ETV Bharat / state

થર્ટી ફર્સ્ટ ઉજવણીને લઈ પ્રવાસીઓનું ગીરમાં ઘોડાપુર, સિંહ દર્શન માટે લાગી લાઈનો

મોટી સંખ્યામાં પ્રવાસીઓ વર્ષ 2025નો અંતિમ દિવસ અને આવનારા નવા વર્ષના પ્રથમ દિવસને ઉજવવા માટે આવી પહોંચ્યા હતા.

થર્ટી ફર્સ્ટ ઉજવણીને લઈ પ્રવાસીઓનું ગીરમાં ઘોડાપુર
થર્ટી ફર્સ્ટ ઉજવણીને લઈ પ્રવાસીઓનું ગીરમાં ઘોડાપુર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 31, 2025 at 4:12 PM IST

2 Min Read
Choose ETV Bharat

જુનાગઢ : આજે વર્ષ 2025નો અંતિમ દિવસ છે. સામાન્ય રીતે નવા વર્ષની ઉજવણી પ્રત્યેક વ્યક્તિ પોતાની ઈચ્છા અને મનપસંદ સ્થળે ઉજવણી કરવાનું પસંદ કરતા હોય છે, ત્યારે આજે વર્ષ 2025ના અંતિમ દિવસે સાસણ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ વર્ષ 2025નો અંતિમ દિવસ અને આવનારા નવા વર્ષના પ્રથમ દિવસને ઉજવવા માટે આવી પહોંચ્યા હતા.

મોટાભાગના પ્રવાસીઓએ નવું વર્ષ ગીર અને તેમાં પણ સિંહ દર્શન કરીને ઉજવવાની પહેલા જ પ્લાનિંગ કર્યું હતું. જેને કારણે આજે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાસણ ગીરમાં જોવા મળ્યા હતા.

પ્રવાસીઓનું ગીરમાં ઘોડાપુર (ETV Bharat Gujarat)

નવા વર્ષની ઉજવણી સાસણ ગીરમાં પ્રવાસીઓનું ઘોડાપુર

નવા વર્ષની ઉજવણીને લઈને સાસણ સફારીમાં ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. દર વર્ષે પ્રવાસીઓ પોતાની ઈચ્છા અને પસંદગીના સ્થળ પર નવા વર્ષની ઉજવણી કરતા હોય છે, ત્યારે આ વખતે સાસણ ગીરમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ વર્ષ 2025ને વિદાય આપવા અને 2026ના નવા વર્ષને આવકારવા માટે સાસણ પહોંચી ગયા હતા.
વહેલી સવારે પ્રથમ સફારીમાં જ મોટાભાગના પ્રવાસીઓને સિંહ સિંહણ અને સમગ્ર સિંહ પરિવારના દર્શન થતા વર્ષ 2025નો અંતિમ દિવસ એકદમ રોમાંચકારી નીકળ્યો હતો.

પ્રવાસીઓનું ગીરમાં ઘોડાપુર
પ્રવાસીઓનું ગીરમાં ઘોડાપુર (ETV Bharat Gujarat)

મોટા ભાગના પ્રવાસીઓ થયા ખુશખુશાલ

વર્ષનો અંતિમ દિવસ ઉજવવા માટે ઘણા ખરા પ્રવાસીઓએ પ્રથમ વખત ગીરની મુલાકાત કરી હતી, તેની પાછળ તેમનો ધ્યેય એ હતો કે વર્ષ 2025નો અંતિમ દિવસ કંઈક અલગ અને અનોખી રીતે ઉજવવામાં આવે મોટાભાગના પ્રવાસીઓએ દર વર્ષની જેમ નવા વર્ષની ઉજવણી કરવા માટે તેમની પ્રથમ પસંદગીનું સ્થળ સાસણ ગીર બનાવ્યું અને તેમાં પણ જંગલની વચ્ચે મુક્ત મને વિહરતા સિંહોને એકદમ નજીકથી પસાર થતા જોઈને મોટા ભાગના પ્રવાસીઓ ખુશખુશાલ થયા હતા, તો કેટલાક પ્રવાસીઓએ આવનારું 2026નું વર્ષ એકદમ સિંહોની માફક બિન્દાસ અને મુક્ત મને જીવવા મળે તેવી પ્રેરણા સિંહ પાસેથી લેવા માટે પણ ખાસ પ્રથમ વખત સાસણ સિંહ દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા.

પ્રવાસીઓનું ગીરમાં ઘોડાપુર
પ્રવાસીઓનું ગીરમાં ઘોડાપુર (ETV Bharat Gujarat)
પ્રવાસીઓનું ગીરમાં ઘોડાપુર
પ્રવાસીઓનું ગીરમાં ઘોડાપુર (ETV Bharat Gujarat)

પ્રથમ સાસણ સફારીનો અનુભવ આહલાદક

આજે સાસણ આવેલા મોટાભાગના પ્રવાસીઓએ પ્રથમ વખત સાસણ ગીર સફારીની મજા માણી હતી. પ્રથમ વખત સાસણ આવેલા પ્રવાસીઓએ ગીરના રાજા સિંહને જોઈને ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. મોટા ભાગના પ્રવાસીઓએ સફારી પાર્કમાં વાઘને અનેક વખત જોયા હતા, પરંતુ આ પ્રકારે સિહોને જોવાનો અને તે પણ એકદમ નજીકથી તેનો અનુભવ વર્ષ 2025ની પૂર્વ સંધ્યાએ ખૂબ જ આહલાદક રહ્યો હતો.

આ પણ વાંચો...

  1. આ દિવાળીમાં આંબરડી સફારી પાર્ક સહેલાણીઓમાં લોકપ્રિય, સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
  2. સાવધાન ! શું તમે પણ સિંહ દર્શન માટે બુકિંગ કરી રહ્યા છો ? તો આ લેખ ખાસ વાંચો... - Sasan Gir Lion Safari