સગીરા સાથે દુષ્કર્મ, જુનાગઢ કોર્ટે આરોપીને ફટકારી છ મહિનાની સખત કેદની સજા
જુનાગઢ તાલુકા પોલીસ મથકમાં આજથી ચાર વર્ષ પૂર્વે ખેત મજૂરની 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને જાતીય દુષ્કર્મનો ભોગ બનાવી હોવાનો કેસ નોંધાયો હતો.

Published : March 1, 2026 at 11:31 AM IST
જુનાગઢ: જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે મધ્યપ્રદેશના પરંતુ જૂનાગઢના વડાલ ગામમાં ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવનાર એક શ્રમિકની 13 વર્ષની દિકરી પર દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને છ મહિનાની સખત કેદ અને હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ હિતેશકુમાર દામોદરાએ સજા સંભળાવતો આ હુકમ કર્યો, તે પૂર્વે 51 જેટલા દસ્તાવેજી પુરાવા અને શાહેદોને તપાસ્યા હતા.
દુષ્કર્મના આરોપીને છ મહિનાની સખત કેદની સજા
જુનાગઢ તાલુકા પોલીસ મથકમાં આજથી ચાર વર્ષ પૂર્વે ખેત મજૂરની 13 વર્ષની સગીરા લગ્નની લાલચ આપીને જાતીય દુષ્કર્મનો ભોગ બનાવી હતી. સમગ્ર મામલામાં પોલીસ ફરિયાદ દાખલ થતા તાલુકા પોલીસે મધ્યપ્રદેશના સુસતીખેડા ગામના પદમ શાંતિયા ચૌહાણની અટકાયત કરી હતી, ત્યાર બાદ આરોપી જૂનાગઢ જિલ્લા જેલમાં રાખવામાં આવ્યો . ત્યારે શનિવારે સ્પેશિયલ પોસ્કો જજ હિતેશકુમાર દામોદરા દ્વારા આરોપી પદમ સાતિયા ચૌહાણને છ મહિનાની સખત કેદ અને એક હજાર રૂપિયાનો દંડ ફટકારતી સજાનો હુકમ કર્યો છે.
સગીરાના પિતાની ફરિયાદ બાદ કાર્યવાહી
દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી હતી આરોપી અને ફરિયાદીની સગીરવયની પુત્રી વડાલ નજીક આવેલા ખેતરમાં એક જ જગ્યા પર ખેત મજૂર તરીકે કામ કરતા હતા. જેમાં આરોપી પદમ ચૌહાણ સાથે ભોગ બનનાર સગીરાને પ્રેમ થઈ જતા અંતે પરિણીત પદમ ચોહાણે મે મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી અલગ-અલગ જગ્યા પર સગીરા સાથે લગ્ન કરવાના ઇરાદે ભગાડી જઈને તેની સાથે જાતીય દુષ્કર્મ આચર્યું હતું
સગીરા સાથે અનેક વખત બાંધ્યા શારીરિક સંબંધ
દુષ્કર્મ ગુજારનાર આરોપી પદમ ચોહાણ સૌપ્રથમ સગીરાને વડાલથી વડીયા ગામે ભગાડી ગયો હતો. અહીંથી તે ફરી વડાલ આવી ગયો હતો ત્યારબાદ ફરી એક વખત પદમ અને ભોગ બનનાર સગીરા ભાગી જઈને મહારાષ્ટ્ ના ધુલીયા પહોંચ્યા હતા. જ્યાં આ બંને બે મહિના સુધી રોકાયા હતા, ત્યારબાદ દુષ્કર્મ ગુજારનાર પદમ અને ભોગ બનનાર સગીરાના લગ્ન શક્ય ન બનતા તેઓ પરત વડાલ પહોંચ્યા હતા. ત્યારબાદ સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાને જૂનાગઢના શિશુ મંગલમાં મોકલી આપી હતી
કોર્ટે 51 જેટલા દસ્તાવેજ અને પુરાવાઓને ચકાસ્યા
સ્પેશિયલ પોક્સો જજ હિતેશકુમાર દામોદરાની અદાલતે સમગ્ર મામલામાં 51 જેટલા દસ્તાવેજી પુરાવા અને અલગ-અલગ શાહેદોને તપાસ્યા હતા, જેમાં આરોપી અને ફરિયાદી પક્ષના વકીલો દ્વારા પણ ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં જે સમયે આરોપીએ કિશોરીને દુષ્કર્મનો ભોગ બનાવી હતી તે સમયે તે બાળકી હતી આવા નાના નાના દસ્તાવેજી પુરાવા અને સાહેદોના નિવેદનોને ધ્યાને લઈને આરોપી પદમ ચૌહાણને છ મહિનાની સખત કેદ અને 1000 રુપિયાના દંડ સજા ફટકારતો હુકમ કર્યો છે.

