ETV Bharat / state

દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા અને 65 હજારનો દંડ, વિસાવદર કોર્ટનો ચુકાદો

વિસાવદરમાં કિશોરીને ડરાવી ધમકાવીને દુષ્કર્મ આચરનારા શખ્સને વિસાવદર કોર્ટે આજીવન કેદની સજા અને 65 હજારનો દંડ ફટકાર્યો છે.

દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા અને 65 હજારનો દંડ
દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા અને 65 હજારનો દંડ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 30, 2026 at 9:46 PM IST

1 Min Read
Choose ETV Bharat

જૂનાગઢ: વિસાવદરમાં કિશોરીને ડરાવી ધમકાવીને દુષ્કર્મ આચરનારા શખ્સને વિસાવદર કોર્ટે આજીવન કેદની સજા અને 65 હજારનો દંડ ફટકાર્યો છે. આજથી ચાર વર્ષ પહેલા વિસાવદરમાં રહેતી 15 વર્ષની કિશોરીને અલ્તાફ હોથી નામના શખ્સે ડરાવી ધમકાવીને દુષ્કર્મ આચર્યું હતું અને કોઇને આ વાતની જાણ કરી તો સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ કિશોરીના પિતાને થતા ફરિયાદ નોંધાવી હતી. ચાર વર્ષ પછી વિસાવદર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 65 હજારનો દંડ ફટકારતી સજાનો હુકમ કર્યો છે.

દુષ્કર્મના આરોપીને સખત આજીવન કેદની સજા

વિસાવદરમાં રહેતી 15 વર્ષની કિશોરીને ડરાવી ફોસલાવી અને સોશિયલ મીડિયાના મારફતે જાહેરમાં બદનામ કરવાની ધમકી આપીને દુષ્કર્મનો ભોગ બનાવનાર અલ્તાફ હોથીને વિસાવદર સેશન્સ કોર્ટ દ્વારા સખત આજીવન કેદની સજા અને 65 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરીના પિતા દ્વારા વર્ષ 14 ડિસેમ્બર 2022ના રોજ વિસાવદર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 30 જાન્યુઆરી 2023ના રોજ સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો અને 30 એપ્રિલ 2026ના રોજ વિસાવદર કોર્ટે સુનાવણી પૂર્ણ કરી આ કેસમાં આરોપીને સખત આજીવન કેદ અને 65 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.

વિસાવદર સેશન્સ કોર્ટના ચોથા એડિશનલ સેશન્સ જજ હેતલ કુમાર વિનોદરાય જોશી દ્વારા સમગ્ર કેસની સુનાવણી દરમિયાન વિવિધ કોર્ટોમાં ચુકાદા પૂર્વે આપવામાં આવેલા જજમેન્ટ તેમજ આ કેસમાં 11 સાક્ષી અને અલગ અલગ 43 પુરાવાઓનું વૈજ્ઞાનિક અને કાયદાકીય રીતે પૃથ્થકરણ કરીને આરોપીને IPCની કલમ 376 (3) 506 (2) 114 અને પોક્સો એકટ 04,08 અને 17 અન્વયે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

આ પણ વાંચો: