ETV Bharat / state

શું IVF વગર પણ સંતાન શક્ય છે? જાણો 6 મહિનામાં ગર્ભના સફળ કિસ્સાઓ

આયુર્વેદિક ચિકિત્સા જેને એલોપેથીની ચિકિત્સા પૂર્વેની પદ્ધતિ માનવામાં આવે છે.

શું IVF વગર પણ સંતાન શક્ય છે?
શું IVF વગર પણ સંતાન શક્ય છે? (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 26, 2026 at 6:17 PM IST

4 Min Read
Choose ETV Bharat

જુનાગઢ : આયુર્વેદિક ચિકિત્સા જેને એલોપેથીની ચિકિત્સા પૂર્વેની પદ્ધતિ માનવામાં આવે છે. આજના દિવસે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને અપનાવવા માટે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે. આઈ.વી.એફ.ની માફક જ આયુર્વેદિકમાં પણ નિસંતાન દંપતિઓને સંતાન સુખ પ્રાપ્ત થવાના અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

એલોપેથીમાં જે રીતે નિસંતાન દંપતિઓ દ્વારા આધુનિક આઈ.વી.એફ પદ્ધતિથી ગર્ભ ધારણ કરવામાં આવે છે, બિલકુલ તે જ રીતે નિસંતાન દંપતિઓ આયુર્વેદિક શાસ્ત્ર અનુસાર પંચકર્મ અને દેહસુધ્ધીની ઉપચાર પધ્ધતિથી સંતાન સુખ પ્રાપ્ત કરે છે. આવા અનેક કિસ્સાઓ જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલના મહિલા તબીબની દેખરેખ હેઠળ સફળ થયા છે.

6 મહિનામાં ગર્ભના સફળ કિસ્સાઓ (ETV Bharat Gujarat)

પંચકર્મ દેહશુધ્ધી અને વિરેચનથી થાય છે સંતાન સુખ પ્રાપ્ત

સરકારી આયુર્વેદિક કોલેજમાં સ્ત્રી રોગ તબીબ તરીકે સેવા આપતા ડૉ. ચેતના કોડીનારિયા એ ETV BHARAT સાથે વંધ્યત્વ અને તેના ઉપચારને લઈને ખૂબ જ વિગતવાર ચર્ચાઓ કરી હતી. આધુનિક સમયમાં કોઈ પણ દંપતિ માતા-પિતા બનવા માટે આઇવીએફ ટેકનીકનો સહારો લેતા હોય છે. જે એલોપેથીમાં સૌથી આધુનિક ઉપચાર પદ્ધતિ માનવામાં આવે છે, પરંતુ તેમની હૉસ્પિટલમાં એક કરતાં વધારે IVF અસફળ થયા બાદ એલોપેથીના ડોક્ટરો દ્વારા દંપતીને આયુર્વેદિક ઉપચાર સૂચવવામાં આવ્યો હતો.

આવા અનેક દંપતિઓ છે કે જેમણે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ પંચકર્મ દેહસુધ્ધી વિવેચન દ્વારા સ્ત્રી અને પુરુષ બીજને શુદ્ધિકરણની સાથે ગર્ભ ધારણ કરવા સુધી મજબૂત બને તે પ્રકારે કુદરતી ઉપચાર પદ્ધતિના માધ્યમથી અનેક નિ:સંતાન દંપતી અને એવા દંપતી કે જેમણે એલોપેથી પણ માતા-પિતા અથવા તો સંતાન સુખ આપી શકવા માટે સક્ષમ ન હતા. તે માતા-પિતાઓ આયુર્વેદિક ઉપચાર પદ્ધતિથી સંતાન સુખ પ્રાપ્ત કરી ચૂક્યા છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ (ETV Bharat Gujarat)

આધુનિક યુગમાં વંધત્વયના કેસો વધ્યા

આધુનિક યુગમાં વંધત્વયના કેસો સતત વધતા જોવા મળે છે. વિદ્યાર્થી કાળમાં અભ્યાસની બાદ નોકરી સામાજીક પારિવારીક કારણોને કારણે નવદંપતી માનસિક તાણમાં સતત જોવા મળે છે. આધુનિક યુગમાં લગ્ન બાદ ઘણાં દંપતી આર્થિક રીતે મજબૂત થવાના વિચાર સાથે બાળકોને મોડા જન્મ આપવા માટે સહમત થતા હોય છે. જેને કારણે આજે દિવસેને દિવસે વંધત્વયનું પ્રમાણ વધી રહ્યું છે, યોગ્ય સમયે સંતાન ન થવાથી ગર્ભાશયમાં ચોકલેટ સીસ્ટ, પી.સી.ઓ.ડી, અંડાશય ટ્યુબ બંધ અને પુરુષોના વીર્યમાં અનેક સમસ્યાઓ ઊભી થાય છે. જેને કારણે નવદંપતી સંતાન સુખ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહે છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ (ETV Bharat Gujarat)

આવા કિસ્સામાં આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ પંચકર્મથી ત્રણ થી છ મહિનામાં દંપતીને ગર્ભ રહેવાના અનેક કિસ્સાઓ હોસ્પિટલમાં નોંધાયા છે. જેમાં શરીરશુધ્ધીની સાથે પંચકર્મ વિરેચન બસ્તી જેવી ટ્રીટમેન્ટ થકી પુરુષ અને સ્ત્રી બીજને સક્ષમ અને મજબૂત બનાવીને જે કામ એલોપેથી ઉપચાર પદ્ધતિમાં ટેસ્ટ ટ્યુબમાં કરવામાં આવે છે, તે જ કામ ગર્ભાશયની અંદર કુદરતી રીતે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિથી સફળતાપૂર્વક થઈ રહ્યું છે.

મહિલાના બંને અંડાશયની નળીઓ બંધ હોય આવા કિસ્સામાં ગર્ભ રહેવાની શક્યતા એકદમ નહિવત હોય છે, પરંતુ આયુર્વેદના સચોટ ઉપચારને કારણે અંડાશયની બંને નળીઓ બંધ હોવાના કિસ્સામાં કેટલાક દર્દીઓને ત્રણ થી છ મહિનામાં પરિણામ પ્રાપ્ત થયું છે અને આવા દંપતીઓ પણ સંતાન સુખ પ્રાપ્ત કરી રહ્યા છે.

આયુર્વેદમાં શુક્ર અને શ્રોણિક પદ્ધતિ મહત્વની

વ્યંધત્વના કિસ્સામાં આયુર્વેદિક ઉપચાર પદ્ધતિમાં શુક્ર અને સોણિક ઉપચાર પદ્ધતિને પણ એકદમ મહત્વની માનવામાં આવે છે. જેમાં સ્ત્રી અને પુરુષ બીજને શુદ્ધિકરણ બાદ ગર્ભ રહેવા માટે તૈયાર કરવામાં આવે છે. કેટલાક આનુવંશિક રોગોને કારણે પણ શુક્ર અને શ્રોણીક સ્ત્રી અને પુરુષ બીજ કોઈ કારણોસર પોતાની યોગ્ય સ્થિતિ અથવા તો કાર્ય ક્ષમતામાં હોતા નથી. જેને કારણે સંતાન સુખ પ્રાપ્ત થતું નથી પરંતુ બીજ શુદ્ધિકરણ બાદ પંચકર્મ ક્રિયાથી આજે અનેકની સંતાન દંપતિઓ ગર્ભાશયમાં ગર્ભના સ્થાપન માટે ઉત્તર બસ્તી ઉપચાર પદ્ધતિથી સંતાન સુખ પ્રાપ્ત કરવામાં પણ સફળ રહ્યા છે.

આયુર્વેદની સારવાર તરફ દંપતિઓ
આયુર્વેદની સારવાર તરફ દંપતિઓ (ETV Bharat Gujarat)

આજે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રતિ મહિને 100 થી 150 કેસમાં દંપતિઓની ઉત્તર બસ્તી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે. એલોપેથીમાં આ કામ હોર્મોન્સ આપીને અંડાશય દ્વારા કરાવવામાં આવતુ હોય છે, પરંતુ આયુર્વેદમાં કોઈ પણ પ્રકારના હોર્મોન્સ આપ્યા વગર અંડાશયને કુદરતી રીતે કામ કરતું કરવાની શક્તિ જોવા મળે છે. જેથી દેહશુધ્ધી બાદ એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં સ્ત્રી અને પુરુષ માતા-પિતા બન્યા હોય.

મહિલાઓમાં લોફર્ટીલિટી સૌથી મોટી સમસ્યા

આધુનિક યુગમાં લોફર્ટીલિટી સૌથી મોટી સમસ્યા જોવા મળે છે. જેમાં ગર્ભાશયમાં લો એ.એમ.એચ હોર્મોન્સને કારણે અંડાશય અને ત્યારબાદ ગર્ભના સ્થાપન માટે ગર્ભાશયમાં અનેક સમસ્યાઓ ઉભી થાય છે. જેથી કોઈપણ સમસ્યાગ્રસ્ત દંપતિ માતા-પિતા બની શકતું નથી. આજના સમયમાં ચાર થી પાંચ જેટલા એલોપેથી ઉપચાર પદ્ધતિથી ટેસ્ટટ્યુબ બેબી માટે પ્રયાસ કરનાર અને નિષ્ફળ નીકળેલા દંપતિઓને એલોપેથી તબીબો જુનાગઢ આયુર્વેદિક હોસ્પિટલમાં રીફર કરે છે અને અહીં આવેલા મોટા ભાગના દંપતિ આયુર્વેદિક પદ્ધતિથી માતા-પિતા બની ચૂક્યા છે.

આયુર્વેદની સારવાર તરફ દંપતિઓ
આયુર્વેદની સારવાર તરફ દંપતિઓ (ETV Bharat Gujarat)

ગર્ભાશયમાં માસિકનું પડ ન બનવાને કારણે સ્ત્રી અને પુરુષ બીજ દ્વારા બનેલો ગર્ભ ગર્ભાશયમાં ચોંટીને સ્થાપિત થતો નથી. જેને કારણે માતા-પિતા બનવું ખૂબ મુશ્કેલ બને છે. આવા કિસ્સામાં પણ આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ દ્વારા ખૂબ જ ઓછા એટલે કે એકાદ મહિનાના સમય બાદ અનેક દંપતિઓ ગર્ભાશયમાં ગર્ભને સ્થાપિત કરવા સુધી સક્ષમ બન્યા છે અને ત્યારબાદ સંતાન સુખ પ્રાપ્ત પણ કરેલું છે. આજે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 60 કરતાં વધારે દર્દીઓ સંતાન સુખ પ્રાપ્ત કરવા માટે આવી રહ્યા છે, જેમાં 40 વર્ષ કરતાં તેથી વધારે વયના દર્દીઓ પણ જોવા મળે છે.

આ પણ વાંચો...

  1. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઃ જિંદગી અને મોત વચ્ચે સેતુ બનેલા આયુર્વેદ ઓસડિયાની માગ વધી
  2. 64 વર્ષીય પત્નીની ભરણ-પોષણની માંગ કરતી અરજી અમદાવાદની ફેમિલી કોર્ટે ફગાવી, જાણો શું છે સમગ્ર મામલો ?