જૂનાગઢમાં મૃગીકુંડ સ્નાન વિવાદમાં કીર્તિ પટેલને મળ્યા જામીન, બજરંગદાસ બાપુએ નોંધાવી હતી ફરિયાદ
વિવાદિત સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર અને ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને જૂનાગઢ મૃગીકુંડ સ્નાન વિવાદમાં જામીન મળ્યા છે.

Published : February 25, 2026 at 7:47 AM IST
જૂનાગઢ: વિવાદિત સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર અને ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને જૂનાગઢ મૃગીકુંડ સ્નાન વિવાદમાં જામીન મળ્યા છે. કીર્તિ પટેલ અને સહ આરોપી દિવ્યા સાવલાણી ભવનાથ પોલીસ સ્ટેશન અને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર થઇ હતી જેમાં કીર્તિ પટેલને ભવનાથ પોલીસ મથકમાં દાખલ થયેલી ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના કેસમાં જામીન મળ્યા છે જ્યારે અન્ય એક કેસમાં કીર્તિ પટેલ સાથે દિવ્યા સાવલાણીને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો કોર્ટે હુકમ કર્યો છે.
મૃગીકુંડ સ્નાન વિવાદમાં કીર્તિ પટેલને મળ્યા જામીન
કીર્તિ પટેલ સામે શિવરાત્રીના દિવસે મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ બજરંગદાસ બાપુએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ પોલીસ ફરિયાદના આધારે ભવનાથ પોલીસ મથકમાં તેના વકીલ સુરેશ પરમાર સાથે હાજર થઇ હતી. જેતપુરના એક અન્ય કેસમાં ખંડણી માંગવી અને બળાત્કારના કેસમાં ખોટી રીતે ફસાવી દેવાની ધમકી આપનાર સહ આરોપી દિવ્યા સાવલાણી પણ જૂનાગઢ જિલ્લા કોર્ટમાં હાજર થઇ હતી. કીર્તિ પટેલના જામીન મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે દિવ્યા સાવલાણીને એક દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે કર્યો છે.
કીર્તિ પટેલના વકીલ સુરેશ પરામરે જણાવ્યું હતું કે, અમારા ક્લાયન્ટ પોલીસ અને કાયદા દ્વારા સ્થાપિત વ્યવસ્થા તંત્રમાં ભરોસો અને વિશ્વાસ રાખે છે. પોલીસ અને નામદાર કોર્ટ સમગ્ર કેસમાં જ્યારે પણ બોલાવશે ત્યારે તેઓ અને કીર્તિ પટેલ સ્વયંમ હાજર રહેશે. પોલીસ અને કોર્ટ દ્વારા જે સૂચન તેમના અસીલ કીર્તિ પટેલને આપ્યા છે તેનું પાલન કરવા માટે પણ તેઓ બંધાયેલા છે. ફરજમાં રૂકાવટના એક કેસમાં કીર્તિ પટેલ તાલુકા પોલીસ મથકે ઓફિસ સમય દરમિયાન હાજર રહે તેવી પણ શક્યતા છે. આ કિસ્સામાં પણ કીર્તિ પટેલને જામીન મળી જશે તેવી પુરી શક્યતા છે. બીજી તરફ જેતપુરના એક કેસમાં પોલીસ પકડમાં રહેલા સહ આરોપી દિવ્યા સાવલાણીના એક દિવસના રિમાન્ડ બપોરે 4.00 વાગ્યે પૂરા થઇ રહ્યા છે જેને ફરીથી કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને પણ જામીન પર મુક્ત કરવામાં આવે તેવી શક્યતાઓ છે.


આ પણ વાંચો:

