હત્યા કરવાના ઇરાદે ષડયંત્ર રચીને યુવાન પર હુમલો કરનાર આરોપીના જામીન નામંજૂર કરતી જુનાગઢ જિલ્લા કોર્ટ
3 જાન્યુઆરી 2026ના દિવસે જૂનાગઢના એક યુવાન હત્યા કરવાના ઇરાદે હુમલો કરવાના કેસમાં જુનાગઢ જિલ્લા જેલમાં રહેલા આરોપી વિકીની જામીન અરજી ફગાવી દેવાઈ

Published : April 29, 2026 at 9:50 PM IST
જૂનાગઢ: જૂનાગઢના એક યુવાન પર જુનાગઢ-રાજકોટ હાઇવે પર કાર એસેસરીઝની દુકાનમાં હત્યા કરવાના ઇરાદે ટોળકી બનાવીને લોખંડના પાઇપ અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાના કેસમાં આરોપી વિકી ભડેલિયાની જામીન અરજી જૂનાગઢ જિલ્લા કોર્ટે ફગાવી દીધી છે. આરોપીના મનસુબા અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સેશન્સ જજ ભરતકુમાર જી.દવે એ આરોપીની જામીન અરજીને નામંજૂર કરી છે.
3 જાન્યુઆરી 2026ના દિવસે જૂનાગઢના એક યુવાન પર બે વ્યક્તિઓએ ટોળકી બનાવીને હત્યા કરવાના ઇરાદે હુમલો કરવાના કેસમાં જુનાગઢ જિલ્લા જેલમાં રહેલા આરોપી વિકી ભડેલીયા ની ભારતીય ન્યાય સંહિતાની કલમ 483 મુજબ જુનાગઢ જિલ્લા સેશન્સ જજ ભરતકુમાર જી દવે એ જામીન અરજી ફગાવી દીધી છે. પૈસાની લેતી દેતી બાબતે થયેલા મનદુ:ખમાં 3 જાન્યુઆરીના સવારના 11 કલાક પછી જુનાગઢ-રાજકોટ હાઇવે પર આવેલી કાર એસેસરીઝની એક દુકાનમાં ફરિયાદી સામાન લેવા માટે ગયા હતા ત્યાં આરોપી વિકી અને અમૂડો બંને ટોળકી બનાવીને લોખંડનો પાઇપ અને તિક્ષ્ણ હથિયાર વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદીને શરીરના અલગ અલગ ભાગો પર પાંચ ફ્રેક્ચર અને અન્ય કેટલીક ઈજાઓ થવા પામી હતી. આરોપીના મનસુબાને ધ્યાને રાખીને સેશન્સ જજે આરોપી વિકી ભડેલીયા ની જામીન અરજી ફગાવી દીધી છે.
કોર્ટે અલગ અલગ કેસનો કર્યો અભ્યાસ
સેસન્સ જજ ભરતકુમાર જી દવે આરોપીની જામીન અરજી પર સુનાવણી શરૂ કરી હતી અને દેશની અન્ય અદાલતોમાં જામીન અરજી પર આવેલા ચુકાદાઓને ધ્યાને લેવાનું શરૂ કર્યું હતું, જેમાં કર્ણાટકમાં 2017માં મહારાષ્ટ્રમાં 1998માં મધ્યપ્રદેશમાં 2001 અને બિહારમાં 2005 માં આ જ પ્રકારે કેટલાક કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા હતા. આ તમામ કેસમાં જે-તે અદાલતો એ આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી. પાછલા જજમેન્ટને ધ્યાને રાખીને આ કેસમાં સેશન્સ જજે પણ આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે
ત્રીજી જાન્યુઆરીએ બી ડિવિઝનમાં નોંધાઈ હતી ફરિયાદ
ત્રીજી જાન્યુઆરી 2026 ના દિવસે બી ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 118 (2)115 (2) 351 (3) 54 અને gp એક્ટ 135 અંતર્ગત પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારબાદ પોલીસે મુખ્ય આરોપી વિકી ભડેલીયા અને હુમલો કરવામાં મદદગારી માટે આવેલા અમુડાને પકડી પાડીને કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ રિમાન્ડ બાદ આ બંને આરોપીને જૂનાગઢ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો, ત્યારથી લઈને અત્યાર સુધી આ બંને આરોપીઓ જુનાગઢ જિલ્લા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત રાખવામાં આવ્યા છે. અગાઉ હુમલામાં મદદગારી માટે પકડાયેલા અમુડાએ જામીન અરજી કરી હતી જેને પણ જુનાગઢ જિલ્લા કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ આજે મુખ્ય આરોપી વિકી ભડેલીયા ની જામીન અરજી પણ ફગાવી દીધી છે.
આ પણ વાંચો:

