ETV Bharat / state

જુનાગઢ: SMCનો ખડિયા નજીક દરોડો, 35 લાખના મુદ્દામાલ સાથે અમાન્ય ડીઝલ ઝડપી પાડ્યું, આઠની અટકાયત

એસએમસીની આ રેડ દરમિયાન કુલ આઠ જેટલા લોકોને પકડી પાડવામાં સફળતા મળી છે.

જુનાગઢ: SMCનો ખડિયા નજીક દરોડો, 35 લાખના મુદ્દામાલ સાથે અમાન્ય ડીઝલ ઝડપી પાડ્યું, આઠની અટકાયત
જુનાગઢ: SMCનો ખડિયા નજીક દરોડો, 35 લાખના મુદ્દામાલ સાથે અમાન્ય ડીઝલ ઝડપી પાડ્યું, આઠની અટકાયત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 27, 2026 at 12:01 PM IST

1 Min Read
Choose ETV Bharat

જુનાગઢ: સ્ટેટ મોનિટરિંગ સેલે ખડીયા નજીક મેંદરડા રોડ પર આવેલા શિવ મરીન સર્વિસમાંથી 2840 લીટર જેટલું અમાન્ય ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહી દરમિયાન કુલ 35 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એસએમસીની આ રેડ દરમિયાન કુલ આઠ જેટલા લોકોને પકડી પાડવામાં સફળતા મળી છે. આ તમામ વિરુદ્ધ જુનાગઢ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે SMCની સાથે જુનાગઢ પોલીસ તપાસ કરી રહી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા ડીઝલનો જથ્થો ઝડપાયો

સ્ટેટ મોનીટરિંગ સેલને મળેલી પૂર્વ બાતમીને આધારે જુનાગઢ તાલુકાના ખડિયા ગામ નજીક મેંદરડા રોડ પર આવેલા એસ.આર પેટ્રોલ પંપની બાજુમાં શિવ મરીન સર્વિસ નામની સંસ્થામાંથી 2840 લિટર જેટલો અમાન્ય ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેની બજાર કિંમત 1,98,800 રુપિયા છે. અમાન્ય ડીઝલનું વેચાણ કરવું પ્રતિબંધિત છે. આવી સ્થિતિમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીને આધારે રેડ કરતા અહીંથી આઠ જેટલા ઈસમો પણ પકડી પાડવામાં આવ્યા છે. આ તમામની સાથે નવ મોબાઇલ, ચાર વાહન અને 11,450 જેટલી રોકડ પણ જપ્ત કરવામાં આવી છે

રેડ દરમિયાન અન્ય સાધનો પણ જપ્ત

સ્ટેટ મોનિટરિંગ સેલની આ રેડ દરમિયાન અમાન્ય ડીઝલનો જથ્થો સંગ્રહ કરવાની ટેન્ક કે જેની બજાર કિંમત 30,000 રૂપિયા છ, ડીઝલ પુરવા માટેનું એક મશીન જે 25000 રૂપિયાની કિંમતનું છે, ઇલેક્ટ્રીક મોટર, ડીવીઆર સહિત કુલ 35 લાખનો મુદ્દામાલ પણ સ્ટેટ મોનિટરિંગ સેલે જપ્ત કર્યો છે. પોલીસે જે આરોપીને પકડી પાડ્યા છે તેમાં વિપુલ ચોવટીયા રાજકોટ, જયરાજ ભટ્ટી જુનાગઢ, રહીમ સોઢા ટ્રક ડ્રાઇવર - રાજકોટ, મુન્નાભાઈ જુનાગઢ, યુવરાજ આડતીયા જુનાગઢ, વિજય ઝાપડિયા અમરેલી, દિનેશ ચૌહાણ જુનાગઢ, દેવાભાઈ ઓડેદરા જુનાગઢને પકડી પાડ્યા છે.

આ જ ગુનામાં અન્ય એક આરોપી હસમુખભાઈ ઓડેદરા જૂનાગઢને પોલીસ ચોપડે ફરાર દર્શાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: