જુનાગઢની મુક્તિ માટે યોજવામાં આવેલા લોકમતમાં કેટલા મતદારોએ લીધો હતો ભાગ? જુઓ રસપ્રદ ઇતિહાસ
13મી નવેમ્બર 1947ના દિવસે બહાઉદ્દીન કોલેજના પટાગણમાં સભા કરીને જૂનાગઢના જોડાણ અંગે લોકમત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Published : November 9, 2025 at 8:27 PM IST
જુનાગઢ : આજે જુનાગઢનો મુક્તિ દિવસ છે, ત્યારે આઝાદી બાદ જુનાગઢના નવાબ મહાબતખાન ત્રીજા દ્વારા જુનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવામાં આવતા સરદાર પટેલે જુનાગઢના નવાબ દ્વારા કરવામાં આવેલા નિર્ણયની સામે 13મી નવેમ્બર 1947ના દિવસે બહાઉદ્દીન કોલેજના પટાગણમાં સભા કરીને જુનાગઢના જોડાણ અંગે લોકમત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 20 ફેબ્રુઆરી 1948ના દિવસે જુનાગઢમાં લોકમત લેવાયો. જેમાં જુનાગઢ સાથે જોડાવા માગતા 2,22,184 મતદારોએ મત આપ્યો, આ પૈકીના માત્ર 130 મતદારોએ જુનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે થાય તે વાતમાં પોતાનો સુર પુરાવ્યો હતો.
જુનાગઢનુ પાકિસ્તાન સાથે જોડાણ અને લોકમત
1947ના દિવસે સમગ્ર ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયું હતું, બિલકુલ આજ સમયે જુનાગઢના નવાબ મહાબતખાન ત્રીજા દ્વારા જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવાનો નિર્ણય કરીને પરિવાર સાથે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. જુનાગઢના નવાબની આ ઈચ્છા સરદાર પટેલના દ્રઢ મનોબળને કારણે આજે પણ એક સપનું બનીને રહી ગઈ છે. નવાબ મહાબત ખાન ત્રીજા દ્વારા કરવામાં આવેલા નિર્ણયની વિરુદ્ધમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 13મી નવેમ્બર 1947ના દિવસે ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજના પટાંગણમાં વિશાળ જાહેરસભા કરીને નવાબ મહાબતખાન ત્રીજાના આ નિર્ણયને ખુલ્લેઆમ પડકાર આપ્યો હતો અને તે પણ લોકતાંત્રિક રીતથી સરદાર પટેલની આ સભામાં એવું નિર્ધારિત કરવામાં આવ્યું કે જુનાગઢ રાજ્યના લોકોનો લોકમત લેવામાં, ત્યારબાદ 22મી ફેબ્રુઆરી 1948ના દિવસે લોકમત લેવાનું નક્કી થયું. આ દિવસે સમગ્ર જુનાગઢ રાજ્યમાં રજા પણ રાખવામાં આવી હતી.
લાલ અને લીલા રંગની મત પેટી
ઇતિહાસમાં એવું નોંધાયું છે કે, આઝાદ ભારતમાં પ્રથમ વખત લોકમત મેળવવા માટે જે પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી. તેને ભારત સ્વતંત્ર થયા બાદ પ્રથમ ચૂંટણી માનવામાં આવે છે. લોકમત માટે લાલ અને લીલા રંગની 2 મત પેટીઓ રાખવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અને તમામ નીતિ નિયમનું પાલન થાય તે માટે જૂનાગઢ રાજ્યમાં 451 મતદાન મથકો સ્થાપવામાં આવ્યા હતા. જેમાં ભારત સાથે જોડાવા માંગતા લોકોએ લાલ મત પેટી અને પાકિસ્તાન સાથે જોડાવા માંગતા લોકોએ લીલા રંગની મત પેટીમાં પોતાનો લોકમત આપવાનો હતો.

આ ચૂંટણી વખતે પણ દેશ-વિદેશના પરેશ પ્રતિનિધિઓ પણ સંભવત ભારતના પહેલા મતદાનને જોવા અને તેના રિપોર્ટિંગ માટે આવ્યા હતા. જુનાગઢની ચૂંટણી માત્ર ભારત નહી પરંતુ લંડનના સંડે ટાઇમ્સના પત્રકારો માટે પણ આટલી જ મહત્વની હતી. સન્ડે ટાઈમ્સમાંથી જોશલિન હેનેસી એન ડેઈલી ટેલીગ્રાફના ડગલાસ પણ ચૂંટણીનું સંપૂર્ણ રિપોર્ટિંગ થાય તે માટે જુનાગઢ રાજ્યમાં હાજર હતા. જુનાગઢ લોકમત સંપૂર્ણ નિષ્પક્ષતાથી થાય તે માટે ચૂંટણી નિરીક્ષક તરીકે સી. બી. નાગરેકરે પણ ખાસ હાજરી આપી હતી અને તેમના દ્વારા 24/02/1948ના રોજ જુનાગઢના પ્રથમ લોકમતનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

જુનાગઢ લોકમતમાં જોડાયેલા શહેરો
જુનાગઢ રાજ્યના લોકો લોકમત માટે જુનાગઢ માંગરોળ બાટવા બાટવા છોટા સરદારગઢ અને બાબરીયાવાડમાં નોંધાયેલા મતદારોએ લોકમતમાં પોતાનો મત આપ્યો હતો. જે પૈકી જુનાગઢમાંથી 21,606 મુસ્લિમ અને 1,78,963 બિન મુસ્લિમ મતદારો લોકમતમાં જોડાયા હતા, તેવી જ રીતે માંગરોળના 3204 મુસ્લિમ અને 9793 બિન મુસ્લિમ માણાવદરના 520 મુસ્લિમ અને 8160 બિન મુસ્લિમ બાંટવા બડાના 249 મુસ્લિમ અને 1178 બિન મુસ્લિમ બાટવા છોટાના 39 મુસ્લિમ અને 1393 બિન મુસ્લિમ સરદારગઢના 231 મુસ્લિમ અને 3162 બિન મુસ્લિમ અને બાબરીયાવાડ ના 243 મુસ્લિમ અને 5637 બિન મુસ્લિમ મતદારો મળીને કુલ 26092 મુસ્લિમ અને 2,08,286 જેટલા બિન મુસ્લિમ મતદારોએ લોકમતમાં ભાગ લીધો હતો.

લોકમતનું પરિણામ
20 ફેબ્રુઆરી 1948ના દિવસે લોકમત માટે હાથ ધરવામાં આવેલું મતદાનનું પરિણામ 24 ફેબ્રુઆરી 1948ના દિવસે આવ્યું હતું. જેમાં હિન્દ સંઘ સાથે જોડાનાર1,90,870 પાકિસ્તાન સાથે જોડાવા માટે 91 તેવી જ રીતે માંગરોળના 11,842 હિન્દ સંઘ અને 08 પાકિસ્તાન માણાવદરના 8447 હિન્દ સંઘ અને 11 પાકિસ્તાન બાટવા બડાના 1101 હિન્દ સંઘ અને 10 પાકિસ્તાન બાટવા છોટામાંથી તમામ 1,412 મત હિન્દ સંઘની તરફેણમાં આવ્યા હતા. તેવી જ રીતે સરદારગઢમાં પણ 3243 હિન્દ સંઘ અને માત્ર 02 મતદારો પાકિસ્તાનની તરફેણમાં આવ્યા હતા.

અતે બાબરીયાવાડના 5400 મતદારો હિન્દ સંઘ અને 08 મતદારોએ પાકિસ્તાન તરફે જોડાણ માટે લોકમત આપ્યો હતો. આ લોકમતના પરિણામોમાં પાકિસ્તાન સાથે જોડાનાર 130 મતદારો સામે આવ્યા હતા, તેની સામે હિન્દ સંઘમા જોડાવા માટે 02,22,314 જેટલા મતદારોએ પોતાનો મત આપ્યો હતો. આ લોકમતમાં 94.95 ટકા લોકોએ મત આપ્યો હતો. જેમાં 99.99 ટકા મતદારોએ હિન્દ સંઘમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો...

