટા કેસમાં કાર્યવાહી
  • કુલ 4,457 આરોપીઓ સામે કાર્યવાહી
  • અંદાજે રૂ.28 કરોડનો દારૂ ઝડપાયો
  • છેલ્લા ત્રણ દિવસમાં 170 કેસ
  • છેલ્લા ત્રણ દિવસમાં 38 આરોપીઓ ઝડપાયા
  • રૂ.2.87 લાખનો દારૂ કબજે
  • રતનપુરથી ઝાંઝરી ચેકપોસ્ટ સુધી સતત ચેકિંગ
  • ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત અને તપાસ

અરવલ્લી પોલીસ દ્વારા રાજસ્થાન બોર્ડર પર સઘન ચેકિંગ અને નાકાબંધી હાથ ધરી ગેરકાયદે દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડીવાયએસપી જે.ડી. વાઘેલાના જણાવ્યા મુજબ વર્ષ 2026માં અત્યાર સુધીમાં પ્રોહિબિશનના 4278 કેસોમાં 4457 આરોપીઓની ધરપકડ કરી 28.09 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગાંધીનગર રેન્જ આઈજીપી વીરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સરહદી ચેકપોસ્ટો તથા નાકા પોઈન્ટ્સ પર સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચાલુ માસમાં પણ 430 કેસોમાં 407 આરોપીઓની ધરપકડ કરી 1.44 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હાથ ધરાયેલી વિશેષ ડ્રાઈવમાં 170 કેસો નોંધાયા છે. અરવલ્લી પોલીસ દ્વારા ગેરકાયદે દારૂની હેરાફેરી સામેની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો: