જમરૂખમાં મોસંબી કરતા વધુ હોય છે વિટામિન C, જાણો આરોગવાના ફાયદા અને ગેરફાયદા
જમરૂખ શિયાળામાં આવતા હોય છે, ત્યારે તેને આરોગવાના ફાયદા અને ગેરફાયદાઓ વિશે અચૂક જાણો...

Published : November 7, 2025 at 4:06 PM IST
ભાવનગર : માણસને શરીરની ઇમ્યુનિટી વધારવા માટે વિવિધ ચિઝો આરોગવી પડે છે, ત્યારે ફળોમાં આવતા વિટામિન લોકોને વફૂ વિટામિન આપવામાં સક્ષમ હોય છે. જમરૂખ શિયાળામાં આવતા હોય છે, ત્યારે તેને આરોગવાના ફાયદા અને ગેરફાયદાઓ વિશે અચૂક જાણો...
ગુજરાતમાં ભાવનગર જીલ્લો જમરૂખને પગલે પણ ઓળખાય છે. ભાવનગર જિલ્લામાં જમરૂખની આવક અને જમરૂખની ગુણવત્તાને લઈને માંગ રહેતી હોય છે, પરંતુ શિયાળાની સિઝનમાં આવતા જમરૂખ આરોગવાથી કેટલા ફાયદાઓ રહેલા છે, તેમજ જમરૂખ વધારે આરોગવામાં આવે તો કેવા પ્રકારની સમસ્યા થાય. આ જાણવા માટે આયુર્વેદિક કોલેજના પ્રાધ્યાપક સાથે વાતચીત કરી હતી.
ઝમરૂખની સીઝનનો થયો પ્રારંભ
ભાવનગર જિલ્લામાં જમરૂખની ખેતી કરવામાં આવે છે. શિયાળાની શરૂઆત થતાં જ ભાવનગરમાં ઝમરુખ અનેક જગ્યાઓ ઉપર વહેંચાતા નજરે પડે છે. જો કે જમરૂખ આરોગવાના ફાયદા શું તેને લઈને આયુર્વેદિક કોલેજના પ્રાધ્યાપક મનોજ ટીંબડીયાએ જણાવ્યું હતું કે, જમરૂખની સિઝન હાલમાં શરૂ થઈ ગઈ છે.

ભાવનગર તેના માટે પ્રખ્યાત પણ છે. ઘણી બધી વેરાઈટી મળે છે પણ ઓલ અવર જોવા જઈએ તો ફ્રૂટ હોવાને પગલે એન્ટી ઓક્સીડન્ટ અને સુગર તેમાં હોવાના જ છે તેની સાથે મેગ્નેશિયમ પોટેશિયમ સારી માત્રામાં છે એટલે ન્યુટ્રિશિયન પાવર હાઉસ કહેવાય છે.
મોસંબી કરતા પણ વધારે હોય આ વિટામિન
શિયાળામાં આવતું ફળ એટલે જમરૂખ ભાવનગરના વિવિધ વિસ્તારોમાં જમરૂખ નજરે પડી રહ્યા છે, ત્યારે આયુર્વેદ કોલેજના પ્રાધ્યાપક મનોજ ટીંબડીયાએ જણાવ્યું હતું કે, જમરૂખમાં વિટામીન C ઓરેન્જ કરતા પણ વધારે હોય છે. જેના લીધે ઇમ્યુનિટી માટે સારું છે. આ સાથે ઇમ્યુનિટી બુસ્ટર માટે પણ સારું છે. આ સાથે જમરૂખ સ્કીન માટે પણ સારું છે, તેની ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો છે, એટલે ડાયાબિટીસવાળા દર્દીઓ પણ થોડા અંશે તેને આરોગી શકે છે.

આરોગતા પહેલા આ કાળજી લેવી
જમરૂખ આરોગવાના આપણે ફાયદાઓ જોયા પરંતુ જમરૂખને લઈને ગેર ફાયદાઓ શું ત્યારે આયુર્વેદ કોલેજના પ્રાધ્યાપક મનોજ ટીંબડીયાએ જણાવ્યું હતું કે, જમરૂખ આરોગવામાં થોડું ધ્યાન એ રાખવાનું હોય છે. જો વધારે ખવાઈ જાય તો તેમાં ફાઇબર અન્ય કન્ટેન્ટ છે, તેથી પાચન થતું નથી, એટલે ઘણાને ગેસની તકલીફ થતી હોય છે. આ સાથે જમરૂખ આંખ માટે પણ સારું છે. એનર્જી બુસ્ટર તરીકે લઈ શકીએ છીએ. તેને જ્યુસ કરીને પણ સેવન કરી શકાય અને સીધું પણ આરોગી શકાય છે, પણ સીધું આરોગવું શ્રેષ્ઠ કહેવાય છે.

જમરુખના ભાવ ગત વર્ષ કરતા વધુ
ભાવનગર શહેરના વિવિધ બજારોમાં જમરૂખનું આગમન થઈ ચૂક્યું છે જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાંથી જમરૂખ આવી રહ્યા છે. સફેદ જમરૂખ અને લાલ જમરૂખ બે પ્રકારના જમરૂખની આવક થઈ રહી છે ત્યારે જમરૂખની આ વર્ષે આવક ઓછી છે તેથી સફેદ જમરૂખ 80 રૂપિયા કિલો અને લાલ જમરૂખ 100 રૂપિયા કિલો થઈ ચૂક્યા છે. જો કે ગત વર્ષે 50 અને 60 રૂપિયા જેવી કિંમતમાં કિલો જમરૂખ વહેંચાતા હતા. પરંતુ આ વર્ષે જમરૂખના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો...

