ચંદ્રગ્રહણમાં સુતક ક્યાં લાગુ પડે ? ગુજરાતમાં ગ્રહણના પગલે ધાર્મિક પાલન અને પૂજાપાઠ વિશે જાણો
ધાર્મિક દ્રષ્ટિએ ક્યાં પૂજાપાઠ થાય અને ક્યાં ન થાય. ગ્રહણમાં પૂજાપાઠનું ખૂબ મહત્વ છે. શ્રીધર પંચાંગવાળા કિશનભાઈ જોશી પાસેથી ચાલો જાણીએ વિસ્તાર...

Published : March 3, 2026 at 4:56 PM IST
ભાવનગર: વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ થવા થઈ જઈ રહ્યું છે. ત્યારે ભારતમાં પણ કેટલાક સ્થળો ઉપર ચંદ્રગ્રહણ જોવા મળશે. જો કે ચંદ્રગ્રહણને લઈને સૂતક અને પૂજા પાઠનું મહત્વ રહેલું છે. ત્યારે ભાવનગરના શ્રીધર પંચાંગ વાળા કિશનભાઇ જોશી સાથે ચંદ્રગ્રહણને પગલે કેટલી ખાસ વાતચીત કરી હતી. શું કહેવું છે તેમનુ ચંદ્રગ્રહણ વિશે, જાણીએ વિસ્તારથી...
ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ અને ક્યા નહીં ?
ભાવનગર શ્રીધર પંચાંગવાળા કિશનભાઇ જોશીએ જણાવ્યું હતું કે, આજે ફાગણ સુદ પૂનમ મંગળવાર તારીખ 3 માર્ચ 2026ના દિવસે ભારતમાં ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ સમગ્ર ભારતમાં દેખાવાનું નથી. આ ચંદ્રગ્રહણ પૂર્વીય યુરોપ, એશિયા, ભારત, ઓસ્ટ્રેલિયા, પેસેફિક વિસ્તાર, ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને એટલાન્ટિક વિસ્તારમાં ચંદ્રગ્રહણ દેખાવાનું છે.
ગ્રહણનો કાળ પણ ભાવનગરમાં દેખાશે નહી
શ્રીધર પંચાંગવાળા કિશનભાઇ જોશીએ જણાવ્યું હતું કે, આ ગ્રહણનો કાળ 5.39 કલાકનો રહેવાનો છે. જેની મધ્યસ્થતા 58 મિનિટની રહેશે. આ ગ્રહણ સંપૂર્ણ રૂપે ભારતમાં જોવા ન મળતા પૂર્વીય ભારત, મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જે પૂર્વીય વિસ્તાર ગુજરાતમાં તબક્કાવાર જોવા મળશે. વાત કરીએ ભાવનગરમાં તો ભાવનગરમાં આ ગ્રહણ બતાવવાનું નથી તેથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું નથી કે સુતક લાગવાનું નથી.
ગ્રહણમાં પૂજા પાઠ અને દાભનું મહત્વ
ચંદ્રગ્રહણને પગલે શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય નિયમ મુજબ ગ્રહણ સમયે પૂજા પાઠ મંત્ર જાપ કરવાથી ફાયદો જરૂર થાય છે, તો આપણે પોઝિટિવ રીતે જોતા બપોરે 2.43 થી 6.47 સુધી ગ્રહણ રહેવાનું છે, તેથી પૂજા પાઠ કરવા જોઈએ. ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓએ બહાર બને ત્યાં સુધી ન નીકળવું જોઈએ. ભોજન લેવાનું પણ ટાળવું જોઈએ. શાસ્ત્રના જણાવ્યા પ્રમાણે દીવો ન કરવો, ભગવાનનો સ્પર્શ ન કરવો, મંદિરના ખોલવું ના જોઈએ. જો કે મંદિર, પાણી વગેરે જેવા પવિત્ર સ્થળ ઉપર દાભ મૂકવામાં આવે તો પવિત્રતા જળવાય છે. ગ્રહણ બાદ એ દાભને ચાર ચોકમાં મુકી આવો જોઈએ.

