ETV Bharat / state

નવરાશમાંથી નફો, આવક મેળવવા ઉદ્યોગ ધંધાના પાઠ શીખતી ચુણેલ ગામની ગૃહિણીઓ

ચુણેલ ગામની મહિલાઓએ અભિયાન શરૂ કર્યું છે. જેને રાજ્ય સરકારની ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા (સીઈડી) દ્વારા સહયોગ મળી રહ્યો છે.

આવક મેળવવા ઉદ્યોગ ધંધાના પાઠ શીખતી ચુણેલ ગામની ગૃહિણીઓ
આવક મેળવવા ઉદ્યોગ ધંધાના પાઠ શીખતી ચુણેલ ગામની ગૃહિણીઓ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 11, 2026 at 11:59 AM IST

3 Min Read
Choose ETV Bharat

ખેડા : આજના મોંઘવારીના સમયમાં સૌને વધારાની આવકની જરૂર હોય છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ, ગૃહિણીઓને રોજના ચાર થી પાંચ કલાક જેટલો ફ્રી સમય મળે છે, ત્યારે આ ફ્રી સમયનો ઉપયોગ કરીને તેને આવકમાં કેવી રીતે ફેરવી શકાય. તેને લઈ ખેડા જીલ્લાના ચુણેલ ગામની મહિલાઓએ અભિયાન શરૂ કર્યું છે. જેને રાજ્ય સરકારની ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા (સીઈડી) દ્વારા સહયોગ મળી રહ્યો છે.

હાલ આ ગ્રામ્ય મહિલાઓને સંસ્થા દ્વારા ઉદ્યોગ સાહસિકતાની તાલીમ આપવામાં આવી રહી છે. જે બાદ આ મહિલાઓ દ્વારા એકબીજાના સહયોગથી ગૃહ ઉદ્યોગ શરૂ કરવાનો હેતુ છે. જાતે જ ભેગા મળી કંઈક ઉદ્યમ કરવાના હેતુથી આ તાલીમથી શરૂઆત કરવામાં આવી છે. હાલ ક્લાસમાં બેસી ગામની આ ગૃહિણીઓ ઉદ્યોગ ધંધાના પાઠ ભણી રહી છે.

ઉદ્યોગ ધંધાના પાઠ શીખતી ચુણેલ ગામની ગૃહિણીઓ (ETV Bharat Gujarat)

ગામની બે મહિલાઓએ અન્યોને પ્રેરણા પુરી પાડી

ચુણેલ ગામની બે મહિલાઓ કે જેમાંથી એક મણકામાંથી ડીઝાઈનર સાડી પીન, ઝુમકા, પાયલ સહિતની વસ્તુઓ બનાવે છે. જે અમેરિકા સહિતના દેશોમાં પણ મોકલે છે. જેમાંથી દર મહિને સારી એવી આવક મેળવે છે, સાથે અન્ય એક બહેન ડીઝાઈનર ડ્રેસ તેમજ ચણિયાચોળી બનાવી સારી એવી આવક મેળવે છે.

ગામની આ બંને બહેનોથી પ્રેરાઈને અન્ય મહિલાઓએ પણ સ્વનિર્ભર બનાવાનુ આ અભિયાન હાથ ધર્યુ છે. જેમાં મહત્વની વાત એ પણ છે કે આ સ્વનિર્ભર બંને મહિલાઓ જાતે જ પોતાની મહેનતથી આત્મનિર્ભર બની છે.તે અન્યને પ્રેરી રહી છે અને મદદરૂપ બની રહી છે.

ઉદ્યોગ ધંધાના પાઠ શીખતી ચુણેલ ગામની ગૃહિણીઓ
ઉદ્યોગ ધંધાના પાઠ શીખતી ચુણેલ ગામની ગૃહિણીઓ (ETV Bharat Gujarat)

મહિલાઓને સ્વનિર્ભર બનવાની તાલીમ આપી રહ્યા છીએ: સીઈડી પ્રતિનિધિ

આ બાબતે ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા(સીઈડી)ના પ્રતિનિધિ સંગીતાબેન તિવારીએ જણાવ્યું હતું કે, અમે મહિલાઓને સ્વનિર્ભર બનવાની તાલીમ આપી રહ્યા છે. આ તાલીમ ગવર્મેન્ટ ઓફ ગુજરાત સીઈડી તરફથી આપી રહ્યા છીએ. જેથી બહેનો સ્વનિર્ભર બની શકે અને ઉદ્યોગ સાહસિક બનવાનું બીડુ ઉપાડી શકે. સ્વનિર્ભર બની પોતાના ઘરનું ગુજરાન સક્ષમ રીતે ચલાવી શકે. આજે દરેક ઘરમાં એક આંતરપ્રિન્યોર ઉભો કરવા માટેનુ બીડુ સીઈડી સંસ્થા દ્વારા ઉપાડવામાં આવ્યું છે.

ઉદ્યોગ ધંધાના પાઠ શીખતી ચુણેલ ગામની ગૃહિણીઓ
ઉદ્યોગ ધંધાના પાઠ શીખતી ચુણેલ ગામની ગૃહિણીઓ (ETV Bharat Gujarat)

આથી આ કાર્યક્રમ ગુજરાત સરકાર તરફથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કરવામાં આવે છે. અમે ઈડીપી 2ની તાલીમ આપીએ છીએ, જે 12 દિવસની હોય છે. એમાં ઉદ્યોગ માટે મુખ્ય અને મહત્વના ક્યા પાસાઓ છે, એની મહત્ત્વની જાણકારી આપવામાં આવે છે. આ જાણકારી માટે અલગ અલગ ફેકલ્ટીઓ આવે છે, તેઓ આ માહિતી પુરી પાડે છે. જેથી તેમને એક ઉદ્યોગ સાહસિક બનવા કોઈ તકલીફ ન પડે.

જાતે બનાવેલી હેન્ડમેડ જ્વેલરી ગામમાંથી ઓનલાઈન ઓર્ડરથી યુએસ, કેનેડા, યુકે મોકલે છે

જાતે ઘરે જ્વેલરી બનાવનાર કાજલબેને જણાવ્યું હતું કે, "હું હેન્ડમેડ જ્વેલરી બનાવુ છું. ઘરે જાતે જ શીખી છું અને ઓર્ડર લઉ છું. ઓનલાઈન.યુએસ, કેનેડા, યુકે મોકલું છું. સેફ્ટીપીન પણ બનાવું છં. ઝુડા, સ્ટીક, પાયલ, હેર સ્ટીક પીન બધું બનાવું છું.

ઉદ્યોગ ધંધાના પાઠ શીખતી ચુણેલ ગામની ગૃહિણીઓ
ઉદ્યોગ ધંધાના પાઠ શીખતી ચુણેલ ગામની ગૃહિણીઓ (ETV Bharat Gujarat)

નવરાશના સમયમાં પૈસા કમાવા ગૃહઉદ્યોગ શરૂ કરવાનુ નક્કી કર્યુ છે: તાલીમાર્થી

તાલીમ લઈ રહેલા જૂહીબેને જણાવ્યું હતું કે, અમે અહીં બધી છોકરીઓ અને મહિલાઓ છે. અમે બધા ભેગા થઈને અમે એક ગૃહઉદ્યોગ શરૂ કરવાનું વિચારીએ છીએ. એના માટેની અમે અહીંયા તાલીમ લઈ રહ્યા છીએ. અમારી પાસે બે ત્રણ કલાકનો બપોરનો જે નવરાશનો ટાઈમ છે, તેની અંદર અમે કંઈક કરવા માગીએ છીએ. બે પૈસા કમાવવા માગીએ છીએ, એના માટે અમે ગૃહઉદ્યોગ શરૂ કરવાનો વિચાર કર્યો છે. એના માટે અત્યારે તાલીમ ચાલી રહી છે અને તાલીમના હવે 2 દિવસ રહ્યા છે. તાલીમ લીધા પછી અમે અમારો ગૃહઉદ્યોગ શરૂ કરીશું.

આ પણ વાંચો...

  1. Navsari Umbadiya Haat : ઠંડીના ઠારમાં ગરમી આપતું ઉબાડીયું, વેપારીઓને જોરદાર કમાણી
  2. મઠીયા-પાપડનું હબ ગણતાં ઉત્તરસંડામાં દિવાળીના પગલે કરોડોની કમાણી