કે.એલ. એન રાવની ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP તરીકે નિમણુંક, વિકાસ સહાય થયા વયનિવૃત
ડો. રાવ હાલ CID ક્રાઈમના વડા તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

Published : December 31, 2025 at 8:10 PM IST
|Updated : December 31, 2025 at 8:22 PM IST
અમદાવાદ : ગુજરાત પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહાયની નિવૃત્તિ બાદ રાજ્યના નવા ઇન્ચાર્જ DGP તરીકે 1992 બેચના IPS અધિકારી ડો. કે.એલ.એન. રાવની નિમણૂંક કરવામાં આવી છે. ડો. રાવ હાલ CID ક્રાઈમના વડા તરીકે ફરજ બજાવી રહ્યા હતા. નવા વર્ષથી તેઓ ગુજરાત પોલીસની કમાન સંભાળશે.
કોણ છે કે.એલ.એન. રાવ?
- ડો. કે.એલ.એન. રાવ
- IPS - 1992
- હાલની ફરજ : વડા, CID ક્રાઇમ
- શૈક્ષણિક લાયકાત : M.Sc, Ph.D
- મૂળ વતન : તેલંગણા
- સેવા અનુભવ : ગુજરાતમાં વિવિધ પદો પર ફરજ
- નિવૃત્તિ : ઓક્ટોબર, 2027
ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ, જેઓ હવે વચગાળાના ધોરણે કાર્યભાર સંભાળશે, તેઓ ગુના તપાસ અને રેલવે પોલીસમાં તેમના અનુભવ માટે જાણીતા છે. CID (ક્રાઈમ અને રેલવે)ના વડા તરીકે તેમની રાજ્યભરમાં સંવેદનશીલ તપાસ અને ગુપ્તચર સંબંધિત કેસોમાં તેમની સારી એવી પક્કડ છે. ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ વધારાની જવાબદારી સાથે ગુજરાત પોલીસનું નેતૃત્વ કરશે, જેમાં રાજ્ય દળમાં ગુના નિયંત્રણ, આંતરિક સુરક્ષા અને વહીવટી સુધારાઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે.
વિકાસ સહાયએ વયનિવૃત:
ગુજરાતના DGP તરીકેની સેવા બાદ વિકાસ સહાય નિવૃત્ત થયા છે, આ સાથે જ ભારતીય પોલીસ સેવામાં તેમના લગભગ ચાર દાયકા લાંબી કારકિર્દીનો અંત થયો છે.
આ પણ વાંચો...

