ETV Bharat / state

જુનાગઢ: શિવરાત્રીના દિવસે પોલીસ અધિકારીની ફરજમા રૂકાવટના કેસમાં કિર્તી પટેલને મળ્યા જામીન

ગાઉ બજરંગદાસ બાપુ દ્વારા ધર્મની ભાવના આહત થવાના કેસમાં પણ ભવનાથ પોલીસે કીર્તિ પટેલને ટેબલ જામીન આપીને મુક્ત કરી હતી.

કીર્તિ પટેલ
કીર્તિ પટેલ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 26, 2026 at 8:29 PM IST

2 Min Read
Choose ETV Bharat

જુનાગઢ: વિવાદિત મહિલા કીર્તિ પટેલને શિવરાત્રીના દિવસે મૃગીકુંડમાં સ્નાન બાદ મહિલા પોલીસ અધિકારીની ફરજમાં રુકાવટના ત્રીજા કેસમાં આજે તેના વકીલ સાથે તાલુકા પોલીસ મથકે હાજર થઈ હતી. આ કેસમાં આજે તેને જામીન આપવા આવ્યા છે. જ્યારે કોર્ટ સમન્સ બજાવશે ત્યારે કોર્ટમાં હાજર થવાની વિગતો કીર્તિ પટેલના વકીલ સુરેશ પરમારે માધ્યમો સાથે કરેલી વાતમાં જણાવ્યું હતું.

ત્રીજા અને છેલ્લા કેસમાં કીર્તિ પટેલની જામીન

વિવાદિત મહિલા કીર્તિ પટેલને આજે મહાશિવરાત્રીના દિવસે મૃગીકુંડમાં જ્ઞાન કર્યા બાદ મહિલા પોલીસ અધિકારી સાથે અણછાજતું વર્તન અને ફરજમાં રુકાવટની ફરિયાદ ભવનાથ પોલીસ મથકમાં દાખલ કરવામાં આપી હતી. સમગ્ર મામલો તાલુકા પોલીસ મથકમાં ટ્રાન્સફર થયો હતો. આજે કીર્તિ પટેલ તેના વકીલ સુરેશ પરમાર સાથે તાલુકા પોલીસ મથકે ઉપસ્થિત રહી હતી, જેમાં પોલીસે ટેબલ જામીન આપીને તેને મુક્ત કરી હતી. અગાઉ બજરંગદાસ બાપુ દ્વારા ધર્મની ભાવના આહત થવાના કેસમાં પણ ભવનાથ પોલીસે કીર્તિ પટેલને ટેબલ જામીન આપીને મુક્ત કરી હતી.

કીર્તિ પટેલના વકીલ સુરેશ પરમાર (ETV Bharat Gujarat)

વકીલ સુરેશ પરમારે માધ્યમો સાથે કરી વાત

કીર્તિ પટેલના વકીલ સુરેશ પરમારે તાલુકા પોલીસ મથકે મધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેના અસીલ અને તાલુકા પોલીસ મથકના પોલીસ અધિકારીઓએ સમગ્ર મામલામાં કીર્તિ પટેલની પૂછપરછ કરી હતી. કયા મુદ્દાને લઈને પોલીસ દ્વારા પૂછપરછ થઈ છે તે તપાસનો વિષય છે, જેથી માધ્યમ માટે જણાવી શકાય નહીં. પરંતુ પોલીસ અધિકારીઓ દ્વારા જે કંઈ પણ વિગતો તેમના અસીલ કીર્તિ પટેલને પૂછવામાં આવી હતી તેના તમામ જવાબો પોલીસ સમક્ષ નોંધાવવામાં આવ્યા છે. હવે જ્યારે જુનાગઢ કોર્ટ તેને ફરજમાં રૂકાવટ અને ધાર્મિક ભાવના આહત થવાના કિસ્સામાં સમન્સ બજાવશે ત્યારે તેઓ કીર્તિ પટેલ સાથે જૂનાગઢ ન્યાયાલયમાં હાજર રહેશે .

ખંડણીના કેસમાં કીર્તિ પટેલને મળ્યા છે જામીન

કીર્તિ પટેલે યુવકને સોશિયલ મીડિયા માંથી વીડિયો દૂર કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ સમગ્ર મામલામાં દુષ્કર્મ જેવા કિસ્સામાં ફસાવી દેવાની વાત પણ કીર્તિ પટેલ અને તેમના કેટલાક પરિચિતો દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર મામલામાં 20 લાખની ખંડણી માગવાની પોલીસ ફરિયાદ જેતપુરમાં દાખલ થઈ હતી. તાલુકા પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી હતી, જેમાં એક દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ જુનાગઢ કોર્ટે તેને જામીન પર મુક્ત કરી હતી. ખંડણી માંગવાના કિસ્સામાં હાલ તે જામીનમુક્ત છે. હવે ત્રણેય કેસમાં જ્યારે વિધિવત પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવશે ત્યારબાદ સમગ્ર મામલો ન્યાયાલયમાં ચાલશે. ખંડણી માંગવાના કેસમાં જો કીર્તિ પટેલ અને તેની સાથે જોડાયેલા લોકો કસૂરવાર સાબિત થાય તો તમામને સાત વર્ષની સખત કેદની સજાની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવી છે.

આ પણ વાંચો: