ETV Bharat / state

નવસારીના મતવાડમાં દીપડો જોવા મળતા ભયનો માહોલ, 8 કલાકના રેસ્કયૂ બાદ વન વિભાગે પાંજરે પૂર્યો

નવસારીના જલાલપુર તાલુકાના મતવાડ ગામમાં ધોળા દિવસે દીપડો આવી ચડતાં સમગ્ર પંથકમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

નવસારીના મતવાડમાં દીપડો જોવા મળતા ભયનો માહોલ જોવા મળ્યો હતો
નવસારીના મતવાડમાં દીપડો જોવા મળતા ભયનો માહોલ જોવા મળ્યો હતો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 7, 2026 at 7:50 AM IST

2 Min Read
Choose ETV Bharat

નવસારી: નવસારીના જલાલપુર તાલુકાના મતવાડ ગામમાં ધોળા દિવસે દીપડો આવી ચડતાં સમગ્ર પંથકમાં ભારે ગભરાટ ફેલાયો હતો. રસ્તા પર લોકો અને વાહનોની અવરજવરથી ગભરાયેલો દીપડો નજીકના એક ઘરનાળામાં છુપાઇ ગયો હતો. વન વિભાગ, પોલીસના સંયુક્ત પ્રયાસોથી 8 કલાકના મેગા રેસ્કયૂ ઓપરેશન બાદ આખરે દીપડાને સુરક્ષિત પાંજરે પૂરવામાં આવ્યો હતો.

શાળા નજીક દીપડો દેખાતાં અફરાતફરી

મટવાડ ક્રિકેટ ગ્રાઉન્ડની સામે આવેલી આદર્શ બુનિયાદી શાળા નજીકના મુખ્ય માર્ગ પર અચાનક દીપડો આવી ચડ્યો હતો. ભરચક વિસ્તારમાં દીપડાને જોતાં જ સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, વાહનોની અવરજવર અને લોકોનો ઘોંઘાટ સાંભળીને ગભરાયેલો દીપડો રસ્તાની બાજુમાં આવેલા એક ઘરનાળામાં ઘૂસી ગયો હતો. આ ઘટનાને પગલે વન્યજીવને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોઈ સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગ અને જલાલપુર પોલીસને જાણ કરી હતી.

નવસારીના મતવાડમાં દીપડો જોવા મળતા ભયનો માહોલ જોવા મળ્યો હતો (ETV Bharat Gujarat)

બનાવની જાણ થતા જ સાથે જ સામાજિક વનીકરણ વિભાગની સુપા રેન્જની ટીમ અને જલાલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કોઈપણ અનિચ્છનીય ઘટના ન ઘટે અને દીપડો લોકો પર હુમલો ન કરે તે માટે પોલીસે તકેદારીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

8 કલાકના રેસ્કયૂ બાદ વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો હતો
8 કલાકના રેસ્કયૂ બાદ વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો હતો (ETV Bharat Gujarat)

વન વિભાગે સ્થાનિક એનજીઓ અને ગ્રામજનોની મદદ લઈને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. દીપડો જે નાળામાં છુપાયો હતો તેની આસપાસ નેટ (જાળી) અને પાંજરું ગોઠવી દેવામાં આવ્યું હતું. આ ઓપરેશન સવારથી લઈને સાંજ સુધી એટલે કે આશરે 8 કલાક સુધી ચાલ્યું હતું. આખરે સાંજે લગભગ 7 વાગ્યે દીપડાને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પાંજરે પૂરી દેવામાં આવ્યો હતો, જેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

8 કલાકના રેસ્કયૂ બાદ વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો હતો
8 કલાકના રેસ્કયૂ બાદ વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો હતો (ETV Bharat Gujarat)

સુપા રેન્જના ફોરેસ્ટ ઓફિસર મિતુલ પટેલે જણાવ્યું હતું કે, "પાંજરે પુરાયેલો દીપડો આશરે દોઢ વર્ષનું બચ્ચું છે. તે ખોરાક અને પાણીની શોધમાં ગામ તરફ આવી ચડ્યું હતું." વન વિભાગના અધિકારીઓના મતે, છેલ્લા કેટલાક સમયથી જંગલ વિસ્તારમાં ખોરાક અને પાણીની અછત સર્જાવાને કારણે વન્યજીવો માનવ વસાહતો તરફ પ્રયાણ કરી રહ્યા છે, જેને કારણે માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટનાઓ સતત વધી રહી છે.

આ પણ વાંચો: