ETV Bharat / state

જુનાગઢ જિલ્લા ભાજપ સંગઠનની પુનઃરચના, વિવિધ મોરચા અને વિભાગોમાં નવી નિમણૂંકો કરાઈ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આ નિમણૂંકો ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

જુનાગઢ જિલ્લા ભાજપ સંગઠનની પુનઃરચના
જુનાગઢ જિલ્લા ભાજપ સંગઠનની પુનઃરચના (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 28, 2026 at 6:40 PM IST

2 Min Read
Choose ETV Bharat

જુનાગઢ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રદેશ ભાજપ દ્વારા જુનાગઢ જિલ્લાના વિવિધ મોરચા અને વિભાગોમાં નવી નિમણૂંકો કરી છે. નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા જુનાગઢ જિલ્લાના તમામ નવનિયુક્ત હોદ્દેદારોને નામની વિગતો પર અંતિમ મહોર મારી દીધી છે. જે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આ નિમણૂંકો ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

જુનાગઢ જિલ્લા ભાજપ સંગઠનમાં નિમણૂંક

જેમ જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ તેમ જે જિલ્લામાં ભાજપના જિલ્લા કક્ષાના પદાધિકારી અને મોરચામાં નિમણૂંકો બાકી છે. તેમાં નિમણૂંકો થવાની શરૂઆત થઈ છે, જે અંતર્ગત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જુનાગઢ જિલ્લાના વિવિધ મોરચા જ્ઞાતિ અને પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સંગઠનમાં મહત્વના વ્યક્તિઓની જાહેરાત કરી છે. જે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. સી. આર. પાટીલ પ્રદેશ પ્રમુખ હતા ત્યારથી સંગઠનમાં નવી નિમણૂંક થવાને લઈને હદેદારો પ્રતીક્ષાની રાહમાં હતા, ત્યારબાદ નવા પ્રદેશ પ્રમુખે અંતે જુનાગઢ જિલ્લાના સંગઠનમાં નવી નિમણૂંકો કરી છે.

વિવિધ મોરચા અને વિભાગોમાં નવી નિમણૂકો
વિવિધ મોરચા અને વિભાગોમાં નવી નિમણૂંકો (ETV Bharat Gujarat)

જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ આપી વિગતો

જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ જિલ્લા સંગઠનમાં થયેલી નિમણૂંકોને લઈને વિગતો આપતા જણાવ્યું હતું કે, "જુનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી પાર્ટીમાં સંગઠનનું કામ કરી શકે તેવા મજબૂત અને સશક્ત કાર્યકર્તાને સંગઠનમાં હોદાઓ આપવામાં આવ્યા છે. જેમાં જિલ્લા ઉપપ્રમુખ પદમાં 8 મહામંત્રીમાં 3 મંત્રીમાં 8 કોષાધક્ષ અને 1 કાર્યાલય મંત્રીની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં પણ જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.

વિવિધ મોરચા અને વિભાગોમાં નવી નિમણૂકો
વિવિધ મોરચા અને વિભાગોમાં નવી નિમણૂંકો (ETV Bharat Gujarat)

આ સિવાય સોશિયલ મીડિયા, આઇટી મીડિયા અને મીડિયા સંયોજકની સાથે યુવા મોરચો મહિલા મોરચો, કિસાન મોરચો અનુસૂચિત જાતિ મોરચો લઘુમતી મોરચો અને બક્ષીપંચ મોરચામાં પ્રમુખ અને મહામંત્રી પદે પક્ષના કાર્યકર્તાઓને જવાબદારી આપવામાં આવી છે, તેમાં પણ જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓનો પ્રતિનિધિત્વ જળવાઈ રહે તેવો પ્રયાસ પણ કર્યો છે. જે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ માટે રણનીતિનું કામ પણ કરશે.

આ પણ વાંચો...

  1. ગુજરાત ભાજપે 3 જિલ્લા પ્રમુખોના નામની કરી જાહેરાત, વડોદરા, વાવ-થરાદ અને સુરેન્દ્રનગરમાં કોની થઈ પસંદગી?
  2. ભાજપ MLA હાર્દિક પટેલને મોટી રાહત, 2018ના નિકોલ કેસમાં સરકાર ફરિયાદ પરત ખેંચશે