જુનાગઢમાં 20 કરતાં વધારે જાતના રીંગણનું વાવેતર કરતા પ્રગતિશીલ ખેડૂત, જાણો કેવી રીતે થાય છે વાવેતર
દેશી બિયારણો થકી રીંગણને વધુ ઓળખ કેશોદના પ્રગતિશીલ ખેડૂત ભરત પટેલ આપી રહ્યા છે.

Published : December 24, 2025 at 5:43 PM IST
જુનાગઢ : જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોડી ગામના પ્રગતિશીલ ખેડૂત ભરત પટેલે તેના ખેતરમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં થતા દેશી રીંગણની વેરાઈટીનું સફળતાપૂર્વક વાવેતર કરીને તેમાં રીંગણ મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે. ભારત અને અન્ય રાજ્ય સરકાર દ્વારા સમગ્ર દેશમાં આયોજિત થતાં મેળાવડાઓમાં ફરીને ભરત પટેલે અલગ અલગ રાજ્યોના રીંગણના બીજની આપ લે કરીને આજે તેમની પાસે 20 કરતાં વધારે જાતના દેશી રીંગણના બિયારણો એકઠા કરવામાં સફળતા મળી છે. આ બીજ એકદમ માનદ સેવાના ભાગરૂપે કોઈપણ ખેડૂત અને શાકભાજીના શોખીન વ્યક્તિને આપીને દેશી બીજનું સંરક્ષણ થાય તે માટે અભિયાન પણ ચલાવી રહ્યા છે.
20 કરતાં વધારે જાતના રીંગણનું કેશોદમાં વાવેતર
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોડી ગામના પ્રગતિશીલ અને યુવાન ખેડૂત ભરત પટેલે સમગ્ર ભારતના રાજ્યોમાં થતા રીંગણના દેશી જાતનું વાવેતર અને તેનું ઉત્પાદન મેળવીને શાકભાજીની દુનિયામાં સફળતા પ્રાપ્ત કરી છે. શિયાળાની ઋતુ દરમિયાન સામાન્ય રીતે ત્રણ થી ચાર જાતના રીંગણ બજારમાં વેચાતા જોવા મળી રહ્યા છે. જેમાના મોટા ભાગના હાઇબ્રીડ ઉત્પાદનો હોય છે, પરંતુ દેશી બિયારણો થકી રીંગણને વધુ ઓળખ કેશોદના પ્રગતિશીલ ખેડૂત ભરત પટેલ આપી રહ્યા છે.
ગુજરાત સહિત સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં થતા અને જેને એકદમ દેશી માનવામાં આવે છે, તે પ્રકારના 20 કરતાં વધારે રીંગણની જાતનું સફળતાપૂર્વક વાવેતર તેમના ખેતરમાં કરીને રીંગણના દેશી બિયારણો સચવાય અને આવનારી પેઢી માટે આગળ વધે તે માટે ભરત પટેલ કામ કરી રહ્યા છે.


દેશી બિયારણો આગળ વધે તે માટે પ્રયાસ
શિયાળા દરમિયાન શાકભાજી અને ખાસ કરીને રીંગણનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હોય છે. શિયાળાની ઋતુ રીંગણના પાકને એકદમ અનુકૂળ આવતી હોય છે. જેથી ભરત પટેલે તેના ખેતરમાં સમગ્ર ભારતની સાથે ગુજરાતમાં જોવા મળતા અલગ અલગ જાતના દેશી બિયારણનું વાવેતર કરીને દરેક જાતમાં સફળતા પૂર્વક રીંગણ આવતા જોવા મળી રહ્યા છે. આજે રીંગણનું ઉત્પાદન થશે તેને સિઝન પૂર્ણ થયા બાદ તેમાંથી તમામ જાતનું બિયારણ અલગ કરીને તેને ખેડૂતો કે જે શાકભાજીની ખેતી સાથે સંકળાયેલા છે, તેમજ એવા વ્યક્તિઓ કે જે દેશી શાકભાજી ખાવાના શોખીન છે.


આવા તમામ લોકોને તે એકદમ માનદ સેવાના ભાગરૂપે ઉત્પાદિત થયેલું તમામ બીજ આપીને રીંગણની દેશી જાતનું વાવેતર થાય બજારમાં વ્યાપારિક ધોરણે અલગ અલગ જાતના દેશી રીંગણ લોકોના રસોડા સુધી પહોંચે તે માટેનો પ્રયાસ પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો...

