ETV Bharat / state

જૂનાગઢ: નવરાત્રી પૂર્વે વાઘેશ્વરી માતાના મંદિરે અંધ કન્યા છાત્રાલયની દિવ્યાંગ યુવતીઓની ગરબાની રમઝટ

નવરાત્રીની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ અંધ કન્યા છાત્રાલયની દિવ્યાંગ યુવતીઓએ અતિ પ્રાચીન વાઘેશ્વરી માતાના મંદિરે માં જગદંબાના સાનિધ્યમાં ગરબાની રમઝટ બોલાવીને નવરાત્રીને પ્રાણ પૂર્યો હતો.

નવરાત્રી પૂર્વે વાઘેશ્વરી માતાના મંદિરે અંધ કન્યા છાત્રાલયની દિવ્યાંગ યુવતીઓની ગરબાની રમઝટ
નવરાત્રી પૂર્વે વાઘેશ્વરી માતાના મંદિરે અંધ કન્યા છાત્રાલયની દિવ્યાંગ યુવતીઓની ગરબાની રમઝટ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 10, 2026 at 9:12 PM IST

2 Min Read
Choose ETV Bharat

જૂનાગઢ: આવતીકાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે. ત્યારે જૂનાગઢ અંધ કન્યા છાત્રાલયની દિવ્યાંગ યુવતીઓ દ્વારા જૂનાગઢમાં આવેલા અતિ પ્રાચીન અને પૌરાણિક વાઘેશ્વરી માતાના મંદિરે નવરાત્રી પૂર્વે માં જગદંબાના સાનિધ્યમાં ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.

સામાન્ય રીતે નવરાત્રીના આ નવ દિવસો દરમિયાન દિવ્યાંગ યુવતીઓ ગરબા પંડાલમાં જઈને ગરબા કરી શકતી નથી, પરંતુ નવરાત્રી પૂર્વે જ આ પ્રકારે વાઘેશ્વરી મંદિરમાં થયેલા ગરબાએ આવનારી નવરાત્રીને જાણે કે પ્રાણ પૂરી દીધો હોય તેવું વાતાવરણ મંદિરમાં સર્જાયું હતું.

નવરાત્રી પૂર્વે વાઘેશ્વરી માતાના મંદિરે અંધ કન્યા છાત્રાલયની દિવ્યાંગ યુવતીઓની ગરબાની રમઝટ (Etv Bharat Gujarat)

વિશ્વનો સૌથી લાંબો નવ દિવસ ચાલતો આ ઉત્સવ મનાવવા માટે સૌ કોઈ થનગની રહ્યું છે. ત્યારે જૂનાગઢની અંધ કન્યા છાત્રાલયની દિવ્યાંગ યુવતીઓ દ્વારા પણ નવરાત્રી પૂર્વે જ નવરાત્રી જેવો માહોલ જૂનાગઢના અતિ પ્રાચીન એવા વાઘેશ્વરી માતાના મંદિરે ઊભો કરી દેવામાં આવ્યો હતો.

વાઘેશ્વરી માતાના મંદિરે ગરબાની રમઝટ
વાઘેશ્વરી માતાના મંદિરે ગરબાની રમઝટ (Etv Bharat Gujarat)

આંખોમાં રોશની ન હોવા છતાં પણ જૂનાગઢમાં રહીને અભ્યાસ કરતી દિવ્યાંગ યુવતીઓએ ખૂબ સારા તાલ સાથે ગરબા કરીને માં જગદંબાને તેમની શક્તિનો પરિચય પણ કરાવ્યો હતો. દિવ્યાંગ યુવતીઓના ગરબા જોવા માટે મંદિરમાં દર્શને આવેલા દર્શનાર્થીઓ પણ દિવ્યાંગ યુવતીઓના ગરબાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને ગરબે રમતી તમામ દિવ્યાંગ યુવતીઓને બિરદાવી હતી.

વાઘેશ્વરી માતાના મંદિરે ગરબાની રમઝટ
વાઘેશ્વરી માતાના મંદિરે ગરબાની રમઝટ (Etv Bharat Gujarat)

દિવ્યાંગ યુવતીએ આપ્યો ગરબાને લઈને પ્રતિભાવ

અંધ કન્યા છાત્રાલયની દિવ્યાંગ યુવતીઓ શોભા, રૂબીના અને રેખાએ ETV Bharat સાથે પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે અમે છેલ્લા એક મહિનાથી નવરાત્રીને લઈને તૈયારીઓ કરી રહ્યા હતા, જેમાં કપડા, વાળ ઓળવાની સ્ટાઇલ, ગરબા કરવાના સ્ટેપ અને અન્ય બાબતોને લઈને દિવ્યાંગ યુવતીઓની મદદ લઈને તૈયાર થવાથી લઈને ગરબાના સ્ટેપ પણ શીખ્યા હતા.

વાઘેશ્વરી માતાના મંદિરે ગરબાની રમઝટ
વાઘેશ્વરી માતાના મંદિરે ગરબાની રમઝટ (Etv Bharat Gujarat)

અન્ય એક યુવતી રૂબીના ધર્મથી લઘુમતી હોવા છતાં પણ ગરબાને લઈને એક મહિનાથી તૈયારી કરી રહી હતી. રૂબીના લઘુમતી સમાજમાંથી આવે છે. પરંતુ તે છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રીના દિવસોમાં ગરબા કરવાથી લઈને તૈયાર થવું અને ગરબાનો પારંપરિક પોશાક પહેરવાને લઈને ખૂબ જ ઉત્સાહિત હોય છે અને પાછલા વર્ષોની જેમ જ આ વર્ષે પણ તેણે ખૂબ જ ઉત્સાહ સાથે વાઘેશ્વરી માતાના મંદિરે ગરબા કરીને નવરાત્રી પૂર્વે નવરાત્રીનો આનંદ માણ્યો હતો.

આ પણ વાંચો...

  1. સુરેન્દ્રનગરની બજારોમાં નવરાત્રીના પર્વને લઈ ખરીદી માટે શહેરીજનોનો ઘસારો, મોડી રાત સુધી બજારો ખુલ્લી રાખવા વેપારી એસોસિએશનનો નિર્ણય
  2. "માતાજીને દીવો કેમ કરવો?", નવરાત્રીમાં ચુંદડી-હાર સહિતના ભાવોને લઈને લોકો ત્રસ્ત, વેપારીઓ પણ મૂંઝાયા